જો દુનિયાને મહાન બનાવવી છે તો સ્વાર્થ ઘટાડો

article by n. raghuraman

એન. રઘુરામન

Sep 07, 2018, 03:23 PM IST

મધ્યપ્રદેશના ટીકમગઢમાં કામ કરતા એન્જીનિયર રાહુલ મહેરાની વાર્તા સાંભળતા જ હું ગદગદિત થઇ ગયો. તેનું કારણ છે, કે તેઓ દરેક વીકેન્ડમાં પોતાના માતા-પિતાને મળવા નરસિંહગઢ જવાના બદલે ભોપાલ જઈને ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને ભણાવે છે.

દર અઠવાડિયે 281 કિમીની છ કલાકની યાત્રા કરીને નરસિંહગઢ પોતાના ઘરે જવાના બદલે 266કિમીની યાત્રા કરીને વ્યાપક જનકલ્યાણના ઉદ્દેશ્ય સાથે ભોપાલ પહોંચે છે. આપણા બે મહાન મહાકાવ્યો પણ રાહુલ જેવા કામની વાતોને સમર્થન આપે છે. મહાભારતમાં કહેવાયું છે કે, સિંહ, હાથી અને અન્ય જીવો સારી રીતે જીવી શકે તે માટે જંગલો વધવા જોઈએ. જ્યારે રામાયણના અંતમાં કહેવાય છે કે, ‘લોકાઃ સમસ્તા સુખિનો ભવન્તુ’, જેનો અર્થ છે સર્વનું કલ્યાણ થાવ. આ પ્રાર્થનામાં કોઈ પણ સ્વાર્થ નથી અને લોક કલ્યાણ અર્થે કહેવામાં આવે છે.

ઉપનિષદની પ્રાર્થના પણ કહે છે કે, ‘ૐ, સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખભાગ ભવેત’. આ પ્રાર્થના બધાની પ્રસન્નતા, રોગોની મુક્તિ અને સૌના કલ્યાણ માટે છે. પ્રાર્થનાઓનું કેન્દ્ર બિંદુ જ કલ્યાણની ભાવના છે. બધા જ માટે પ્રસન્નતા ત્યારે જ અર્જિત કરી શકાય છે અને પ્રસન્નતા ત્યારે જ મેળવી શકાય છે જયારે આપણા જેવા લોકો બીજાને મદદ કરે. રાહુલ એવા લોકોમાંથી એક છે, જે પોતાના શહેરથી દૂર રહીને કામ કરે છે પરંતુ, એવા લોકોમાં નથી જે વીકેન્ડ થતા જ પહેલી ટ્રેન પકડીને ઘરે જતા રહે. તેમણે નક્કી કર્યું છે કે, તે પોતાની રજાના દિવસે ગરીબ બાળકોને ભણાવશે.

જયારે તેઓ ભણતા હતા ત્યારે પણ રાજ્ય શિક્ષણ કેન્દ્ર દ્વારા ઝૂંપડપટ્ટીમાં શરૂ કરાયેલી શાળામાં સ્વચ્છતા કાર્યકર્તા તરીકે ગરીબ બાળકોને ભણાવતા હતા. રાહુલના અથાગ પ્રયાસોના કારણે કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલી સાત શાળાઓમાંથી માત્ર એક દુર્ગાનાગરમાં આવેલી શાળા ચાલુ છે કેમ કે, રાહુલ માતા-પિતાને મળવા જવાના બદલે અહીં બાળકોને ભણાવવા જાય છે. હા, તેમના માતા-પિતા તેમનાથી નારાજ ચોક્કસ છે.

સડકની બાજુમાં ભણાવતા હોવાના કારણે તિવારી રોડસાઈડ ટીચર તરીકે ઓળખાવા લાગ્યા. તેમના ક્લાસરૂમમાં સંખ્યા વધવા લાગી. તેમના સ્ટુડન્ટ્સમાં મોટાભાગે એવા બાળકો છે જેમના માતા-પિતા સફાઈ કામદાર છે અથવા જૂના કપડાં ખરીદનાર છે

પતરાના છાપરા નીચે ચાલતી આ શાળામાં વસ્તીના 30 બાળકો આવે છે અને ભણવાની સાથે-સાથે ચિત્રો દોરે છે, રમે છે અને અન્ય નવી વસ્તુઓ શીખે છે. તેમને આ બાળકોમાં પ્રતિભા દેખાય છે અને તેઓ લાગણીના તાંતણે પણ તેમની સાથે જોડાયેલા છે અને તેમના સારા પ્રદર્શન માટે પ્રયત્ન કરે છે. રાહુલ દર મહિને સ્ટેશનરી અને સ્કૂલના એક શિક્ષકના વેતન માટે આઠ હજારનો ખર્ચ કરે છે. ત્યાં રોજ કલાસ રમ ચાલે છે, જેમાં બે દિવસ સ્પોર્ટ્સ પણ સામેલ છે. ચેસ પણ રમાય છે અને દર પંદર દિવસે ક્વિઝનું આયોજન થાય છે. આ 30માંથી કેટલાંક બાળકો સરકારી શાળામાં ભણે છે અને જે નથી જતા તે બાળકો પણ લખતા-વાંચતા શીખી ગયા છે. એક અન્ય ઘટનામાં ગયા વર્ષે મુંબઈના કાંદિવલીના 23 વર્ષના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રસ્તા પાર રહેતા બાળકોને ભણાવી રહ્યા હતા અને આ પ્રક્રિયામાં પોતાનું સીએનું સપનું પણ છોડી દીધું.પ્રિન્સ તિવારી 17 વર્ષના અને સ્ટુડન્ટ હતા ત્યારે જોગાનુજોગ આ બાળકોને મલ્યા અને વધારાના સમયમાં તિવારીએ આ બાળકોને ભણાવવાનો નિર્ણય કર્યો.

સડકની બાજુમાં ભણાવતા હોવાના કારણે તિવારી રોડસાઈડ ટીચર તરીકે ઓળખાવા લાગ્યા. તેમના ક્લાસરૂમમાં સંખ્યા વધવા લાગી. તેમના સ્ટુડન્ટ્સમાં મોટાભાગે એવા બાળકો છે જેમના માતા-પિતા સફાઈ કામદાર છે અથવા જૂના કપડાં ખરીદનાર છે, તેઓ પોતાના બાળકોને નિયમિત પણે શાળામાં મોકલતા થયા છે. તેમના માટે ધીરે-ધીરે મદદ આવતી થઇ અને હાલ તેમની સંખ્યા વધીને 96 થઇ છે. તિવારીએ પોતાનું એનજીઓ ટેરેસા, ઓશન ઓફ હ્યુમેનિટી ફાઉન્ડેશન શરૂ કરી દીધું છે.

ફંડા એ છે કે, આપણા કામમાં સ્વાર્થ જેટલો ઓછો હશે, આપણી દુનિયા એટલી જ સુંદર હશે.

[email protected]

X
article by n. raghuraman

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી