Back કથા સરિતા
પ્રકાશ બિયાણી

પ્રકાશ બિયાણી

બિઝનેસ (પ્રકરણ - 42)
‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ એવા પ્રકાશ બિયાણી ભારતના આંત્રપ્રેનર્સ પર સતત અભ્યાસપૂર્ણ લેખો લખે છે.

આઈટીની રેડ ટર્નિંગ પોઇન્ટ પુરવાર થઈ : દીપક દરયાની

  • પ્રકાશન તારીખ01 Jan 2020
  •  
સ્ટ્રેટેજી & સક્સેસ- પ્રકાશ બિયાણી
ઈ.સ. 1984માં દીપક દરયાની 140 ચોરસ ફૂટના જે જનતા ફ્લેટમાં રહેતા હતા ત્યાં તેમની માતા અને બહેન ચોકલેટ્સ બનાવતાં. સાઈકલ પર દોડીને 12 કિલો ચોકલેટ વેચવા બદલ દીપકને માતા પાસેથી રોજ બે રૂપિયા મળતા. આજે આશા કન્ફેક્શનરી, ઈન્દૌર 4 લાખ ચોરસ ફૂટની ફેક્ટરીમાં કન્ફેક્શનરી બનાવે છે. ભારત સહિત યેમેન, અફઘાનિસ્તાન, ઈરાન, નેપાળ અને શ્રીલંકામાં SR 25 બ્રાન્ડ નેમથી 70થી વધારે કન્ફેક્શનરી ઉત્પાદન વેચીને 400 કરોડ રૂપિયાનો કારોબાર કરી રહી છે. 1200 લોકોને રોજગાર આપનારી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર દીપક દરયાનીના રોલમોડેલ તેમનાં માતા આશા દરયાની છે, જેઓ કંપનીના ચેરપર્સન પણ છે.
આશા દરયાની નહોતા ઇચ્છતા કે તેમના પુત્ર નિમ્ન મધ્યમવર્ગનું જીવન જીવે. તેથી તેમણે તેને 9 વર્ષની ઉંમરમાં જ ઉદ્યમી બનાવી દીધો. દીપક દરયાનીના પિતા સ્વ. સુંદરદાસ દરયાની માવો અને ખાંડ લાવતા હતા, જેમાંથી કડાઈમાં આશાજી અને તેમની દીકરી રોજ 10થી 12 કિલો ચોકલેટ બનાવતાં હતાં. દીપકની જવાબદારી એ તૈયાર કરેલી ચોકલેટ વેચવાની હતી. એક દિવસમાં 600થી 1000 રૂપિયાની રોજ ચોકલેટ્સ વેચાવા લાગી તો તેમની માતાએ બચત કરીને એક નાનું ઓટો સેશે (પાઉચ) મશીન ખરીદી લીધું. 2001માં તેમણે હિન્દુસ્તાન યુનિલિવરનો ઈમ્પોર્ટેડ જૂનો જેલી પ્લાન્ટ ખરીદ્યો.
દીપક દરયાનીના બિઝનેસ કરિયરનો ટર્નિંગ પોઈન્ટ ઈન્કમ ટેક્સ રેડથી આવ્યો. 2012 સુધી તેઓ સિસ્ટમ વગર અને કોઈ પણ પ્રકારના હિસાબકિતાબ વગર કન્ફેક્શનરી બનાવી રહ્યા હતા. આઈટી અધિકારીએ તેમને સમજાવ્યું કે બિઝનેસ સિસ્ટમથી કરો. પોતાની કમાણીમાં કર્મચારી અને સરકારને પાર્ટનર બનાવો. ત્યારબાદ દીપક દરયાનીએ મેન્યુફેક્ચરિંગ, પેકેજિંગ, ક્વોલિટી ટેસ્ટિંગ, રિસર્ચ, વેરહાઉસ, એડમિનિસ્ટ્રેશન અને એકાઉન્ટ્સ એમ અલગ-અલગ ડિપાર્ટમેન્ટ્સ બનાવ્યા. દેશમાં આજે ઘણા લોકો ચોકલેટ, બિસ્કિટ અને કેક બનાવી રહ્યા છે, પણ ભારતની કોઈ પણ કન્ફેક્શનરીમાં એક જ છત નીચે 70 જેટલી પ્રોડક્ટ નથી બની રહી. આ ઉત્પાદનો જ નહીં, તેનો સ્વાદ પણ ભારતીય છે. જેમાંથી કેટલીક એક્સક્લુસિવ છે. જેમ કે, એગ્રો બેસ્ટ કોકોનટ કેન્ડી. આ કેન્ડી એટલી લોકપ્રિય છે કે કંપનીએ તેના માટે રોજ 5-6 ટન કોપરાનું ક્રશિંગ કરવું પડે છે. પ્રોડક્ટ હાઇજેનિક બને તેના માટે કંપનીમાં પાર્લર પણ છે. જ્યાં કર્મચારીઓને સ્વચ્છ-સાફ રહેવા માટેની બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. મહિલા કર્મચારીઓને દર મહિને એક સેનેટરી પેડનું પેક નિ:શુલ્ક મળે છે. કેન્ટિનમાં સ્ટાફને ફ્રીમાં ભોજન મળે છે. આશા કન્ફેક્શનરીને આઈએસઓ જેવાં ઘણાં ક્વોલિટી સર્ટિફિકેટ મળ્યાં છે.
કાશ્મીરમાંથી અનુચ્છેદ (કમલ) 370 દૂર થયા પછી દીપક દરયાનીની કાશ્મીરમાં સફરજનની છાલમાંથી પેક્ટિન બનાવવાની ઇચ્છા છે. પેક્ટિન એક પ્રકારનું વેજિટેબલ જેલ છે જે ગમ જેવું ઘટ્ટ હોય છે. કન્ફેક્શનરી જેલ, સોફ્ટ ડ્રિંક અને બિયરને ઘટ્ટ કરવામાં તેનો ઉપયોગ થાય છે. પ્રધાનમંત્રી કાર્યાલયે તેમના આ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપી દીધી છે. દીપકનું સ્વપ્ન સાકાર થયું તો તેઓ દેશમાં પહેલીવાર પેક્ટિન બનાવશે, જેને અત્યારે દુનિયાભરમાં માત્ર ચાર કંપની જ બનાવી રહી છે.
[email protected]
x
રદ કરો

કલમ

TOP