વાસ્તુિનર્માણ / અગ્નિની નકારાત્મકતાથી શું થાય?

article by mayank raval

જે પાંચ તત્ત્વ બ્રહ્માંડમાં છે તે જ પાંચ તત્ત્વો આપણાં શરીરમાં અને આપણાં ઘરમાં પણ છે જ. ઘરનાં પાંચ તત્ત્વોની ચુંબકીય અસરથી બ્રહ્માંડનાં પાંચ તત્ત્વોની હકારાત્મકતાની અસર જીવનમાં આવે તેના નિયમો એટલે વાસ્તુ નિયમો

Divyabhaskar.com

Jun 06, 2019, 06:16 PM IST

‘એવું લાગે છે કે ધરતીકંપ ફરવા નીકળ્યો છે. કેટલી બધી જગ્યાએ આવ્યો?’, ‘આજકાલ કેટલી બધી જગ્યાએ આગ લાગે છે?’ આવું સાંભળીએ કે વાંચીએ ત્યારે વિચાર આવે કે કોઈ એક સમયે એક જ પ્રકારના સમાચાર આવે તેવું કેમ બને છે? તો જવાબ છે, જે તે તત્ત્વોની હકારાત્મક અથવા નકારાત્મક અસરના લીધે. યથા બ્રહ્માંડે તથા પિંડે. જે પાંચ તત્ત્વો બ્રહ્માંડમાં છે તે જ પાંચ તત્ત્વો આપણાં શરીરમાં પણ છે અને તે જ પાંચ તત્ત્વો આપણાં ઘરમાં પણ છે જ. આપણાં ઘરનાં પાંચ તત્ત્વોની ચુંબકીય અસરથી બ્રહ્માંડનાં પાંચ તત્ત્વોની હકારાત્મકતાની અસર આપણા જીવનમાં આવે તેના નિયમો એટલે વાસ્તુ નિયમો એવું કહી શકાય.
આગ એટલે અગ્નિ. તો અગ્નિ તત્ત્વ આગ સાથે જોડાયેલું છે તેવું કહી શકાય? જવાબ છે હા. આપણામાં જઠરાગ્નિ, કામાગ્નિ જેવા અગ્નિ રહેલા છે. અગ્નિ તત્ત્વ, બાળવાનું, પકવવાનું, ફોડવાનું જેવાં કાર્યો કરે છે. અગ્નિ તત્ત્વની નકારાત્મકતા આગના સમાચાર તો આપે જ, પણ એવા જ સમયે કામાગ્નિને લગતા નકારાત્મક સમાચારો પણ આવતા હોય છે અને ગૂમડાં થવાં, પાઈલ્સ, એસિડિટી જેવી બીમારીઓ પણ વધતી જોવા મળે છે. તેથી જ વાસ્તુના અભ્યાસમાં તત્ત્વોની સાચી સમજ ખૂબ જ જરૂરી છે. અગ્નિ દિશા એટલે પૂર્વ અને દક્ષિણની વચ્ચેની દિશા. આ દિશાની વધારે સમજણ મેળવવી હોય તો તેના ત્રણ સરખા ભાગ કરીએ અને મધ્યમાં જે ભાગ રહે તેને અગ્નિ મધ્ય, પૂર્વ તરફના ભાગને પૂર્વ અગ્નિ અને દક્ષિણ તરફના ભાગને દક્ષિણ અગ્નિ ગણવામાં આવે છે. પૂર્વ અગ્નિનાં દ્વાર પૂર્વ તરફ હોવા છતાં તેને નકારાત્મક માનવામાં આવે છે.
અગ્નિ રસોડામાં રસોઈ માટે વપરાય તો તે સુખદ અનુભવ છે. પતિ-પત્નીના સંબંધમાં કામાગ્નિ સુખદ અનુભવ કરાવે છે, પણ ઘરને બાળી મૂકે તે અગ્નિ નકારાત્મક જ ગણાય. કોઈ અજાણી નારીની છેડતી તે અગ્નિની નકારાત્મક અસર ગણી શકાય. અગ્નિ તત્ત્વની નકારાત્મકતા મુખ્યત્વે અગ્નિ દિશાના દોષ સાથે જોડાયેલી છે. અગ્નિમાં નકારાત્મક દ્વાર હોય ને ઇશાન અને વાયવ્યના દોષ હોય ત્યારે આગ લાગવાની સંભાવના રહે છે. એક જગ્યાએ વાયવ્યમાં મુખ્ય દ્વાર હતું અને અગ્નિનો દોષ હતો. ત્યાં કામ કરનાર વ્યક્તિઓને પાઈલ્સ, એસિડિટી ગૂમડાં, જેવી બીમારીઓ હતી જ, પણ અગ્નિ તત્ત્વના નક્ષત્રની નકારાત્મકતા સમયે તેમને ત્યાં આગ ફેલાવવાની ઘટના બની હતી. આગની શરૂઆત પણ અગ્નિમાં તણખા ઝરવાથી થઇ. લોકોને પાઈલ્સની તકલીફ હોવાથી આ જગ્યાએ બેસવા માટે ખાસ વચ્ચે જગ્યા હોય તેવી રીતે ટાયર જેવી રચનાઓ બનાવડાવવી પડી હતી અને આગ લાગી ત્યારે એ ટાયરોના લીધે નકારાત્મક ધુમાડો પણ થયો હતો. ધુમાડાના લીધે ગૂંગળામણ પણ અનુભવાઈ. વાયવ્યની નકારાત્મકતા આના માટે કારણભૂત ગણી શકાય.
નવી પ્રોપર્ટી લેવાની હોય ત્યારે વાસ્તુનો વિચાર કરવો, કારણ કે આગ બાળે છે, પકવે છે, ફોડે છે અને મારે છે. જો સંપૂર્ણ હકારાત્મક ઊર્જા હશે તો આગનો ભય નહીં રહે ને જીવન સુખમય બનશે. [email protected]

X
article by mayank raval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી