Back કથા સરિતા
પ્રકાશ બિયાણી

પ્રકાશ બિયાણી

બિઝનેસ (પ્રકરણ - 42)
‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ એવા પ્રકાશ બિયાણી ભારતના આંત્રપ્રેનર્સ પર સતત અભ્યાસપૂર્ણ લેખો લખે છે.

સમુદ્ર થકી સંપન્નતા પ્રાપ્ત કરનારા શશિ કિરણ શેટ્ટી

  • પ્રકાશન તારીખ28 Aug 2019
  •  

સ્ટ્રેટેજી & સક્સેસ- પ્રકાશ બિયાણી
1991માં
તત્કાલીન નાણામંત્રી ડો. મનમોહનસિંહે આર્થિક પ્રતિબંધ દૂર કરીને લોકલની સાથે ગ્લોબલ સ્ટેજ પર બિઝનેસની ઘણી નવી સંભાવના પેદા કરી હતી. 2017માં મોદી સરકારે જીએસટી લાગુ કરીને બિઝનેસ કરવાની રીતભાત જ બદલી નાખી છે. આ બંને થકી લાભ મેળવનારી દેશની સૌથી મોટી શિપિંગ કંપની અવશ્યા ગ્રૂપની ઓલકાર્ગો લોજિસ્ટિક્સ લિ. છે. આર્થિક પ્રતિબંધ દૂર થયાનાં બે વર્ષ પછી શશિ કિરણ શેટ્ટીએ ઓલકાર્ગો લોજિસ્ટિક્સની સ્થાપના કરી હતી. તેમની આશાથી વિપરીત 2003માં કંપનીએ 1 હજાર કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો. 2019માં તે 6 હજાર કરોડ રૂપિયાથી વધારેનો થઈ ગયો છે. હવે શશિને આશા છે કે 2020માં કંપનીનું ટર્નઓવર બમણું થઈ જશે. રસપ્રદ વાત એ છે કે બિઝનેસવર્લ્ડમાં ઝડપથી દોડવા છતાં શશિ લો પ્રોફાઈલ ઉદ્યમી રહ્યા છે. 2014માં તેમણે સ્વ. રાજેશ ખન્નાનો બાન્દ્રા, મુંબઈસ્થિત બંગલો ખરીદ્યો ત્યારે મીડિયાએ તેમના બિઝનેસની સફળતાની ચર્ચા કરેલી.
શશિ કિરણ શેટ્ટી મેંગલુરુના નાનકડા ટાઉન બંટવાલમાં 1959માં જન્મ્યા હતા. તેમના પિતા રાઈસ અને ઓઈલ મિલના માલિક હતા.શશિએ વેંકટરમણ સ્વામી કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી, ત્યારે પિતાને આશા હતી કે દીકરો બિઝનેસમાં મદદરૂપ બનશે, પણ શશિને તો ઊંચે ઊડવું હતું અને તેના માટે ગામ નાનું લાગતું હતું. તેથી તેઓ મુંબઈ આવી ગયા. અહીં તેમણે 5 વર્ષ સુધી ઈન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ, ટ્રેડિંગ સિસ્ટમ પ્રા. લિ. અને ફોર્બ્સ ગોકાકમાં નોકરી કરી. આ નોકરી દરમિયાન શિપ્સ પર ઈમ્પોર્ટેડ સ્કોચની સાથે સાંજ પસાર થતી હતી, પરંતુ શશિ કિરણ શેટ્ટીએ 1978માં આ લક્ઝરી લાઇફને બાય બાય કહી દીધું. તેમણે 25 વર્ષની ઉંમરમાં 25 હજાર રૂપિયાની સીડ કેપિટલથી એક કાર્ગો કંપની ટ્રાન્સ ઈન્ડિયા ફ્રેટ સર્વિસીસ બનાવી. 1992માં તેમણે દેશની પહેલી એલસીએલ કાર્ગો કંપનીમાં તબદીલ કરી અને ઓલકાર્ગો ગ્લોબલ લોજિસ્ટિક્સ નામકરણ કર્યું.
શશિએ ત્યારબાદ સમજી વિચારીને રણનીતિની સાથે સૌથી પહેલાં વિશ્વસનીય સાથીદારોની ટીમ બનાવી. તેમના ભાઈ ઉમેશ પણ જોડાયા. 1995માં સરકારે ખરડો પસાર કરીને તે કંપનીઓને પણ સમુદ્રમાં ગુડ્સ પરિવહનની રજિસ્ટર્ડ કરિયર બનાવી દીધી જેમની પાસે પોતાનાં વહાણ નહોતાં. બીજાનાં વહાણોથી કાર્ગો સેવા ઉપલબ્ધ કરાવવાની નોંધણી શરૂ થઈ તો ઓલકાર્ગો લોજિસ્ટિક્સ દુનિયાની બીજી સૌથી મોટી બિલ્જિયમની એલસીએલ ફર્મ ઈસીયુની એજન્ટ બની ગઈ. 2005માં શશિએ જ્યારે ઈસીયુને ખરીદી ત્યારે તેનો બિઝનેસ ઓલકાર્ગો લોજિસ્ટિક્સથી પાંચ ગણો વધારે હતો. આ ટેકઓવર પછી ઓલકાર્ગો લોજિસ્ટિક્સ ગ્લોબલ કાર્ગો શિપિંગ કંપની બની ગઈ, જેના આજે 90 દેશોમાં 4500 કર્મચારી છે. કોન્ટ્રાક્ટ લેબર સહિત કંપની દ્વારા 8500 લોકોને રોજગાર મળી રહ્યો છે. જેમાંથી 40 ટકા તો મહિલાઓ જ છે. શશિ કિરણ શેટ્ટીએ એક ડઝનથી વધારે કંપનીઓને ટેકઓવર કરીને ઓલકાર્ગો લોજિસ્ટિક્સને બિલિયન ડોલર કંપની બનાવી દીધી છે.
શશિને બેલ્જિયન કિંગે સર્વોચ્ચ સિવિલિયન સન્માન કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ લિયોપોલ્ડથી નવાજ્યા છે. 2015માં ગ્લોબલ ફ્રેટ એવોર્ડ્સમાં તેમને લાઈફ ટાઈમ કોન્ટ્રિબ્યુશન માટે સન્માન મળ્યું છે. આવા ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત શશિ કિરણ શેટ્ટીએ ખારઘર, નવી મુંબઈમાં ઈસ્કોન મંદિરના નિર્માણમાં પણ પોતાનો સહયોગ આપ્યો હતો. તેમનું કહેવું છે કે ‘અધ્યાત્મ તમારી આસપાસ થનારી ઘટનાઓના દુષ્પ્રભાવથી તેમને બચાવી લે છે. વિચાર સ્પષ્ટ બને છે અને તમે ખુશ રહો છો.’ 60 વર્ષેય યુવાન લાગે છે.
[email protected]

x
રદ કરો
TOP