Back કથા સરિતા
પ્રકાશ બિયાણી

પ્રકાશ બિયાણી

બિઝનેસ (પ્રકરણ - 42)
‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ એવા પ્રકાશ બિયાણી ભારતના આંત્રપ્રેનર્સ પર સતત અભ્યાસપૂર્ણ લેખો લખે છે.

ઈંટનો જવાબ એસીસીથી આપનારા સૌરભ બંસલ

  • પ્રકાશન તારીખ12 Dec 2019
  •  
સ્ટ્રેટેજી & સક્સેસ પ્રકાશ બિયાણી
કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં ટેક્નિકલ ફેરફારમાં આપણે હજુ પણ પછાત છીએ. આપણા દેશમાં સદીઓથી ઈંટોને જોડીને મકાન બની રહ્યાં છે. જ્યારે ઓટોક્લેવ એરેટેડ કોંક્રીટ(એસીસી)ને જોડવામાં સમય, શ્રમ અને પૈસા બચે છે. એસીસી પર્યાવરણનું રક્ષક પણ છે. મેજિક્રેટ બિલ્ડિંગ સોલ્યુશન્સ પ્રા.લિ. દેશની પહેલી કંપની છે, જેણે લાઈટવેટ એસીસી બ્લોક્સને માસ પ્રોડક્ટ બનાવી છે. ઘણા એવોર્ડ સહિત 2018માં રિયલ એસ્ટેટના ‘ગુજરાત બેસ્ટ બ્રાન્ડ’થી નવાજવામાં આવેલા મેજિક્રેટના સંસ્થાપક બે આઈઆઈટિયન સૌરભ બંસલ તથા સિદ્ધાર્થ બંસલ અને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પુનિત મિત્તલ છે. સૌરભ બંસલના પિતા બિમલ બંસલ સુરતથી ઈન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરર્સને કેમિકલ્સ અને મિનરલ્સ સપ્લાય કરતા હતા. પોતાના પિતાની કંપની ‘રો એજ’ના નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સૌરભ એક દિવસ એ જાણીને આશ્ચર્ય પામ્યા કે બ્રિક્સ અને બ્લોક્સ બનાવનારી કંપની મોટા પ્રમાણમાં લાઈમ ખરીદે છે. આવું શા માટે? તેનો જવાબ મળ્યો કે એસીસી ઈંટોથી વધારે મજબૂત અને સસ્તો વિકલ્પ છે, પણ તેનો કન્સ્ટ્રક્શનમાં ઉપયોગ બહુ ઓછો થઈ રહ્યો છે.
સૌરભ બંસલે પોતાના જેવા જ યુવા ટેક્નોક્રેટ મિત્રોની સાથે 2008માં એસીસી ફ્લાય એશ બ્લોક બનાવવા માટે મેજિક્રેટની સ્થાપના કરી. એન્જલ ઈન્વેસ્ટર રાજેશ પોદ્દારે તેમના આ સ્ટાર્ટઅપમાં 20 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. પછી મેજિક્રેટના સંસ્થાપકોએ ચીનથી એસીસી બ્લોક બનાવવાની ટેક્નિક મેળવી. 2009માં મેજિક્રેટે સુરત પ્લાન્ટમાંથી એસીસી બ્લોક્સ બનાવવાનું શરૂ કર્યું. ત્રણ વર્ષમાં જ આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 4 લાખ ક્યુબિક મીટર થઈ ગઈ અને તે દેશનો સૌથી મોટો સિંગલ લોકેશન એસીસી પ્લાન્ટ બની ગયો. 2014માં મેજિક્રેટે મોર્ટર અને ટાઈલ એડેસિવ મેજિક પ્લાસ્ટ રેડી મિક્સ અને પુટ્ટી પ્લસ લોન્ચ કર્યા. ત્યારબાદ મેજિક્રેટે બે હજાર ચોરસ ફૂટનો પ્રિકાસ્ટ વિલા સાત દિવસમાં બનાવી દીધો. સ્વચ્છ ભારત યોજના અંતર્ગત ટીસીએસ માટે આંધ્રમાં 1200 ટોઈલેટ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભિલાઈમાં 252 ઘર બનાવ્યાં અને રાંચીમાં એક વર્ષમાં એક હજાર મકાન બનાવ્યાં, તો આવાસ અને શહેરી મંત્રાલયે મેજિક્રેટને ગ્લોબલ હાઉસિંગ ચેલેન્જ વિજેતા જાહેર કરી.
મેજિક્રેટ બિલ્ડિંગ સોલ્યુશન્સના આજે સુરત અને દિલ્હી-એનસીઆરમાં 8 લાખ ક્યુબિક મીટરની ક્ષમતાવાળા ત્રણ એસીસી બ્લોક્સ પ્લાન્ટ્સ છે. દેશનાં 14 રાજ્યોનાં 30 શહેરોમાં 2000થી વધારે રિટેલ આઉટલેટ્સ છે. દેશની ટોપ થ્રી એસીસી બ્લોક્સ કંપનીઓમાંથી એક એવી મેજિક્રેટના ગ્રાહક એલએન્ડટી, ટાટા હાઉસિંગ, રિલાયન્સ, અદાણી ગ્રૂપ, શાપુર પાલોનજી ગ્રૂપ, કલ્પતરુ અને ઇન્ડિયા બુલ્સ છે, જે મહાનગરોમાં એસીસી બ્લોક્સનો ઉપયોગ કરીને કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ઈંટો કરતાં એક તૃતીયાંશ વજન ઓછું હોવાથી એસીસી બ્લોક્સ સૌથી હલકું વોલ મટીરિયલ છે. લાઈમ, સિમેન્ટ અને ફ્લાયએશ પર એલ્યુમિનિયમ અને હાઈડ્રોજન ગેસનું રિએક્શન તથા ઓટો ક્લેવથી હાઈ પ્રેશર સ્ટીમથી સૂકવવાને કારણે સ્ટ્રોંગ હનીકોમ્બ જેવી સંરચના જેવું મજબૂત સ્ટ્રક્ચર બનાવે છે. અવાજ, પાણી, ભૂકંપ અને ફાયર પ્રતિરોધક ક્ષમતા એસીસી બ્લોક્સની વધારાની ખૂબીઓ છે. થર્મલ ઈન્સ્યુલેટેડ હોવાથી એસીનો ખર્ચ પણ ઘટાડે છે. વોલિંગ એક્સપર્ટ મેજિક્રેટ બ્રાન્ડના યુવા ટેક્નોક્રેટ્સ એ બાબતના દૃષ્ટાંત છે કે જોશ, હિંમત અને ઝનૂન હોય તો સદીઓ જૂની ટેક્નિકને પણ બદલી શકાય છે. [email protected]
x
રદ કરો
TOP