મેનેજમેન્ટની abcd / ડિમાન્ડ મેનેજમેન્ટ

Demand management

મારુતિ, એમની વાનને, સ્કૂલનાં બાળકો માટે, ચાલતી-હાલતી રેસ્ટોરાં તરીકે, મિનિ એમ્બ્યુલન્સ તરીકે પ્રમોટ કરે છે

બી.એન. દસ્તૂર

May 09, 2019, 03:33 PM IST

માર્કેટિંગનું કામ છે ડિમાન્ડ ઊભી કરવાનું. પ્રોડક્ટ ઉત્તમ, જાહેરખબર લોભામણી, કિંમત વાજબી, ડિસ્ટ્રિબ્યુશન ફર્સ્ટ ક્લાસ હોય તે પૂરતું નથી. આ બધા ડિમાન્ડ ઊભી કરવાના રસ્તાઓ છે. ડિમાન્ડ મેનેજમેન્ટના મુખ્ય પહેલુઓ છે :
⚫ ગ્રાહક શોધવા
⚫ ગ્રાહક મેળવવા
⚫ ગ્રાહક સાચવવા
⚫ ગ્રાહક વધારવા
1. માર્કેટ પેનિટ્રેશન : તમે આજે જે પ્રોડક્ટો વેચો છો, તે જ પ્રોડક્ટો તમારા ગ્રાહકોને વધારે પ્રમાણમાં વેચો.
‘ઢોંસા’નું ખીરું વેચવા માટે એ જ ખીરામાંથી અન્ય વાનગીઓ બની શકે એવું કમ્યુનિકેટ કરો. સાદા ઢોંસા, મસાલા, પેપર, તુપ્પા, અનિઅન સેટ, ઇડલી, ઉત્તપમ.
2. સેગ્મેન્ટ ઇન્વેઝન : આજે જે પ્રોડક્ટ વેચો છો તેના માટે નવા પ્રકારના ગ્રાહકો શોધો. મારુતિ, એમની વાનને, સ્કૂલનાં બાળકો માટે, ચાલતી-હાલતી રેસ્ટોરાં તરીકે, મિનિ એમ્બ્યુલન્સ તરીકે પ્રમોટ કરે છે.
ફેવિકોલ સુથારના થેલામાંથી બહાર આવ્યો, નાના પેકિંગમાં ઘર-ઘર પહોંચી ગયું છે.
3. જિઓગ્રાફિકલ એક્સપાન્શન : નવી ટેરિટરીમાં ઘૂસ મારો. આજની તારીખમાં તમારી પાસે જે પ્રોડક્ટો છે તેને નવી ટેરિટરીમાં વેચો.
45 કરોડની વસ્તી આજે પણ ગામડાંઓમાં વસે છે. આ ‘બોટમ ઓફ ધ પિરામિડ’ (BOP) માર્કેટોમાં હિન્દુસ્તાન યુનિલિવર, ગોદરેજ, પ્રોક્ટર ગેમ્બલ જેવી કંપનીઓ, નાના પેકિંગમાં ઉત્તમ માલ આપી કરોડોનો ધંધો કરે છે.
4. પ્રોડક્ટ મોડિફિકેશન : આજે જે પ્રોડક્ટ બનાવો છો તેમાં સુધારાવધારા કરો. ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી, કાર અને મોબાઇલમાં નવાં ફીચર્સ ઉમેરતી રહે છે. સર્વિસ ઇન્ડસ્ટ્રી ગ્રાહકોને આપવામાં આવતી સર્વિસમાં એકધારો સુધારો કરે છે.
5. મોડિફાય કરેલી પ્રોડક્ટો નવી ટેરિટરીમાં વેચો : યોગ્ય ફેરફારો કરી મોડિફાય કરેલી પ્રોડક્ટો માટે નવી ટેરિટરી શોધો. પંડિત રવિશંકરે, શાસ્ત્રીય સંગીતમાં વેસ્ટર્ન ક્લાસિકલનું ફ્યુઝન કરી પરદેશોમાં ધૂમ મચાવેલી તે યાદ કરો.
6. મોડિફાય કરેલી પ્રોડક્ટ માટે નવા ગ્રાહકો શોધો : એરિંગની ડિઝાઇન બદલી એને માલ્યાના કાન સુધી પહોંચાડવામાં આવી. મંગલસૂત્રની ડિઝાઇન બદલી પુરુષોને ચેઇન પહેરતા કરી દીધા.
7. પ્રોડક્ટોમાં નવીનતા લાવો : પ્રોડક્ટ મોડિફાય કરીને હાથ ધોઈ નાખવાના નથી. નવી સ્ટાઇલો, નવી ડિઝાઇન બજારમાં ઉતારો. ઘાઘરાને, પેટીકોટને વચમાંથી કાપી, પાયની બનાવી પ્લાઝોના નામે વેચો.
8. નવી ટેરિટરી માટે નવી પ્રોડક્ટ તૈયાર કરો : ખાબડખૂબડ રસ્તાઓ ઉપર ચલાવવા માટેની બાઇક બનાવો.
9. ડાઇવર્સિફિકેશન કરો : નવા પ્રકારના ગ્રાહક માટે નવી પ્રોડક્ટ બનાવો. દવાના ધંધામાં હો તો હેલ્થ ડ્રિંક બનાવી તંદુરસ્ત ગ્રાહકને આકર્ષો.
10. ડિલિવરી સિસ્ટમમાં નવીનતા લાવો : ડેલ કમ્પ્યૂટરના માઇકલ ડેલ ઓન લાઇન કમ્પ્યૂટર વેચવાના પાયોનિયર બન્યા.
અલીબાબા, એમેઝોન, ફ્લિપ કાર્ટ જેવી કંપનીઓની ડિલિવરી સિસ્ટમોનો અભ્યાસ કરો.
11. નવી માર્કેટ સ્પેસ ઉપર હુમલો : જે બનાવો છો તેનાથી અલગ પ્રોડક્ટ બનાવી નવી માર્કેટ પ્લેસમાં, નવી ઇન્ડસ્ટ્રીમાં પગપેસારો કરો. ગૌતમ અદાની, મુકેશ અંબાણી, અદી ગોદરેજ, રતન તાતા જેવા આંત્રપ્રિન્યોરની સ્ટ્રેટેજી અજમાવો.
ખૂબ ઝડપથી મિડલ ક્લાસનું કદ વધતું જાય છે. ગામડાંઓમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ વેચાય છે. વસ્તી વધતી જાય છે. ગ્રાહકની અપેક્ષા આસમાનને આંબે છે.
માર્કેટમાં તકોની ભરમાર છે.
[email protected]

X
Demand management

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી