Back કથા સરિતા
મયંક રાવલ

મયંક રાવલ

વાસ્તુ શાસ્ત્ર (પ્રકરણ - 20)
લેખક જાણીતા વાસ્તુશાસ્ત્રી છે.

ઘરમાં એકલતા કેમ અનુભવાય છે?

  • પ્રકાશન તારીખ25 Jul 2019
  •  

વાસ્તુિનર્માણ- મયંક રાવલ
ઢળતી સાંજ હોય. વાદળો અનેક રંગોથી સજેલાં હોય અને પક્ષીઓ માળા તરફ પાછાં જતાં હોય. આવું દૃશ્ય ખરેખર આહ્્લાદક લાગે, પણ કેટલાક લોકોને સાંજ જાણે એકલતા આપતી હોય તેવું લાગે. આમ તો ફોટોગ્રાફમાં સવાર અને સાંજ લગભગ સમાન જ લાગે. પણ સવાર ઉજાસ લઈને આવે છે અને સાંજ અંધકાર. કદાચ અંધકારના આગમનનો ભય પણ એકલતા આપતો હોય તેવું બને. દરવાજાની કોઈ એક જ બાજુ ગણેશજી બેસાડેલા હોય ત્યારે એકલા પડી ગયાની લાગણી થાય છે. વિવિધ દ્વાર પર વિવિધ સ્વરૂપ લગાડીને ઘરની ઊર્જા જરૂર વધારી શકાય, પણ ગણેશજીની પીઠ ક્યારેય ખાલી ન રખાય.
મહારાષ્ટ્રમાં એક મકાનમાં સંયુક્ત પરિવાર રહેતો હતો. આમ બધા હળીમળીને રહે. લાગણી પણ એટલી જ, પણ બધાનાં મનમાં જાણે એકલા પડી ગયા હોય તેવી લાગણી રહે. કારણ કોઈને સમજાય નહીં. વાસ્તુ મુજબ દ્વાર પણ યોગ્ય જગ્યાએ હતું, પણ તે મકાનમાં બારસાખની ઉપર બહારની બાજુ જ ગણેશજીની મૂર્તિ રાખવામાં આવી હતી. તેની પાછળ બીજા ગણેશજી બેસાડી દેતા રાહત થઇ હતી. એકલતા અનુભવવા માટેનાં અન્ય કારણોને પણ સમજીએ.
જો બ્રહ્મનો દોષ હોય તો વ્યક્તિનો આત્મવિશ્વાસ ઘટે છે. તેને જલદી કોઈનામાં વિશ્વાસ આવતો નથી અને તે સતત આભાસી રીતે પરિસ્થિતિને સમજવા પ્રયત્ન કરે તેવું બને. જેના કારણે તે એકલી પડી જાય.
ગુજરાતમાં એક ઘરમાં બ્રહ્મમાં હીંચકો હતો અને તેની આસપાસ કૂંડામાં છોડ વાવવામાં આવ્યા હતા. તે હકારાત્મક ન હતા. વળી, અગ્નિનો બ્રહ્મમાંથી પસાર થતો અક્ષ નકારાત્મક હતો. જેના લીધે ઘરની નારીને સતત એવો ભય રહેતો કે કોઈક તેની પ્રતિભાને નુકસાન પહોંચાડશે. તે કારણ વિના અન્ય સાથે લડ્યા કરતી. તેમના પતિને નોકરીના ભારણના લીધે પૂરતો સમય રહેતો નહીં, તેથી આસપાસવાળા ફરિયાદ પણ કોને કરે? અંતે તેઓ એકલા પડી ગયા. માણસને માનવ સહવાસ ગમે છે અને તેથી જ એકલતા માણસને કોરી ખાય છે. એકલા રહેવું અને એકલા પડી જવું તેની વચ્ચે ભેદ છે. માનવીને જ્યારે એવું લાગે કે મારે કોઈની જરૂર નથી ત્યારે તેની એકલતાની શરૂઆત થાય છે.
દક્ષિણમાં એક પરિવાર સંપન્ન થતાં તેમણે નવું ઘર બનાવ્યું. નવા ઘરે ગયા બાદ આર્થિક વિકાસ સારો થયો. પ્રતિષ્ઠિત માણસોની સાથે બેસવા ઊઠવાનું શરૂ થયું, પણ તેમનો વ્યવહાર જરૂરિયાત આધારિત રહેતો. જેમની જરૂરિયાત હોય તેમને સારી વ્યવસ્થા મળતી. અન્યને ક્યારેક નકારાત્મકતાનો અનુભવ થતો. ધીમે ધીમે તેમની આસપાસના લોકો પણ માત્ર સ્વાર્થથી મળવા લાગ્યા. જે ઘર મહેમાનોથી છલકાતું ત્યાં હવે કોઈ ન આવતું. થોડો ખરાબ સમય આવતાં જ તેઓ એકલા પડી ગયા. અહીં બ્રહ્મમાંથી પસાર થતા બંને ત્રાંસા અક્ષ નકારાત્મક હતા. તેથી તેઓ એવું માનતા કે અમારા વિના કોઈને નહીં ચાલે. પછી વડવાઓની સલાહ યાદ આવી કે ચપટી ધૂળની પણ ક્યારેક જરૂર પડે. તેથી જે પગની નીચે છે તેને નિમ્ન ન સમજાય. સાચા સુખના નિયમો વાસ્તુશાસ્ત્રમાંથી મળી શકે છે. Á
[email protected]

x
રદ કરો

કલમ

TOP