Back કથા સરિતા
પ્રકાશ બિયાણી

પ્રકાશ બિયાણી

બિઝનેસ (પ્રકરણ - 42)
‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ એવા પ્રકાશ બિયાણી ભારતના આંત્રપ્રેનર્સ પર સતત અભ્યાસપૂર્ણ લેખો લખે છે.

ઓટો સ્પ્રિંગ્સની લીડર : જમના ઓટો ઇન્ડસ્ટ્રીઝ

  • પ્રકાશન તારીખ01 May 2019
  •  

હરિયાણાની જમના ઓટો ઇન્ડસ્ટ્રીઝ દુનિયાની બીજી સૌથી મોટી ઓટો સસ્પેન્શન સ્પ્રિંગ મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ કંપની દુનિયાના 25 દેશો માટે 50થી વધારે વાહન નિર્માતાઓને ઓટોમોટિવ પાર્ટ્સની નિકાસ કરે છે. ટાટા મોટર્સ, અશોક લીલેન્ડ, એશિયા મોટર વર્ક્સ (ભારત), સુઝુકી, યુડી મોટર્સ અને ટોયોટા (જાપાન), વોલ્વો (સ્વીડન), જનરલ મોટર્સ અને ફોર્ડ મોટર કંપની (અમેરિકા), ડૈમલર (જર્મની) વગેરે આ કંપનીના ગ્રાહકો છે.
દુનિયાની આ દિગ્ગજ ઓટોમોબાઇલ કંપનીઓના કોમર્શિયલ, સ્પોર્ટી, ટ્રેલર્સ અને એર સસ્પેન્શન સિસ્ટમ્સમાં જમના ઓટોની લીફ, કન્વેન્શનલ અને પેરાબોલિક સ્પ્રિંગ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારતના ટ્રક માર્કેટમાં જમના ઓટો 70 ટકા માર્કેટ શેરની સાથે લીડર છે.
સ્પ્રિંગ એવું જટિલ કમ્પોનન્ટ છે, જે વાહનની સેફ્ટી અને વજનને વહન કરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. જમના ઓટોએ દેશમાં પહેલીવાર પેરાબોલિક સ્પ્રિંગ બનાવીને ભારત સ્ટેજ-6 માપદંડોનાં હળવાં વાહનો બનાવવાનું સરળ કરી દીધું છે. 410થી વધારે પ્રકારની સ્પ્રિંગ્સ જમના ઓટો બનાવે છે. કંપનીના દેશનાં સાત રાજ્યોમાં 9 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ છે, જેનું આધુનિકીકરણ કરવાની સાથે કંપની પીથમપુર (ઇન્દૌર) અને જમશેદપુરની નજીક આદિત્યપુરમાં બે નવા પ્લાન્ટ્સ પણ સ્થાપી રહી છે. 80 વર્ષીય ભૂપેન્દ્રસિંહ જૌહર જમના ઓટોના સંસ્થાપક છે. જેમણે કંપનીનું સંચાલન પોતાના બે પુત્ર રણદીપસિંહ અને પ્રદીપસિંહ જૌહરને સોંપીને હવે નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે.
ઈ.સ. 1954માં ભૂપેન્દ્ર જૌહરે યમુનાનગરમાં એક નાનકડી દુકાનથી લીફ સ્પ્રિંગનો બિઝનેસ શરૂ કર્યો હતો. 1965માં આ બિઝનેસ કંપનીમાં તબદીલ થયો. 1966માં હરિયાણા રાજ્ય બન્યું તો ભૂપેન્દ્રસિંહ જૌહરે દેશના જાણીતા હરિયાણવી ઉદ્યોગપતિ બની ગયા, જેમણે હરિયાણા ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના કરી અને 9 વર્ષ સુધી પ્રેસિડેન્ટ રહ્યા. રાજનીતિ, શિક્ષણ અને સ્પોર્ટ્સમાં પણ તેમણે ખૂબ નામના મેળવી. ભૂપેન્દ્રસિંહ જૌહરના પુત્ર રણદીપસિંહે દૂન સ્કૂલમાંથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું અને કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી મેળવી. ઈ.સ. 1985માં તેઓ પિતાના કારોબારી સહયોગી બન્યા ત્યારે મારુતિ સુઝુકી મારુતી-800 અને જિપ્સી બનાવી રહી હતી અને તેમને પેરાબોલિક સ્પ્રિંગ્સ જોઈતી હતી. જમના ઓટોએ પોતાની પેરાબોલિક સ્પ્રિંગ પરીક્ષણ માટે મોકલી, જે પસંદ કરી લેવામાં આવી. ત્યારબાદ ડીસીએમ, ટોયોટા, સ્વરાજ મજ્દા, નિસાન, આઇસર, મિત્સુબિશી પણ જમના ઓટોમાંથી કમ્પોનન્ટ્સની ખરીદી કરવા લાગ્યા, પછી જમના ઓટોએ પાછું વળીને નથી જોયું.
2006માં રણધીરસિંહ જૌહર કંપનીના સીઇઓ અને 2016માં વાઇસ ચેરમેન બન્યા. 6 કરોડનો કારોબાર કરનારી સિંગલ લોકેશન અને સિંગલ પ્રોડક્ટવાળી જમના ઓટોને તેમણે મલ્ટિ પ્રોડક્ટ અને મલ્ટિ લોકેશન કેમ્પ બનાવ્યું. તેમણે અમેરિકાની રાઇડ વેલ કોર્પોરેશન સાથે એર સસ્પેન્શન અને લિફ્ટ એક્સેલ્સ માટે ટેક્નિકલ જોડાણ કર્યું. જમના ઓટો હવે સંપૂર્ણ સસ્પેન્શન સિસ્ટમ્સ પણ બનવા લાગી છે, જેમાં 60 આઇટમ્સ હોય છે. આ બધાનું શુભ ફળ એ છે કે જમના ઓટોએ નાણાકીય વર્ષ 2018માં 1738 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે.
પડતર પર નિયંત્રણ રાખો એ રણદીપસિંહ અને પ્રદીપસિંહ જૌહરની બિઝનેસ સ્ટ્રેટેજી છે. અન્ય નિર્માતાઓ કમ્પોનન્ટની આયાત કરે છે જ્યારે જમના ઓટો તેને ઇનહાઉસ ડિઝાઇન કરે છે અને દેશમાં જ બનાવે છે. જીએસટીથી જમના ઓટોને ફાયદો થયો છે. તેના પહેલાં અન્ય પ્રતિસ્પર્ધી કંપનીઓ કર ચૂકવતી નહોતી, હવે બધાએ કર ચૂકવવો પડે છે. જૌહર બંધુઓ સાથે કામ કરી ચૂકેલા લોકો કહે છે કે રણદીપસિંહ જૌહર સંબંધો બનાવવામાં, તો પ્રદીપસિંહ જૌહર મેનેજમેન્ટમાં માહેર છે. તે બંનેનો તાલમેલ જમના ઓટોની સફળતાનો મૂળ મંત્ર છે. રણદીપસિંહ જૌહરે નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ટ્રેપ શૂટિંગમાં રજત અને કાંસ્યપદક જીત્યો છે. બોડી બિલ્ડિંગ એસોસિયેશન હરિયાણાના પ્રેસિડેન્ટ તરીકે તેમણે બોડી બિલ્ડિંગને પ્રમોટ કર્યું છે.

[email protected]

x
રદ કરો
TOP