વાસ્તુિનર્માણ - મયંક રાવલ / વાસ્તુની હકારાત્મકતા આપે સુંદરતા

article by mayank raval

Divyabhaskar.com

Jul 12, 2019, 07:00 PM IST

- વાસ્તુિનર્માણ - મયંક રાવલ
એક બહેન રિટાયર થયા બાદ જિમમાં જવાનું વિચારતા હતા અને એનું કારણ હતું. હવે કોઈ ચિંતા નથી તો મનગમતું જીવન ન જીવીએ? જો બધાજ આવું વિચારે તો? આવું વિચારવા માટે યુવાન હૃદય જોઈએ અને યુવાન હૃદયને જોઈએ હકારાત્મક ઉર્જા. ઉર્જાનું વિજ્ઞાન એટલે વાસ્તુ વિજ્ઞાન.
જો ઇશાનનો ત્રિકોણ હકારાત્મક હોય તો વ્યક્તિની ઉંમર તેની સાચી ઉંમર કરતા ઓછી દેખાય તેવું બને. આપણે ઘણા પરિવારો જોઈએ છીએ કે જે બધા જ આ વ્યાખ્યામાં આવી જતા હોય. તેનું મુખ્ય કારણ છે તેઓ એકસમાન ઉર્જામાં રહેતા હોય છે. જે વ્યક્તિની ઉર્જા હકારાત્મક હોય છે તેઓ પોતાની ઉંમર કરતા ઘણા નાના દેખાતા હોય છે. એક સામાન્ય પ્રકારની નિર્દોષતા પણ તેમના ચહેરા પર હોય છે.વાસ્તુ નિયમોની હકારાત્મકતા માનવીને સુંદર પણ બનાવી શકે છે. અમુક નારી લગ્ન પહેલા નાની દેખાતી હોય અને સાસરે ગયા પછી તેની ઉંમર દેખાવા લાગે તેવું પણ બને અને તેનાથી વિપરીત સાસરે ગયા પછી દેખાવ વધારે હકારાત્મક બને તેવું પણ બને. આનું મુખ્ય કારણ જે તે ઘરની ઉર્જા હોઈ શકે.
દક્ષિણમાં એક પરિવારમાં એક દીકરી ખૂબ જ સુંદર. કામકાજમાં પણ હોશિયાર. બધા જ માનતા કે જેના ઘરે તે જશે તે લોકો ખૂબ જ નસીબદાર હશે. લગ્ન બાદ એને કામ કરવાનું ન ગમે. કોઈ કંઈ કહે તો ગુસ્સો આવે. રસોઈ બનાવતી વખતે પણ આત્મવિશ્વાસ ઓછો થઇ જાય. તેને પોતાને જ નવાઈ લગતી કે આવું શાના લીધે થાય છે? સુંદરતા ઓછી થવા લાગી. આંખો નીચે કુંડાળાં થવાં લાગ્યાં અને સુંદર દેખાવના તણાવમાં સમસ્યા વધતી ચાલી. આનું મુખ્ય કારણ તેમના ઘરની રચના હતી. તેમના પિયરમાં તેઓ અગ્નિના રૂમમાં યોગ્ય વ્યવસ્થા સાથે રહેતા હતા. સાસરીમાં તેઓ પૂર્વના બેડરૂમમાં રહેતા અને રસોડું પશ્ચિમમાં પશ્ચિમ તરફ મુખ રાખીને રસોઈ થાય તેવી સ્થિતિમાં હતું. ઇશાનમાં દાદરો હતો ને અગ્નિમાં ઓવરહેડ ટાંકી. વાયવ્યનો દોષ હોવાના લીધે મન પર કાબૂ પણ રહેતો નહીં. આ જ કારણથી જેમના માટે લગ્ન પહેલા સહુને માન હતું તે જ વ્યક્તિ બદલાવા લાગી. સુંદર દેખાવા માટે આંતરિક સુંદરતા ખૂબ જ જરૂરી છે.જો વ્યક્તિ અંદરથી સાફ નહીં હોય તો તેની સુંદરતા કૃત્રિમ લાગશે અને આવી સુંદરતાની અસર લાંબા સમય સુધી રહેતી નથી. સુંદર હોવા માટે માત્ર ગોરી ચામડી હોવી જરૂરી નથી. ઘણી બધી વિશ્વસુંદરીઓ પણ શ્યામવર્ણ હોય જ છે ને?
સુંદરતા સૌમ્ય પણ હોઈ શકે અને અગ્નિ તત્ત્વથી પ્રભાવિત પણ હોઈ શકે. ઇશાનની હકારાત્મકતા વ્યક્તિને સંતોષી સ્વભાવ આપે છે. સંતોષી સ્વભાવ સૌમ્ય પ્રકારની સુંદરતા આપે છે. આવી વ્યક્તિઓનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય છે. તેમની સરળતા તેમની સુંદરતાનો ભાગ બની જાય છે. આવી વ્યક્તિઓની કોઠાસૂઝ ખૂબ જ સારી હોય છે. તેમનો સ્વભાવ પણ હકારાત્મક હોય છે અને તેમની આંતરિક હકારાત્મકતાની અસર પણ તેમના વ્યક્તિત્વમાં દેખાતી જોવા મળે છે. આમ, વાસ્તુની હકારાત્મકતા વ્યક્તિને સુંદર બનાવવામાં પણ મદદરૂપ બને છે.
(ક્રમશ:)
[email protected]

X
article by mayank raval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી