લેખક વરિષ્ઠ પત્રકાર છે. તેમની ડેઇલી કોલમ ‘મેનેજમેન્ટ ફંડા’ દરરોજ સાડા ત્રણ કરોડ લોકો વાંચે છે.

અતિ-આત્મવિશ્વાસી સંગઠન કે દૃઢ સંકલ્પ યુક્ત વ્યક્તિ

  • પ્રકાશન તારીખ06 Sep 2018
  •  

જો તમે વિચારો છો કે, એકલા વ્યક્તિની તુલનામાં પૈસા, પ્રભાવ અને સંગઠન વધારે મેળવી શકે છે તો તમારે ફરી એકવાર વિચારવું જોઈએ. એક ઉદાહરણ જોઈએ. શહેરમાં રહેનારાઓ માટે તેમના કોર્પોરેશન કે મ્યુનિસિપાલિટીની આલોચના એ કોઈ મોટી વાત નથી. એટલા માટે જ જ્યારે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી)એ પોતાની 300 શાળાઓમાંથી માત્ર 126માં કોમ્પ્યુટર લેબ બનાવી ત્યારે તેની આલોચના થાય તે સ્વાભાવિક છે. પરંતુ, ઘણા ઓછા લોકો જાણતા હતા કે, કોમ્પ્યુટર લેબનો આ મામલો જોયા પહેલા જ છલાંગ લગાવવા જેવો હતો.

પીએમસીમાં દૂરદર્શિતાના અભાવના કારણે 126 લેબમાંથી 40 બેકાર થઇ ગઈ. તેનું કારણ એ હતું કે, આ શાળાઓમાં લેબ તો બની પરંતુ, છેલ્લાં છ વર્ષથી અહીં કોમ્પ્યુટરના ક્લાસ લેનાર શિક્ષક જ ન હતા. હવે, શિક્ષકોને ટ્રેનિંગ આપવાના બદલે એ વાત પર ભાર મૂકાઈ રહ્યો છે કે, જ્યાં સુધી કોઈ નિષ્ણાત ન મળે ત્યાં સુધી શાળાના શિક્ષકો અને પ્રિન્સિપાલ બાળકોને કોમ્પ્યુટરનું પાયાનું શિક્ષણ આપવાનું શરૂ કરે. આ પાયાનો ઢાંચો સ્થાપિત કરતા પહેલા જ વિષય નિષ્ણાતોની સેવાઓ સુનિશ્ચિત કરવા જેવી હતી. હવે તેઓ અશિક્ષિત સ્ટાફને આ કામ કરવાનું કહી રહ્યા છે. તે લોકો કેવી રીતે કરી શકશે?

‘કૌન બનેગા જ્ઞાનપતિ’માં ક્વિઝ છે. ફરી જોવા માટે વિદ્યાર્થીઓ માટે યુટ્યુબ લેસન પણ છે. મ્યુનિસિપલ અધિકારીઓ આ પ્રયોગથી એટલા પ્રભાવિત થયા કે, આ ક્લાસરૂમનું અનુસરણ મુંબઈ મહાનગરપાલિકાની અન્ય ઘણી શાળાઓમાં કરવામાં આવ્યું.

આનાથી વિરુદ્ધ 2011માં મોહમ્મ્દ જિશાનની પસંદગી મુંબઈની મહાનગરપાલિકા દ્વારા ચાલતી ઉર્દુ શાળામાં શિક્ષક તરીકે કરવામાં આવી. તેમને ટૂંક સમયમાં જ જાણી લીધું કે શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ ઊંચો છે. તેમને અન્ય શિક્ષકોની જેમ મસ્ટરમાં સહી કરીને અન્ય શિક્ષકોની જેમ કામ કરવાની જગ્યાએ સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો પર કાબૂ મેળવવા એક પ્રયોગ કરવાનો નિર્ણય કર્યો.તેમને પાઠ્યપુસ્તકની વાર્તાઓની ડિજિટલ કલાસરૂમમાં ઓનલાઇન ઉપલબ્ધ ઇનોવેટિવ અને એનિમેટેડ આવૃત્તિનો સહારો લીધો. આ પ્રયોગ બાળકોમાં સફળ નીવડ્યો. મોટો પડકાર એ હતો કે, પાઠ્યપુસ્તકની માહિતીને ડિજિટલ ટીચિંગની ટેકનિકમાં ઢાળવાનો હતો. પરંતુ, થોડા જ સમયમાં અન્ય શિક્ષકો પણ જોડાયા.

આજે વર્ગમાં એક પ્રોજેક્ટર, એક સ્ક્રીન છે જે ઓડિયો સિસ્ટમથી સમૃદ્ધ છે. ભણાવવામાં આવતી કવિતાઓ માત્ર પંક્તિઓ નથી, પરંતુ તેની સાથે સંગીત પણ છે. તેમના વિદ્યાર્થીઓ તેમના દ્વારા બનાવાયેલા બ્લોગ પર જાય છે અને ત્યાં ‘કૌન બનેગા જ્ઞાનપતિ’માં ક્વિઝ છે. ફરી જોવા માટે વિદ્યાર્થીઓ માટે યુટ્યુબ લેસન પણ છે. મ્યુનિસિપલ અધિકારીઓ આ પ્રયોગથી એટલા પ્રભાવિત થયા કે, આ ક્લાસરૂમનું અનુસરણ મુંબઈ મહાનગરપાલિકાની અન્ય ઘણી શાળાઓમાં કરવામાં આવ્યું.એક અન્ય ઘટનામાં કેટલાંક સારા લોકો એવા બાળકોને શિક્ષિત કરવા માટે એક થયા જે રસ્તા પર કે બ્રિજ નીચે કે પછી ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગે છે અથવા વસ્તુઓ વેચે છે.

તે આ બાળકોને એક પણ શબ્દ ન શીખવી શક્યા કારણકે, તેઓ આદિવાસી હતા અને પોતાની માતૃભાષા બોલતા હતા. પાછલા બે વર્ષોમાં મુંબઈ નજીક થાણેની ‘સિગ્નલ સ્કૂલ’માં થાણે નગર પાલિકાના ભાતુ સાવંત સમર્થ ભારત વ્યાસપીઠ સામેલ થયા અને પોતાના શિક્ષક આરતી પરબ અને શ્રદ્ધા દંડવતેને આદિવાસી ભાષા શીખીને મરાઠી અને હિન્દી ભણાવવા કહ્યું. આ પ્રક્રિયાના કારણે આ વર્ષે હાયર સેકન્ડરી વિદ્યાર્થીઓની પહેલી બેચ પાસ થઇ છે. પહેલા ચાર કલાક ચાલનારી સ્કૂલ હવે આઠ કલાક ચાલે છે.


ફંડા એ છે કે, માત્ર સંખ્યાની શક્તિ પર ચાલવાનો પ્રયત્ન કરતા કોઈ સંગઠનની તુલનામાં દ્રઢ સંકલ્પ યુક્ત વ્યક્તિ નિશ્ચિતપણે વધુ સફળતાઓ મેળવી શકે છે.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP