મેનેજમેન્ટની abcd / ગ્રાહકોની નજરે માર્કેટિંગ મિક્ષ

Consumer-looking marketing

‘એક ઉપર એક ફ્રી’ના સેલ્સ પ્રમોશનનો લાભ લેતા પહેલા ગ્રાહક પ્રોડક્ટની એક્ષ્સપાયરી ડેટ જુએ છે

બી.એન. દસ્તૂર

May 16, 2019, 05:47 PM IST

ગ્રાહકને આકર્ષવા તથા એને કંપની તથા કંપનીના પ્રોડક્ટો પ્રત્યે વફાદાર બનાવવા માટે કંપનીએ અનેક પ્રવૃત્તિઓ કરવી પડે છે.
હાર્વડ સ્કુલ ઓફ બિઝનેસના પ્રો. નીલ બોર્ડન સાહેબે આવી પ્રવૃત્તિઓને નામ આપ્યું માર્કેટિંગ મિક્ષ.
1960ના દાયકામાં પ્રો. જેરોમ મેકઆર્થિએ એવી દરખાસ્ત કરી કે માર્કેટિંગ મિક્ષને ચાર મુખ્ય ઘટકોમાં વહેંચવી જોઇએ.
⚫ પ્રોડક્ટ
⚫ પ્રાઇસ
⚫ પ્રમોશન
⚫ પ્લેસ
કંપનીએ પ્રોડક્ટ બનાવી, એની પ્રાઇસ નક્કી કરી, એને પ્રમોટ કરવાની સ્ટ્રેટજી બનાવી એવી રીતે માર્કેટમાં પ્લેસ કરવી જોઇએ કે એ સહેલાઇથી ગ્રાહકને મળી રહે.
અન્ય બે P
ઉપરના ચાર ‘P’માં આજે ઉમેરવા પડે છે બે વધારના P.
⚫ પોલિટિક્સ
⚫ પબ્લિક ઓપિનિયન
દેશનું, રાજ્યનું, શહેરનું રાજકારણ પોલિટિફસ માર્કેટિંગ ઉપર સારી અને ખરાબ અસરો કરી શકે છે.
તમને પસંદ પડે કે ન પડે તમારે તમારી પોલિટિકલ ઇનફ્લુઅન્સ વધારવાના સભાન પ્રયાસો કરવા પડશે. આવું ન કરો તો તેસ્લોની મેગીની જે હાલત થઇ એવું તમારી પ્રોડક્ટ સાથે થઇ શકે છે. થોરામાં ઘનું સમજાશે.
આજના ડાયનેમિક માહોલમાં ગ્રાહકોનો પ્રોડક્ટસ અને સર્વિસીસ માટેનો અભિગમ ક્યારે બદલાય તે કહેવાય નહીં. સિદ્ધહસ્ત નિષ્ણાતોની લખેલી કન્ઝ્યુમર બિહેવિયરની કિતાબોની આજનો કન્ઝ્યુમર ઐસીતૈસી કરી નાખે છે. છેલ્લાં પાંચ વર્માં આ વિષય ઉપર લખવાની હિંમત મેં કરી નથી કે નથી કોઇ પ્રોગ્રામ આપ્યો છે.
તમારે રોજે રોજ બદલાતી, ચક્કરબત્તી (weird) જેવી ગ્રાહકની એટિટ્યુડ ઉપર બાજ નજર રાખવી પડશે.
આજે એવા માર્કેટિંગના નિષ્ણાતો છે જે આ માર્કેટિંગના ‘P’ઉપર સવાલો ઉઠાવે છે. આ ‘P’ માર્કેટિંગને ઉદ્યોગપતિની નજરે જુએ છે અને નહીં કે ગ્રાહકની નજરે.
તમને આવડે એવી પ્રોડક્ટ બનાવવાના દિવસો વહી ગયા છે. પહેલો P પ્રોડક્ટ નક્કી કરે છે ગ્રાહક. ગ્રાહકની જરૂરિયાતો, ગ્રાહકની સમસ્યાઓ ઉપર ઊંડો વિચાર કર્યા વિના પ્રોડક્ટ કે સર્વિસ ડિઝાઇન કરવાની મૂર્ખાઇ કરવા જેવી નથી.
માર્કેટિંગ મિક્ષનો ‘P’ ગ્રાહક માટે, ગ્રાહકની નજરમાં, કસ્ટમર વેલ્યુનો ‘C’ છે.
માર્કેટિંગ મિક્ષનો બીજો ‘P’ પ્રાઇસ ગ્રાહકની નજરમાં ‘કોસ્ટ’ છે-બીજો ‘C’.
ટ્રેનમાં મુસાફરી કરતા એ બાલ્દીમાંથી પાણી વેચનારને એક રૂપિયો આપવાને બદલે 10-15 રૂપિયા આપી ‘બ્રાન્ડેડ’ પાણી ખરીદે છે. રૂપિયો તો પ્રાઇસ છે, પણ એ પાણી પીને કાલે હોસ્પિટલમાં જવાની જે ‘કોસ્ટ’છે એ માટે એ સભાન છે. પચાસ હજારમાં બાયપાસ સર્જરી કરતા સર્જનને બદલે એ પાંચ લાખ ખંખેરી લે તો સર્જન પસંદ કરે છે. સસ્તી સર્જરીની ‘કોસ્ટ’ ઓપરેશન સક્સેસફુલ પેશન્ટ ડાઇડ ચૂકવવા એ તૈયાર નથી. ઘર બંધ કરી ગીરના જંગલમાં સિંહનું દર્શન કરવા જતા ગમનભાઇ, ગોદરેજના તાળાના રૂ. 500 ચૂકવશે સસ્તા તાળાની ‘કોસ્ટ’ ચોરીની રિસ્ક લેવા એ તૈયાર નથી. માર્કેટિંગ મિક્ષનો ત્રીજો ‘P’ પ્રમોશન-જાહેરખબર, સેલ્સપ્રમોશન, પબ્લિક રિલેશન્સ, ટેલિ માર્કેટિંગ-ગ્રાહકની નજરમાં ત્રીજો ‘C’ છે. કમ્યુનિકેશન.
લોભામણી જાહેરખબરથી એ આજે અંજાઇ જતો નથી. ‘એક ઉપર એક ફ્રી’ના સેલ્સ પ્રમોશનનો લાભ લેતા પહેલા એ પ્રોડક્ટની એક્ષ્સપાયરી ડેટ જુએ છે.
ચોથો ‘P’ પ્લેસ-કવરેજ, ડિસ્ટ્રીબ્યુશન ચેનલો, વેચાણ કેન્દ્રો, સર્વિસ, ગ્રાહકની નજરમાં કન્વિનિયન્સનો ‘C’ છે. જે જોઇએ છે તે સેટેલાઇટથી મળી રહેવું જોઇએ.
ચાર ‘P’ કંપનીની નજરે - ચાર ‘C’ ગ્રાહકની નજરે
⚫ પ્રોડક્ટ - કસ્ટમર વેલ્યુ
⚫ પ્રાઇસ - કોસ્ટ
⚫ પ્રમોશન - કમ્યુનિકેશન
⚫ પ્લેસ - કન્વિનિયન્સ
ચાર ‘P’ને બદલે ચાર ‘C’ની ભાષા બોલો. ⬛
[email protected]

X
Consumer-looking marketing

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી