સ્ટ્રેટેજી & સક્સેસ- પ્રકાશ બિયાણી / ખેડૂત પરિવારની મહિલાનું સાહસ એટલે વરુણ એગ્રો

article by prakashbiyani

Divyabhaskar.com

Aug 08, 2019, 05:31 PM IST

સ્ટ્રેટેજી & સક્સેસ- પ્રકાશ બિયાણી
કૃષિ ક્ષેત્રમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દશકાઓથી થઈ રહ્યું હતું, પણ આપણા દેશમાં તાજેતરમાં જ તેનું ચલણ વધી રહ્યું છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂત અને તેની ઉપજને ખરીદનાર વચ્ચે એક કોન્ટ્રાક્ટ હોય છે. ખેડૂત પૂર્વ નિર્ધારિત કિંમતે પોતાની ઉપજ ખરીદદારને વેચવાની સહમતી આપે છે. મોડર્ન કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખરીદદાર ખેડૂતને ઈનપુટ્સ (હાયબ્રિડ બીજ, ખાતર અને પેસ્ટિસાઈડ્સ વગેરે) તેમજ માટી પરીક્ષણ, ડ્રિપ ઈરિગેશન સુવિધા અને અન્ય તકનીકી મદદ પણ પૂરી પાડે છે. જેથી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે. ખેડૂતોની આવક વધે અને ખરીદદારને વધારે કાચો માલ મળે.
હિન્દુસ્તાન યુનિલિવર માટે નાસિકમાં ટામેટાંનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરનારા ખેડૂતોની કમાણી ચાર ગણી વધી છે અને હવે ફ્રૂટ્સ પ્રોસેસિંગ પણ થવા લાગ્યું છે. નાસિકમાં ટામેટો પેસ્ટ અને મેંગો, નારંગી વગેરે ફ્રૂટ્સ પલ્પ પ્રોસેસિંગ કરનારી કંપની છે વરુણ એગ્રો પ્રોસેસિંગ ફૂડ્સ પ્રા.લિ.
શશિકાન્ત રામનાથ ધાત્રક અને તેમની ઈલેક્ટ્રિકલ એન્જિનિયર પત્ની મનીષા ધાત્રક વરુણ એગ્રોના સંસ્થાપક છે. શશિકાંત દ્રાક્ષની ખેતી કરતા હતા. મનીષાએ જોયું કે નાસિકથી 200 કિલોમીટરની પરિધિમાં ટામેટાં, કેરી, દ્રાક્ષ વગેરેની ખૂબ ખેતી થઈ રહી છે, પણ અહીં અત્યાધુનિક ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ નથી. તેમણે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવ્યો, બેંક્સ અને સરકારી કચેરીઓમાંથી લાઈસન્સ મેળવ્યાં અને ફૂડ પ્રોસેસિંગના લેટેસ્ટ ઉપકરણ શોધવાનું શરૂ કર્યું. આ માટે તેઓ દુનિયાના ઘણા દેશોમાં ગયા અને છેલ્લે તેમણે ઈટાલીની રોસ્સી કેટેલ્લીમાંથી ફ્રૂટ પ્રોસેસિંગ ઉપકરણ ખરીદ્યાં. પોતાના એન્જિનિયરિંગ જ્ઞાનથી મનીષાએ પોતે જ તેનું ઈન્સ્ટોલેશન કર્યું. આ પ્રોજેક્ટ પર 40 કરોડ રૂપિયાનું રોકાણ કર્યા પછી તેમણે હિન્દુસ્તાન યુનિલિવરને એક ઈ-મેઇલ મોકલ્યો. મનીષાને કંપની તરફથી સહમતી મળી તો તેઓ ટોમેટો જેમ અને કેચઅપ માટે નાસિકમાં ટોમેટો પેસ્ટનું પ્રોસેસિંગ કરવા લાગ્યા.
આજે મનીષા ધાત્રક દેશની પહેલી મહિલા ઉદ્યમી છે જેમના મહારાષ્ટ્રમાં સો ટકા ઓટોમેટિક ફ્રૂટ પ્રોસેસિંગ યુનિટ છે. તેની ક્ષમતા 350 મેટ્રિક ટન ટામેટાં અને 250 મેટ્રિક ટન મેંગો પ્રતિ દિવસની પ્રોસેસિંગ ક્ષમતા છે. કંપની ઈનહાઉસ માઈક્રોલેબ ધરાવે છે, જે પ્રોડક્ટ્સની ક્વોલિટી ચેક કરે છે.
નાસિક જિલ્લાના ડિંડોરી અને પેઠ તાલુકામાં 1200 એકર જમીન પર 650થી વધારે ખેડૂતો વરુણ એગ્રો માટે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવી રહ્યા છે. ખેડૂત સીધા કંપનીના કલેક્શન સેન્ટરને પોતાની ઉપજ સપ્લાય કરે છે. તેમને ત્રીજા દિવસે ચુકવણી થઈ જાય છે. વરુણ એગ્રોએ હિન્દુસ્તાન યુનિલિવર સિવાય પેસ્ટિસાઈડ્સ બનાવનારી બાયર ક્રોપ સાયન્સ સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે, જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરનારા ખેડૂતોને પેસ્ટિસાઈડ્સ સ્પ્રે કરવાની ટ્રેનિંગ આપે છે. ટોમેટો કેચઅપ, રેડ અને ગ્રીન ચિલી સોસ, વ્હાઈટ અને બ્લેક વિનેગર વગેરે વરુણ ફૂડ્સનાં મુખ્ય ઉત્પાદનો છે. વરુણ એગ્રો આજે ફ્રૂટ પલ્પ, ટોમેટો પેસ્ટ અને ટોમેટો કેચઅપની અગ્રણી મેન્યુફેક્ચરર અને સપ્લાયર છે. ઝીરો ડિફેક્ટ્સ અને સો ટકા ક્વોલિટીની ગેરંટીને કારણે તેનાં ઉત્પાદનો દુનિયાના ઘણા દેશોમાં પહોંચી રહ્યા છે. કંપનીના એક્સપોર્ટ યુનિટ સનરાઈઝ એક્સપોર્ટની કોલ્ડ સ્ટોર ક્ષમતા 1000 મેટ્રિક ટન છે. આ કંપની નેધરલેન્ડ અને જર્મનીને ફ્રેશ દ્રાક્ષની નિકાસ કરે છે. મનીષા ધાત્રક ખેડૂત પરિવારની ફર્સ્ટ જનરેશન મહિલા ઉદ્યમી છે, જેમણે એક લઘુ ઉદ્યોગને દેશની જાણીતી બ્રાન્ડ્સના સૌથી મોટા પ્રોસેસિંગ યુનિટમાં બદલ્યો છે. તેમણે ખેડૂતો-મહિલાઓને રોજગારી આપી છે અને આવક વધારી છે.
[email protected]

X
article by prakashbiyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી