સ્ટ્રેટેજી & સક્સેસ- પ્રકાશ બિયાણી / સમયોચિત નિર્ણય, શ્રેષ્ઠ પરિણામ: વિક્રમ સોમાણી  

article by prakash biyani

Divyabhaskar.com

Nov 28, 2019, 11:27 AM IST
સ્ટ્રેટેજી & સક્સેસ- પ્રકાશ બિયાણી
‘ચટ્ટાન નથી રડતી, પિતા પણ નહીં.’ સેરા સેનેટરી વેરના સંસ્થાપક ચેરમેન વિક્રમ સોમાણીએ આ કથનને ચરિતાર્થ કર્યું છે. સેરાને દેશની ત્રીજી સૌથી મોટી સેનેટરી વેર કંપની બનાવનારા એકના એક 31 વર્ષીય પુત્ર વિદૂષ સોમાણીનું ઓગસ્ટ 2012માં નિધન થયું. આ અસહ્ય અંગત ખોટ બિઝનેસને નુકસાન ન પહોંચાડે એટલા માટે વિક્રમ સોમાણીએ ધૈર્ય ન ગુમાવ્યું. 2009માં રિટાયર્ડ થઈ ચૂકેલા એસ.સી. કોઠારીને તાત્કાલિક રિઝાઈન કરાવ્યું અને કંપનીના સીઈઓ બનાવી દીધા. પોતાની પુત્રી દીપશિખા ખેતાનને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરીને કંપનીની વાઈસ ચેરમેન બનાવી અને કહ્યું કે તે બિઝનેસને સમજે. વિક્રમ સોમાણીના આ ધૈર્યને કારણે સેરાનો ગ્રોથ અટક્યો નહીં. કંપનીએ 2012માં આશરે 500 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો, જે હવે 1343 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. કંપનીના શેરનું મૂલ્ય 10 ગણું વધીને 2500 રૂપિયાથી વધારે થઈ ગયું છે. 1960માં વિક્રમ સોમાણીના પિતાએ ભાઈઓ સાથે મળીને હિન્દુસ્તાન સેનેટરી વેરની સ્થાપના કરી હતી. પારિવારિક વહેંચણીમાં આ કંપની વિક્રમ સોમાણીના કઝિન્સને મળી અને તેમના ભાગે આવી વેજિટેબલ ઓઈલ બનાવનારી મધુસૂદન ઈન્ડસ્ટ્રીઝ. 1978માં એક સરકારી પ્રતિનિધિ મંડળ સાથે વિક્રમ સોમાણીની મુલાકાત થઈ અને તેમણે કડીમાં (ગુજરાત) સેનેટરી વેર મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના કરવાના એમઓયુ પર સહી કરી. ત્યારબાદ મધુસૂદન ઈન્ડસ્ટ્રી સેનેટરી વેર પણ બનાવવા લાગી.
વિક્રમ સોમાણીએ સમજી-વિચારીને તૈયાર કરેલી રણનીતિ સાથે સેનેટરી વેર માર્કેટમાં એન્ટ્રી લીધી. તેમણે હિન્દુસ્તાન સેનેટરી વેરના અનુભવી પૂર્વ કર્મચારીઓને સેરામાં મહત્ત્વની જવાબદારીઓ સોંપી. સેરાનો પ્લાન્ટ ઓઈલ ફિલ્ડની નજીક સ્થાપ્યો, જેથી ફ્યુઅલ સસ્તું મળે, જે સેનેટરી વેર મેન્યુફેક્ચરિંગનો મોટો ખર્ચ છે. સેરાનાં ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસારના હોય તે માટે વિક્રમ સોમાણીએ ક્રિએટિવ ડિઝાઈન અને વેચાણ પછીની સેવાઓ પર ફોકસ કર્યું. 1980ના દશકામાં તેમણે દેશમાં પહેલીવાર કલરફુલ સેનેટરી વેર લોન્ચ કર્યા જેના વિજ્ઞાપનની ટેગલાઈન હતી - ‘યોર બાથરૂમ ઈઝ અ રૂમ ટૂ.’ 2011માં વિક્રમ સોમાણીએ કોમોડિટી બિઝનેસ છોડ્યો અને મધુસૂદન ઇન્ડસ્ટ્રીનું નામકરણ ‘સેરા સેનેટરી વેર’ કર્યું.
વિદૂષ સોમાણી કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બન્યા તો તેમણે કસ્ટમર, કોમ્પિટિશન અને ચેઇન્જ પર ફોકસ કરીને કંપનીનું ટર્નઓવર દર વર્ષે 20થી 25 ટકા વધાર્યું. તેમણે સેરાને સેનેટરી વેરમાંથી બાથરૂમ સોલ્યુશન્સ કંપની બનાવી. 1 હજાર ડિસ્ટ્રિબ્યૂટર્સ અને 10 હજાર રિટેલર્સનું રાષ્ટ્રીય નેટવર્ક બનાવ્યું. તેઓ સેરાને ટોટલ હોમ સોલ્યુશન્સ કંપની બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા કે તેવામાં જ તેમનું નિધન થઈ ગયું, પણ સેરા ન તો થાકી કે ન તો રોકાઈ.
સેરા સેનેટરી વેર આજે વિટ્રિફાઈડ ટાઈલ્સ અને ફોસ્ટ વેર (નળ વગેરે) પણ બનાવે છે. કંપનીનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગુજરાતમાં છે, પણ ઉત્પાદનોના કુલ વેચાણમાં દક્ષિણ ભારતનો હિસ્સો 40 ટકા જેટલો છે. તેથી જ વિક્રમ સોમાણી અંજની ટાઈલ્સની સાથે આંધ્રપ્રદેશની નવી રાજધાની અમરાવતીમાં પણ સેરા બ્રાન્ડ વિટ્રિફાઈડ ટાઈલ્સ બનાવવા લાગ્યા. વિક્રમ સોમાણી જાહેરખબરો પર ખર્ચ કરવામાં માને છે. તેમણે દેશનાં મુખ્ય શહેરોમાં સ્ટાઈલ સ્ટુડિયો ખોલ્યા છે અને સોનમ કપૂરને સેરા સેનેટરી વેરની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે.
[email protected]
X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી