વાસ્તુ નર્માણ- મયંક રાવલ / ઉત્તર દિશાને હકારાત્મક ગણી શકાય?

article by mayanakraval

Divyabhaskar.com

Oct 17, 2019, 04:13 PM IST
વાસ્તુનર્માણ- મયંક રાવલ
‘પેલાને ત્યાં એપમાંથી સલૂન અને મસાજવાળો આવ્યો હતો અને પછી શું થયું ખબર છે?’ ‘પેલા ભાઈ સરકારી નોકરી કરે છે, પણ નોકરીના સમયે જ આપણી સાથે ફોન પર લાંબી લાંબી વાત કરે છે. તો એમને કોઈ નિયમો નહિ નડતા હોય?’ ‘એ બહેન એના વરની ફરિયાદ કરે, પણ સૂચન આપો તો ગમે નહિ. ખાલી ટાઇમ પાસ કરે એ.’ એ લોકો ખાલી ખાલી મરવાની ધમકીઓ આપે છે. હકીકતમાં તો લોકોનું કરીને બેસી ગયા છે.’
આવી ગોસિપ સાંભળવા મળે એટલે ઉત્તર તરફ આવેલા એક દ્વાર પર નજર પડે. ઉત્તર દિશાનું એક દ્વાર બાળકોની ખોટી ચિંતા પણ કરાવે. આવા ઘરમાં સારું થાય કે ખરાબ. ચિંતા કરવાનો સ્વભાવ જાય નહિ. તો હવે સવાલ ઉદ્ભવે કે ઉત્તર દિશાને હકારાત્મક ગણવી કે નકારાત્મક? આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી સૂર્ય તરફ નમેલી છે. જેના કારણે સૂર્યનાં સીધાં કિરણો ઉત્તર દિશા તરફ આવતાં નથી. તેથી સૂર્યનાં કિરણોની નકારાત્મક ઊર્જાની અસર પણ આ દિશામાં આવતી નથી.
જો આવું જ હોય તો આ દિશાને તો હકારાત્મક ગણાય ને? હવે ઉત્તર દિશા કોને ગણી શકાય તે પણ જોઈએ. આપણે જ્યારે સૂર્ય તરફ મુખ રાખીને ઊભા રહીએ ત્યારે ડાબા હાથ તરફ જે દિશા આવે તેને સમગ્ર ઉત્તર દિશા ગણી શકાય. હવે આ દિશાના ત્રણ એક સરખા ભાગ કરતા વચ્ચેનો જે ભાગ રહે, તેને ઉત્તર મધ્ય ગણાય. આ દિશાના પૂર્વ તરફના ભાગને ઉત્તરી ઇશાન અને પશ્ચિમ તરફના ભાગને ઉત્તરી વાયવ્ય ગણાય. હવે આ દિશાનો વચ્ચેનો જે ત્રીજો ભાગ મળ્યો તેના ફરીવાર એક સરખા ત્રણ ભાગ કરીએ. આ ત્રણ ભાગમાં બરાબર વચ્ચેનો જે ત્રીજો ભાગ છે તેને ઉત્તર દિશા સમજી શકાય. આ દિશામાં બેથી વધારે દોષ આવતા હોય તો તેને નોર્થ બ્લોક કહી શકાય. અહીંના અમુક દોષના લીધે પુરુષનો આત્મવિશ્વાસ ખૂબ જ ઘટી શકે છે. ક્યારેક નપુંસકતા પણ આવી શકે. તો બીજી બાજુ આવા દોષના કારણે નારીનો અસંતોષ પણ વધે તેવું બને. ઉત્તર મધ્યના દોષના કારણે ઘરનું સંતુલન ઘટી શકે. જો ઉત્તરનો મુખ્ય અક્ષ નકારાત્મક હોય તો નબળો ધણી, બૈરા પર સૂરો જેવી સ્થિતિ પણ જોવા મળે. આમ જોવા જઈએ તો દરેક દિશામાં કોઈક બાબત હકારાત્મક પણ છે અને કોઈક બાબત નકારાત્મક પણ છે.
ઉત્તર દિશામાં ઊંચાં વૃક્ષો ન વવાય. આવું સાંભળ્યા પછી શાના માટે? તેવો સવાલ ઉદ્ભવે તે સ્વાભાવિક છે. આપણે હમણાં જ જોયું તેમ ઉત્તર દિશા તરફ સૂર્યનાં સીધાં કિરણો નથી આવતાં. તો જે હકારાત્મક પ્રકાશ છે તેનો લાભ આ દિશામાં મળી શકે તે આશયથી આ નિયમ બન્યો છે. જો અહીં ઊંચાં વૃક્ષો વાવવામાં આવે તો જો તે ઘરથી નજીક હોય તો અંધારું થઇ જાય અને જો દૂર હોય તો તેના પરથી પરાવર્તિત થઇ અને સૂર્યનાં નકારાત્મક કિરણો ઘરમાં આવી શકે. ઉત્તરના એક પદની નકારાત્મકતા વધારે પડતા ભૌતિકતાવાદી વિચારો આપી શકે છે.
ઉત્તર દિશાની હકારાત્મકતા સાચા નિર્ણયો કરાવવા સક્ષમ છે. તો નકારાત્મકતા ભારોભાર અસંતોષ આપી શકે છે. એમની પાસે બધું હોવા છતાં દુ:ખી થવાનાં કારણો શોધી કાઢે છે.
[email protected]
X
article by mayanakraval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી