Back કથા સરિતા
બી. એન. દસ્તૂર

બી. એન. દસ્તૂર

મેનેજમેન્ટ, કરિયર ગાઈડન્સ (પ્રકરણ - 36)
મેનેજમેન્ટ અને કારકિર્દી પર અભ્યાસપૂર્ણ લેખો લખતા રહીને યુવાનોમાં લોકપ્રિયતા મેળવનારા બી. એન. દસ્તૂર અચ્છા હાસ્યલેખક પણ છે.

રાજકારણનો રાઝ

  • પ્રકાશન તારીખ12 Dec 2019
  •  
મેનેજમેન્ટની abcd- બી.એન. દસ્તૂર
દુનિયાભરના મેનેજમેન્ટ ગુરુઓ એ વાત ઉપર સહમત છે કે, જ્યાં પોલિટિક્સ ન હોય એવી કોઈ સંસ્થા નથી, એવું કોઈ કુટુંબ નથી, એવી કોઈ ક્લબ નથી, એવું કોઈ ગ્રૂપ નથી.
એનો અર્થ એવો થાય કે તાતા, ઇન્ફોસિસ, વિપ્રો, એપલ, માઇક્રોસોફ્ટ જેવી એથિકલ ગણાતી કંપનીઓમાં પણ પોલિટિક્સનો માહોલ છે.
કારણ? કારણ શોધવાનો પ્રયત્ન કરીએ.
} કાઉન્ટર નોર્મ્સ (Counter norms): જે બિહેવિયર એથિક્સને ધ્યાનમાં લેતી નથી એનું આ નામ છે.
આજના ભયંકર અનિશ્ચિતતાના માહોલમાં સૌ કોઈ માની બેસે છે કે, પરિણામ કર્મ કરતાં વધારે અગત્યનાં છે. ધારેલાં પરિણામ મેળવવા ન કરવા જેવું કરવાની છૂટ છે. મોટાભાગના કિસ્સાઓમાં એથિકલ શું, અનએથિકલ શું એ સમજાતું નથી. મેં એવી ‘પ્રો એક્ટિવ’ સંસ્થાઓ જોઈ છે જ્યાં કાઉન્ટર નોર્મ્સને નવાજવામાં આવે છે. દલીલ એ છે કે જ્યાં જીવન-મરણનો પ્રશ્ન છે તેવી દુનિયામાં એથિક્સનું પૂછડું ઝાલી નદી પાર ન કરાય.
}સ્ટોન-વોલિંગ (Stone-Walling): અગત્યની માહિતી છુપાવવાની તકનીકનું આ નામ છે. આજના ઉછળતા અને કૂદતા માહોલમાં ક્યારે શું બનશે, બની બેસશે, તે સમજાતું નથી. જરૂર પડે તો અગત્યની માહિતી છુપાવવી પડે છે.
કંપનીઓ પોતાની બેલેન્સશીટમાં બખૂબી ખરાબ સમાચારો સંતાડે છે. કંપની મુશ્કેલીમાં છે એની ખબર બજારમાં આવે તો શેરના ભાવ ગગડી જાય. શેરહોલ્ડરોને નુકસાનથી બચાવવા જ જોઈએ, એવી દલીલનો જવાબ આપવો આસાન નથી.
}બોટમ-લાઇન મેન્ટાલિટી (Bottom-Line Mentality): કંપનીની પ્રગતિનું માપ છે ફાઇનાન્સિયલ પરિણામો.
બોટમ લાઇન ‘બ્લેક’ હોવી ફરજિયાત છે. કંપની પોતાની સધ્ધરતા સાબિત કરવા, બેલેન્સશીટમાં નફો બતાવતા એથિક્સનું ખૂન કરવા તૈયાર, તત્પર અને
સક્ષમ છે.
ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરોના પગાર આસમાનને આંબે છે તેનું આ રહસ્ય છે.
}એક્સપ્લોઇટેટિવ મેન્ટાલિટી (Exploitative Mentality): કંપનીમાં કામ કરતી દરેક વ્યક્તિ, વગર અપવાદે, પોતાના અંગત લાભનો વિચાર કરતી જ
હોય છે.
કારકિર્દીમાં જેમ ઉપર ચડો એમ તકો ઓછી થતી જાય છે. સ્પર્ધા ગળાંકાપ બનતી જાય છે.
તમારી જ બિલ્ડિંગમાં રહેતો, તમારા માટે પ્રેમથી એના લંચબોક્સમાં તમારાં માનીતાં ઢોકળાં લાવતો તમારો સહકાર્યકર, કારકિર્દીની સફરમાં તમારો પ્રતિસ્પર્ધી છે.
એક્સપ્લોઇટેટિવ મેન્ટાલિટી એવી માનસિકતા છે કે દોસ્તી, ભાઈબંધી, કરુણાના ચક્કરમાં ફસાવા જેવું નથી. જરૂર પડે તો એથિકલ બિહેવિયરની ઐસીતૈસી કરવામાં સમજદારી છે.
}મેડિસન એવન્યૂ મેન્ટાલિટી (Madison Avenue Mentality): આ એવી માન્યતા છે કે તમે લોકોને ગળે જે ઉતારી શકો તે ઉતારી દો, એથિક્સની ચિંતા વિના. જ્યાં સુધી લોકોને તમારા બિહેવિયર સામે વાંધો નથી ત્યાં સુધી તે બિહેવિયર કરતા રહો. એથિક્સ જાય ભાડમાં.
વર્ષો પહેલાં અમદાવાદના એક ઉદ્યોગપતિએ, ખૂબ મોટી રકમના ડોનેશનની આડમાં, સેંકડો એકર ખેતીલાયક જમીનને ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ છોડી બરબાદ કરી હતી.
***
ઉપરની પાંચ પ્રવૃત્તિઓનું જોર વધી જાય તો સંસ્થાને લાંબે ગાળે નુકસાન થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. 5x4નો સ્માર્ટફોન સંસ્થાની અનએથિકલ પ્રવૃત્તિઓનો પ્રચાર કરવા સક્ષમ છે.
ન કરવા જેવી પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ રાખવા :
} સંસ્થામાં સૌને એથિકલ બિહેવિયર કોને કહેવાય તે સમજાવતા રહો, શીખવતા રહો.
} જે વર્તન ઉપર પ્રશ્નચિહ્્નો લાગી શકે એવું વર્તન કરવાનું બંધ કરો.
} ગેરકાયદેસર, અસામાજિક અને હાનિકારક વર્તન ઉપર નિયંત્રણ રાખતા કાયદાઓ બનાવો, એના ઉપર કડક અમલ કરો.
} અનએથિકલ બિહેવિયરને પબ્લિસિટી આપો, સજા કરો.
} સંસ્થા તરફની વફાદારીના નામે અનએથિકલ વર્તન નહીં ચલાવી લેવામાં આવે એની સૌને જાણ કરો અને સતત કરાવતા રહો. થોરામાં ઘનું સમજ્યા હશો.
[email protected]
x
રદ કરો

કલમ

TOP