Back કથા સરિતા
બી. એન. દસ્તૂર

બી. એન. દસ્તૂર

મેનેજમેન્ટ, કરિયર ગાઈડન્સ (પ્રકરણ - 36)
મેનેજમેન્ટ અને કારકિર્દી પર અભ્યાસપૂર્ણ લેખો લખતા રહીને યુવાનોમાં લોકપ્રિયતા મેળવનારા બી. એન. દસ્તૂર અચ્છા હાસ્યલેખક પણ છે.

પ્રોબ્લેમ, હેવી અને બીન્જ ડ્રિંકર

  • પ્રકાશન તારીખ02 May 2019
  •  

રજાઓના દિવસોમાં ઉદેપુર-આબુ જવાય, શરાબની છોળો ઊડે, ગુજરાતી હરખાય.
ભલે હરખાય, પણ ઘણા પીનારાને પૂછો, ‘શું પીધું?’ તો એને બાટલી ઉપરનું લેબલ જોવું પડે.
પ્રોહિબિશન ઝિંદાબાદ, પણ શરાબની પરમિટ મળી શકે છે. પરમિટની બાટલીની કિંમત આસમાનને આંબે છે. અડધા ભાવમાં એ જ બાટલી ખૂબ આસાનીથી મળી રહે છે, પણ પરમિટ રાખવામાં સમજદારી છે. પરમિટ વગર પીવામાં ખતરો છે.
સીમિત માત્રામાં સારી ગુણવત્તાનો શરાબ નુકસાન કરતો નથી, પણ દેખાદેખીના અને પોતાની જાતને મોડર્ન બતાવવાના ચક્કરમાં ફસાઈ જઈ, ‘આલ્કોહોલ ડિપેન્ડન્સ સિન્ડ્રોમ’નો શિકાર બનનારાઓની સંખ્યા વધતી જાય છે. આ સિન્ડ્રોમનાં લક્ષણો :
⚫ રોકી ન શકાય એવી શરાબની જરૂરિયાત.⚫ નિયમિત શરાબ પીવાની આદત. ⚫ શરૂઆતમાં શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ વધવા છતાં વાણી-વર્તન ઉપર કાબૂ રહે, પણ રોગ જૂનો થતો જાય તેમ કાબૂ ઘટતો જાય. ⚫ હેન્ગઓવરનાં લક્ષણો : માથું દુખે, હાથ-પગ ધ્રૂજે, ઊબકા આવે, થાકનો અહેસાસ થાય. ⚫ હેન્ગઓવર ઓછો કરવા સવારના પણ શરાબની જરૂરિયાત મહેસૂસ થાય. ⚫ થોડો સમય શરાબ બંધ કર્યા બાદ ફરી શરૂ કરાય તો હેન્ગઓવર ફરી શરૂ થાય.
આલ્કોહોલના અણુ, મોલેક્યુલ્સનું કદ ખૂબ જ નાનું હોવાથી એ ઝડપથી લોહીમાં ભળી જાય. 80% જેટલો શરાબ કાળજામાં મેટાબોલાઇઝ થતો હોવાથી, વધારે પ્રમાણમાં લેવાતો શરાબ કાળજાને નુકસાન કરે છે.
જે ‘પ્રોબ્લેમ ડ્રિંકર’ છે તે શરાબની ટેવ પડી જવાથી શારીરિક, માનસિક, સામાજિક નુકસાન કરી બેસે છે.
‘હેવી ડ્રિંકર’ સામાન્ય કરતાં વધારે શરાબનું સેવન કરે છે. ‘બીન્જ ડ્રિંકર’ રોજ પીતો નથી, પણ પીવા બેસે ત્યારે અતિરેક કરે છે.
પ્રોબ્લેમ અને હેવી ડ્રિંકર ટૂંકા અને લાંબા ગાળાની યાદદાસ્ત ગુમાવી શકે છે. બીન્જ ડ્રિંકરને પણ આ સમસ્યા સતાવી શકે છે. વધારે પડતા શરાબથી શરીરમાં વિટામિન ‘બી’ ઘટે છે અને ન્યુરોલોજિકલ તકલીફ થઈ શકે છે.
સામાન્ય વ્યક્તિની સરખામણીમાં આલ્કોહોલ ડિપેન્ડન્ટ વ્યક્તિમાં કેન્સરની શક્યતા દસ ગણી વધે છે.
પ્રોબ્લમ અને હેવી ડ્રિંકરને પેટ, આંતરડાં અને પેન્ક્રિઆસ પર સોજો આવે છે. લોહીના લાલ કણોમાં ફેરફાર થવાથી શરાબી ઘણા પ્રકારના એનીમિયાથી પીડાતો રહે છે. આલ્કોહોલ શરીરની કાર્ડિઓવાસ્ક્યુલર સિસ્ટમ ઉપર અસર કરે છે અને હૃદયરોગની શક્યતા વધે છે.
છતાં રોજનો એક પેગ (60 મિલી.) સ્પિરિટ (બ્રાન્ડી, વ્હીસ્કી, વોડકા, રમ, જિન) અથવા એક ગ્લાસ રેડ વાઇન લાંબા સમયથી લેનારમાં સવારે આવતા હાર્ટએટેકની શક્યતા ઘટે છે. આ કારણથી જ્યાં પ્રોહિબિશન છે એવાં રાજ્યોમાં દાક્તરની ભલામણથી શરાબની પરમિટ મળે છે, પણ અનુભવ એવો છે કે 60 મિલી.માંથી 200 થતા વાર લાગતી નથી. શરાબની સૌથી ભયંકર અસર નપુંસકતા (Erectile dysfunction) છે. આજનું કોકટેલ કલ્ચર, કંપનીના ઉચ્ચ અધિકારીઓને નપુંસક બનાવી લગ્નજીવનની સત્યાનાશી કરે છે. માટે :
⚫ દાક્તર દવા તરીકે શરાબના સેવનની સલાહ આપે તો રોજ એક પેગ (60 મીલી.)થી વધારે સેવન કરશો નહીં. ⚫ દિવસે અને ખાલી પેટ શરાબનું સેવન ન કરો.⚫ શરાબનો પેગ ધીરે ધીરે લો.⚫ સમસ્યાઓનું સમાધાન શરાબથી થતું નથી.⚫ અઠવાડિયામાં એક દિવસ ‘આલ્કોહોલ ફ્રી’ રાખો.⚫ હાઇપર એસિડિટી, અલ્સર, માંદગી હોય, કોઈ દવા ચાલતી હોય ત્યારે શરાબથી દૂર રહો.⚫ ધૂમ્રપાન અને શરાબનો કોમ્બો ખતરનાક છે, કેન્સરને કંકોતરી મોકલે છે.⚫ શરાબની લતમાંથી છૂટવા પહેલાં રોજ વિટામિન ‘બી’ની ગોળીઓ લેતા રહો.⚫ શરાબ પીધા બાદ ત્રણ કલાકના સમયમાં ડ્રાઇવિંગ કદી કરશો નહીં.⚫ શરાબની લત, દાક્તરની નજર નીચે, ધીરે ધીરે ઓછી કરો.સવાલોનું સ્વાગત છે[email protected]

x
રદ કરો

કલમ

TOP