સ્ટ્રેટેજી & સક્સેસ / પોર્ટેબલ ઈ-ટોઈલેટ્સથી વિખ્યાત બનેલા ડો. સિદ્દીક

Due to portable e-toilets made famous Siddiqui

પ્રકાશ િબયાણી

May 16, 2019, 05:28 PM IST

ઈરામ સાયન્ટિફિક સોલ્યુશન્સ પ્રા.લિ. થિરુવનંતપુરમે (કેરલ) ઈકો ફ્રેન્ડલી ઈ-ટોઈલેટ્સ લોન્ચ કર્યું છે. સ્ટેનલેસ સ્ટીલ મેડ આ વાતાનુકૂલિત ટોઈલેટ્સનાં ફીચર્સ છે- પોર્ટેબિલિટી (ક્યાંય પણ શિફ્ટ કરી શકો), સેલ્ફ ક્લીનિંગ, સેન્સરથી પાણીની બચત, ઓટોમેટિક સીટ સ્ટરલાઈઝેશન (જીવાણુનાશ), વેક્યુમ ફ્લશિંગ, ટચ ફ્રી સ્વિચિસ, યુરોપિયન સ્ટાઈલ સીટ, ઓટોમેટિક યુરિનલ, સેન્સરથી સંચાલિત વોશ બેસિન અને કોઈન અથવા કાર્ડથી ટોઈલેટ્સના ઉપયોગનું નિયંત્રણ. 2010માં ઈરામ સાયન્ટિફિક સોલ્યુશન્સે પહેલું ઈ-ટોઈલેટ કોઝીકોડ (કેરલ)ના એક કોર્પોરેશનની શોપની સેલ્સ વુમન્સ માટે ઈન્સ્ટોલ કર્યું હતું. ત્યારબાદ દેશ-વિદેશમાં કંપની 3 હજારથી વધારે ઈ-ટોઈલેટ્સ વેચી ચૂકી છે. ભારતમાં તેના સંગઠિત ક્ષેત્રના ગ્રાહક છે- બૃહત બેંગલુરુ મહાનગરપાલિકા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, કેરલ વુમન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ઘણાં શહેરોની નગરપાલિકાઓ, પંચાયતો, કેન્ટોનમેન્ટ બોર્ડ્સ સિવાય ઘણી લોકસભા ને વિધાનસભાના સભ્યોએ પણ પોતાનાં ક્ષેત્રોમાં જન સુવિધા કેન્દ્રોમાં ઈ-ટોઈલેટ્સ ઈન્સ્ટોલ કરાવ્યા છે. સરકારી સંસ્થાન અને કોર્પોરેટ ગ્રાહક મિસયૂઝથી બચવા માટે સામાન્ય રીતે એક રૂપિયાના કોઈનથી ઓપરેટેડ ટોઈલેટ્સ પસંદ કરે છે તો સરકારી સ્કૂલ ફ્રીમાં ઉપયોગ કરી શકાય તેવા ટોઈલેટ્સ. 2018માં વર્લ્ડ ટોઈલેટ ડે પર ભારતીય રેલવેએ પણ ટ્રેન કોચિસમાં ઈ-ટોઈલેટ્સ લગાવવાનું શરૂ કરી દીધું છે.
ઈરામ સાયન્ટિફિક સોલ્યુશન્સની ઈ-ટોઈલેટ્સની કિંમત, બનાવટ, લુક અને ફીચર્સ અનુસાર 2થી 20 લાખ રૂપિયા છે. કંપની પોતાના ઈ-ટોઈલેટ્સનો વાર્ષિક મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પણ લે છે. તેની શરૂઆત 3500થી થાય છે જ્યારે કોમ્પ્રેહેન્સિવ મેઈન્ટેનન્સનો વાર્ષિક ખર્ચ 5100 રૂપિયા છે જેમાં ટેક્નીકલ દેખરેખ, વેબ સપોર્ટ, નિયમિત ક્લીનિંગ, સ્પેરપાર્ટ્સ બદલવા અને વીમાનો ખર્ચ વગેરે સામેલ છે.
ઈરામ સાયન્ટિફિક સોલ્યુશન્સે શરૂઆતમાં લોકોને ખાસ કરીને ગ્રામીણોને ટોઈલેટ્સનો ઉપયોગ કરવા માટે તૈયાર કરવામાં જ સખત મહેનત કરવી પડી. પહેલું ઈ-ટોઈલેટ પણ ત્યારે વેચાયું જ્યારે કોઝીકોડ (કેરલ)ની કોર્પોરેશન શોપની સેલ્સ વુમન્સે વર્ક પ્લેસ પર વોશરૂમ ઉપલબ્ધ ન હોવા પર આંદોલન કર્યું હતું. ભારત સરકાર દ્વારા શૌચાલયની સુલભતાને અભિયાન બનાવ્યા પછી ઈરામ સાયન્ટિફિક સોલ્યુશન્સના ઈ-ટોઈલેટ્સની માગ પણ વધી છે. ઈરામ સાયન્ટિફિક સોલ્યુશન્સના સિદ્દીક અહમદ હવે સાઉદી અરબમાં ઈ-ટોઈલેટ્સ ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છે અને તેઓ કહે છે કે ખાડી દેશો માટે સંપૂર્ણ સેનિટેશન સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવશે.
1980ના દશકાથી ઈન્ડસ્ટ્રીયલ કોન્ટ્રેક્ટિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ઓટોમોટિવ, હેલ્થકેર, ટ્રાવેલ, આઈટી અને સર્વિસ સેક્ટરમાં સક્રિય ઈરામ ગ્રૂપ મૂળ રિસર્ચ આધારિત બિઝનેસ ગ્રૂપ છે. તેના સંસ્થાપક-ચેરમેન છે- ગ્લોબલ બિઝનેસમેન ડો. સિદ્દીક અહમદ. પરોપકારી પ્રવૃત્તિઓ માટે અમેરિકાની કિંગ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટથી સન્માનિત ડો. સિદ્દીક અહમદને ફોર્બ્સ મિડલ ઈસ્ટે 2015માં અારબ વર્લ્ડના ટોપ 20 ઈન્ડિયન લીડર્સની યાદીમાં સમાવેશ કર્યો હતો. ઈનોવેટિવ ન્યૂ વેન્ચર્સની સાથે સંઘર્ષરત ઉદ્યોગને ટ્રેક પર લાવવાની સાથે પોતાના સહયોગિઓ પ્રત્યે સદ્્ભાવ રાખવા માટે પણ તેઓ જાણીતા છે. જરૂરિયાતમંદોને દાન આપવાને બદલે તેઓ એ વાતમાં વિશ્વાસ કરે છે કે તેમના જીવનને બદલો એટલે કે ભૂખ્યાને પૈસા આપવા તે તેને ભિખારી બનાવવાનું કામ છે, પણ રોજગાર આપવાથી તે આત્મનિર્ભર બને છે. ⬛[email protected]

X
Due to portable e-toilets made famous Siddiqui

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી