સમસ્યા સોલ્વ કરવાની બે રીત : ભડકાવો અથવા ભાગીદાર બનો

article by n. raghuraman

એન. રઘુરામન

Sep 01, 2018, 03:23 PM IST

મને ઇમાનદારીથી કહો આપણામાંથી કેટલા પેરેન્ટ્સ સ્કૂલમાં ગયા છે અને પૂછ્યું છે કે તેઓ શું ભણાવે છે, કેવી રીતે ભણાવે છે, બાળકો પર દેખરેખ કેવી રીતે રાખે છે અને રમત, શિક્ષણ અને સાંસ્કૃતિક ગતિવધિઓમાં ઓછો રસ દાખવતા બાળકોની ઓળખ કેવી રીતે કરે છે? વિશ્વાસ કરો આપણા મોટાભાગના સવાલો વર્ગખંડ અને સ્કૂલ બસ જેવી ભૌતિક સુવિધાઓની આજુબાજુ જ ફરે છે. કિરણ જુપડી 2017માં જ્યારે પોતાના પરિવારની સાથે જ્યારે ભારત પાછા ફર્યા ત્યારે તેમનો સામનો કોઇ વાતની સાથે થયો.

કોઇપણ પેરેન્ટ્સની જેમ તેમની મુખ્ય પ્રાથમિકતા હતી પોતાના બાળક માટે સારી સ્કૂલની શોધ કરવી, કેમ કે અમેરિકામાં તેઓએ 15 વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રમાં કામ કર્યું છે. હૈદરાબાદમાં તેઓ જે સ્કૂલમાં ગયા ત્યાં વિશાલ કમાઉન્ડ, અનુકુળ ક્લાસરૂમ, એસી બસ, બસની જીપીએસ ટ્રેકિંગ જેવી વાતો ચર્ચામાં હતી. પણ તેઓ જે શોધી રહ્યા હતા અને મેળ‌વતા ઇચ્છતા હતા તે નહોતું મળતું એ છે શિક્ષણની સમગ્ર પદ્ધતિ, જેમાં શીખવાડવાની પદ્ધતિ, સ્ટુડન્ટ્સનો વ્યવહાર, ક્ષમતાઓ અને પસંદ-નાપસંદની સારી ઓળખ, સ્ટુડન્ટ્સ અને શિક્ષકની વચ્ચેનો મજબુત સંબંધ.

તેઓ જાણતા હતા જે સવાલાનો લઇને તે ચિંતા કરે છે, તેનું સમાધાન આજની ટેક્નોલોજીના ઉપયોગથી સંભવ છે. અવસર જોઇને કિરણે એક કોન્સેપ્ટ પેપર તૈયાર કરીને એ સ્કૂલોને આપ્યો, જ્યાં તેઓ ગયા હતા. ઘણા લોકો પ્રભાવિત થયા તો કેટલાકને લાગ્યું કે આ ભવિષ્યની વસ્તુ છે પણ બદલાવ લાવવાનો જનૂન રાખનાર કિરણ માટે આ એક સમાધાનની દિશામાં સારી શરૂઆત હતી. આવી રીતે હૈદરાબાદ સ્થિત એડસેન્સનો જન્મ થયો. આ એજ્યુકેશન મેનેજમેન્ટ પ્લેટફોર્મ છે, જે પોતાનું પ્રાથમિક લક્ષ્યના રૂપમાં શિક્ષાની આખી ઇકોસિસ્ટમને વિદ્યાર્થીઓના કુલ વિકાસની સાથે જોડે છે. જલદી જ ટેક્નોલોજી ઉદ્યોગના વિવિધ ક્ષેત્રના જાણકાર વિજય રેડ્ડી, સુનીલ સત્યાવોલૂ અને વિવેક ચંદ્રમોહન તેમની સાથે આવ્યા. આ ટીમને અહેસાસ થયો કે ભારતમાં શિક્ષક પોતાનો 42 ટકા સમય ગેર-શૈક્ષણિક ગતિવિધીઓમાં પસાર કરે છે. એટલા માટે એડસેન્સ એવી વસ્તુઓ સામે લાવ્યું જે સ્કૂલ-ટીચર, સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને એક જ પ્લેટફોર્મ પર લાવે છે. જેમાં સ્ટુડન્ટ્સનો ડિજિટાઇઝ્ડ રેકોર્ડ, પ્રયોગની કાર્યપદ્ધતિઓ, આર્ટિફિર્શિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ) આધારિત લર્નિંગ અને પરફોર્મન્સ ટ્રેકિંગનો સમાવેશ થાય છે. ઉદાહરણ માટે જો કોઇ સ્ટુડન્ટ્સ કોઇ ખાસ દિવસ સ્કૂલ ન આવે તો એઆઇ એ દિવસનું લેસન્સ કાઢીને પોતાની રીતે સ્ટુડન્ટ્સના ડેશબોર્ડ પર સ્ટુડન્ટ્સને આસાઇમેન્ટના રૂપમાં આપે છે, જેથી સ્ટુડન્ટ્સ અપડેટ રહે. એડસેન્સે 360 ડિગ્રી લર્નર પ્રોફાઇલ રજૂ કરી છે, જેમાં ફક્ત શૈક્ષણિક ગતિવિધીઓ સુધી સીમિત નથી, પણ વ્યવહાર સંબંધી અને વ્યક્તિત્વ સંબંધ, સ્વાસ્થ્ય અને પોષણ ઉપરાંત લક્ષ્યનો પણ તેમાં સમાવેશ થાય છે. છે.

જેનાથી શિક્ષકો અને પેરેન્ટ્સને સ્ટુડન્ટ્સના શૈક્ષણિકની ગતિવિધીઓમાં પસંદ-નાપસંદનો ખ્યાલ આવે છે. આના કારણે સ્કૂલના સ્ટુડન્ટ્સની પસંદ-નાપસંદ અને કૌશલના આધાર પર શીખવાની પદ્ધતિ ઉપલબ્ધ કરાવે છે. 2018 સુધી આ સિસ્ટમમાં 75 સ્કૂલની નોંઘણી થઇ ગઇ છે.જો તમને યાદ હશે 2012માં રૂસનું શહેર યેકેરિનબર્ગમાં કોઇએ રાજનેતાને ભડકાવાનો નિર્ણય લેતા શહેરના રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓમાં સ્થાનિય અધિકારઓના કેરિકેચર પ્રદર્શિત કર્યા. તેઓએ રસ્તાઓની સમસસ્યા દૂર કરવા ભૂતકાળમાં કરવામાં આવેલા વચનને વ્યંગ્યાત્મક ચહેરાઓની સાથે પ્રદર્શિત કર્યા. રસ્તાઓ પર બનાવેલા વ્યંગ્યાત્મક ચેહરાઓ મોટભાગના અમેરિકી ન્યુઝપેપરના ફર્સ્ટ પેજ પર પબ્લિશ થયા, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘રસ્તાઓની ગુણવત્તાના વૈશ્વવિક આંકડામાં 142 દેશોમાં રૂસ 130માં સ્થાન પર છે. ફંડા એ છે કે, કોઇ સમસ્યા સોલ્વ કરવાની બે રીત છે, ભડકાવવું અથવા તેમા ભાગીદાર બનવું.

[email protected]

X
article by n. raghuraman

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી