લેખક ‘દિવ્ય ભાસ્કર’ સાથે જોડાયેલા યુવા પત્રકાર અને હાસ્યલેખક છે.

તબિયત કેવી છે, એવું ક્યારે પૂછાય?

  • પ્રકાશન તારીખ02 Dec 2018
  •  

‘કૌન બનેગા..’માં જેમ અમુક લેવલ પાર કરો પછી અઘરા સવાલો શરૂ થાય છે એ જ રીતે અસલી જીવનમાં પણ 35 વર્ષની વય પાર કર્યા પછી ચોક્કસ પ્રકારના અણિયારા સવાલો પૂછાય છે. આ જ કેટેગરીનો એક સવાલ છે-‘તબિયત-પાણી કેવાં છે?’ એટલું જ નહીં પાંત્રીસ પછી આવતા બર્થ ડેમાં પણ ‘વીશ યુ અ હેલ્ધી લાઇફ’ જેવી શુભેચ્છાઓ મળવાની શરૂ થાય છે. પચ્ચીસ-ત્રીસ સુધી આ પ્રકારના સવાલો-શુભેચ્છાની પળોજણ નથી હોતી. ટૂંકમાં મૂળ ડખો પાંત્રીસ-ચાળીસ પછી શરૂ થાય છે. આપણે ભલે મરીએ ત્યાં સુધી જીવવાનું કે પચાસ-પંચાવને પણ યુવાન છીએ એવું ફીલ કરવાનું નક્કી કર્યું હોય તો પણ મિત્રો-સ્વજનો કાયમ આપણને વધતી વયની યાદ અપાવવા ટાંપીને બેઠા હોય છે.

કુદરતી ગોઠવણ મુજબ પુખ્ત થયા પછી બાળક બની શકાતું નથી પણ ખરેખર બાળક હોય તેઓ મરજી પ્રમાણે વયમાં વધઘટ કરી શકે છે. પણ આવી સુવિધા મોટા થયા પછી મળતી નથી. હા, એ જુદી વાત છે કે સરકારી ચોપડે પુખ્ત બનેલી વ્યક્તિ માનસિક સ્તરે બાળક હોય એ બની શકે છે.

મોટેરાઓને પોતે ‘હજુ તો મારી ઉમર ક્યાં થઈ છે?’ જેવી સ્વઘોષિત માન્યતામાં રાચતા હોય છે. બીજી તરફ બાળકોના કેસમાં સ્થિતિ તદ્દન જુદી હોય છે. મોટેરાઓને પોતે મોટા થયા એવું સ્વીકારવા તૈયાર નથી જ્યારે બાળકો પોતે ‘બાળક’ છીએ એવું માનતા નથી. હવે તો ચાર વર્ષના બાળકને પણ ‘હું નાનો હતો ત્યારે દરિયામાં ન્હાવા ગયો હતો.’ જેવું બોલતા સાંભળવા મળે છે. હવે એ ભોળા જીવને કેવી રીતે સમજાવવું કે ‘ભઈલા તું હજુ પણ બાળક જ છે.’ આવતા દસેક વર્ષમાં ચાર-પાંચ વર્ષના બાળકો સોફામાં બેસીને સેન્સેક્સની ચડઉતર વિશે ચર્ચા કરતા જોવા મળે એવી શક્યતાને જરા પણ નકારી શકાય એમ નથી.


બાળકો પણ જન્મજાત પોલિટીશ્યન હોય છે. એમને પાક્કી ખબર હોય છે કે કઈ જરૂરિયાત વેળાએ પોતાની ઉમર કેટલી રાખવી. એટલે કે સેન્સર બોર્ડે જેને પુખ્તવયનાઓ માટેનું પ્રમાણપત્ર આપ્યું છે એ ‘ડેડપુલ-2’ જોવા માટે જે બાળક ‘હું તો હવે મોટો થઈ ગયો છું.’ એવું જાહેર કરે છે, એ જ બાળક શોપિંગ દરમ્યાન ગમતું રમકડું ખરીદવા માટે ફરી બાળક બની જાય છે. કુદરતી ગોઠવણ મુજબ પુખ્ત થયા પછી બાળક બની શકાતું નથી પણ ખરેખર બાળક હોય તેઓ મરજી પ્રમાણે વયમાં વધઘટ કરી શકે છે. પણ આવી સુવિધા મોટા થયા પછી મળતી નથી. હા, એ જુદી વાત છે કે સરકારી ચોપડે પુખ્ત બનેલી વ્યક્તિ માનસિક સ્તરે બાળક હોય એ બની શકે છે. નિકાસ અને આયાત વચ્ચેની ખાધ મોટી હોય એ અર્થતંત્ર માટે સારી વાત નથી એ જ રીતે શારીરિક વય અને માનસિક વય વચ્ચેની ખાધ પણ પહોળી હોય તો ગડબડ થવાના ચાન્સીસ વધી જાય છે. એક જૂની રમૂજ છે કે ‘તું મોટો થઈને શું બનીશ?’ એ પૂછવા પાછળનો મોટેરાઓનો આશય ખરેખર તો પોતે શું કરવું જોઈએ એ અંગેનો આઇડિયા મેળવવાનો છે.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP