તમારા વિચાર અને કર્મ તાણાવાણા જેવા રાખો

article by n. raghuraman

એન. રઘુરામન

Sep 04, 2018, 01:39 PM IST

ગયા અઠવાડિયે મુંબઈના દક્ષિણ ભારતીયોની મોટી સંખ્યા ધરાવતા ઉપનગર માટુંગાના એક ફ્રેમ નિર્માતા ‘એનવી ફ્રેમ’ને ત્યાં મારી નવી ઓફિસ માટે એક એવી ફોટો ફ્રેમ તૈયાર કરાવવા ગયો, જેમાં ઘણા દેવતા આવી જાય. મોટાભાગના દક્ષિણ ભારતીય પરિવાર પોતાની ફોટો ફ્રેમ ત્યાંથી જ તૈયાર કરાવે છે, કારણ કે માલિક હુસૈન ભાઇ અને તેમના પિતાને માત્ર હિન્દુ દેવી-દેવતાઓનું જ્ઞાન જ નથી બલ્કે તેમને ત્યાં નિયમિત ધોરણે આવતા ઘણા લોકોના કુળ દેવતાની પણ જાણકારી છે. બીજાઓ કરતા તેઓ આ મામલે આગળ છે કે નવ ગજની સાડી પહેરનારી ધાર્મિક મહિલાઓ સાથે તામિલ બોલી છે,જેઓ સ્વયં ભાંગ્યું-તૂટ્યું હિન્દી બોલે છે. વ્યવસાયમાં સંવાદના સ્તર પર સરળતા ખૂબ મદદગાર સાબિત થાય છે. હુસૈન ભાઇને તેનો જ ફાયદો મળે છે.

મેં મૂખર્તાપૂર્ણ પ્રશ્ન પૂછ્યો અને ફરી પકડાઇ ગયો હતો. મેં પૂછ્યું કે,‘તે તમારી પાસે એવું કોઇ ચિત્ર નથી, જેમાં બંને પુખ્ત થઇ ગયા હોય અને ભાઈઓ ફરી મળી રહ્યા હોય, જેમ આપણે સ્કૂલના રિયૂનિયનમાં મળીએ છીએ?’

જે ઘડીએ મેં એક જ ફ્રેમ માટે પોસ્ટકાર્ડ સાઇઝના નવ દેવતાઓની છબિ પસંદ કરી, તેમણે તેમને માપી અને કહ્યું કે સાઇઝમાં માત્ર આઠ જ આવી શકશે. મેં કોઇ સ્પેસ મેનેજમેન્ટ એક્સપ્ટની જેમ એક એવું ચિત્ર પસંદ કર્યુ, જેમાં ભગવાન ગણેશ અને તેમના ભાઈ ભગવાન કાર્તિકેય બંન ઊભી મુદ્રામાં હતા અને જગ્યાની સમસ્યા ઉકેલવાનો અને કોઇ દેવતાને ફ્રેમથી નહીં હટાવવાના ગર્વથી મારો ચહેરો ચમકી ઊઠ્યો હતો. તેમણે મારી તરફ જોયું. હું લોકોની નજર વાંચી શકું છું. તેથી હું તમને કહી શકું છું કે તેમની નજર શું કહેતી હતી. તે કહેતી હતી,‘તમે કેટલા મૂર્ખ છો. માત્ર એટલા માટે કે તમે કોઇ આવી કોલેજમાં ગયા છો, તમને લાગે છે કે તમે મારા કરતા સારા છો. તમને લોકોને ઘણી અન્ય વાતોની સાથે આપણા ઇતિહાસ અને પુરાણોની કોઇ જાણકારી નથી.’ તેમણે ચિત્રને શાંતિથી નીચે મુક્યુ અને મારી આંખોમાં જોઇને કહ્યું,‘ આ ચિત્રમાં ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેય ‘બાળ અવતાર’માં છે. અને મને નથી લાગતું કે તમારા પૂર્વજોએ ક્યારેય તેમને આ અવતારમાં પૂજ્યા હશે. તમે ભગવાન ગણેશને ન હટાવી શકો અને ભગવાન કાર્તિકેય તમારા માતૃકૂળના દેવતા છે. તેથી તમારે બંનેને મહત્વ અને અલગ-અલગ સ્થાન આપવું જોઇએ.’


મેં મૂખર્તાપૂર્ણ પ્રશ્ન પૂછ્યો અને ફરી પકડાઇ ગયો હતો. મેં પૂછ્યું કે,‘તે તમારી પાસે એવું કોઇ ચિત્ર નથી, જેમાં બંને પુખ્ત થઇ ગયા હોય અને ભાઈઓ ફરી મળી રહ્યા હોય, જેમ આપણે સ્કૂલના રિયૂનિયનમાં મળીએ છીએ?’ તેઓ જોરથી હસ્યા અને કહ્યું,‘શું તમને પુરાણોની તે વાર્તાની જાણકારી નથી, જેમાં કાર્તિકેયને લાગ્યું કે તેમના પિતા શિવ ગણેશનો પક્ષ લઇ રહ્યા છે અને તે ગેરસમજને કારણે પરિવાર તૂટી ગયો અને કાર્તિકેય પહાડીઓમાં જઇને ત્યાં સ્થાયી રીતે રહેવા લાગ્યા હતા? આજે પણ બધા છ પહાડીઓમાં જઇને તેમની આરાધના કરે છે!’ હવે મને સમજાયુ કે હુસૈન ભાઈ સામે પુરાણના મામલે મારી દાળ નહીં ગળે. આખરે હું મારી મેનેજમેન્ટ વાળી સલાહો પર આવી ગયો. કારપેન્ટરને બોલાવ્યો અને તે વેદીનો આકાર વધારવા કહ્યું, જ્યાં ફ્રેમ મુકાતી હતી જેથી તમામ નવ દેવતાઓને સમાન આકારમાં સ્થાન આપી શકું. આ સરળ સમાધાન મારે પહેલા જ અપનાવી લેવાની જરૂર હતી.


મારા માટે હુસૈન ભાઈ ‘વાર્પ એન્ડ વેફ્ટ’ (તાણા-વાણા)થી ઓછા નથી. આવા લોકો માટે અંગ્રેજીમાં આ રૂપકનો જ ઉપયોગ કરાય છે. તેઓ દોરાને કપડાના રૂપમાં વણવા માટે ઉપયોગમાં લેવામાં આવતા બે મૂળ-ભૂત તત્વો માટે શબ્દ છે. લંબાઈમાં તાણાને કોઇ ફ્રેમ કે હાથશાળ પર તાણીને મુકાય છે, જ્યારે આડો વાણા તેની ઊપર અને નીચેથી કાઢીને કાપડ બને છે.


શક્ય છે ત્યારે હુસૈન ભાઈ જેવા લોકોને જોઇને જ સંત કબીરે આ દોહો ગાયો હશે કે,‘ચદરિયા ભીની રે ભીની, રે નામ રસ ભીની’ (જ્યારે કાપડ વણાતુ હતું ત્યારે તેઓ કઇ રીતે ભક્તિ કે રામ નામના રસમાં ડૂબેલા રહેતા હતાં.’

[email protected]

X
article by n. raghuraman

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી