મેનેજમેન્ટની abcd- બી.એન. દસ્તૂર / આંત્રપ્રિનરે પરિવર્તનોનો સામનો કરવો પડશે

article by bn dastur

Divyabhaskar.com

Jul 31, 2019, 05:31 PM IST

મેનેજમેન્ટની abcd- બી.એન. દસ્તૂર
આપણે સેલ્ફ અફિકસી ઉપરની ચર્ચા આગળ વધારીએ. સેલ્ફ અફિકસી માટે ત્રણ અગત્યની આવડતોની જરૂર પડશે.
1. તકનીકી આવડતો (Technical skills)
2. માનવલક્ષી આવડતો (Human skills)
3. કોન્સેપ્ટ્યુઅલ આવડતો (Conceptual skills)
}ટેક્નિકલ આવડતો : જરૂરી તકનીકી અને મેનેજમેન્ટની આવડતોની જરૂર શરૂઆતના દિવસોમાં પડશે. જરૂરી ટ્રેનિંગ લઈ તે મેળવી લો.
}માનવલક્ષી આવડતો : તમારી સંસ્થા ચાર થાંભલાઓ ઉપર ઊભી રહેશે.
1. પ્રોડક્ટિવિટી
2. પ્રોફિટેબિલિટી
3. ડિલાઇટેડ (સેટિસ્ફાઇડ નહીં) ગ્રાહકો
4. અસરકારક કર્મચારીઓ
આ ચારમાં સૌથી અગત્યનો થાંભલો છે, ‘અસરકારક (effective) કર્મચારીઓ. એ જ પ્રોડક્ટિવિટી, પ્રોફિટેબિલિટી આપશે, ગ્રાહકોને ડિલાઇટ કરશે.’
અસરકારક લોકોને શોધવા, સાચવવા, મોટિવેટ કરવા, સંસ્થાનું સ્ટ્રક્ચર તૈયાર કરવા, કલ્ચર બનાવવા, માનવસંબંધોનું ઊંડું જ્ઞાન જોઈશે. અહમની, ઈગોની સંપૂર્ણ બાદબાકી કરવા જેટલી અક્કલ જોઈશે. કામ લેતા, કરાવતા અને કઢાવતા આવડવું જોઈએ. સંસ્થાના અવિભાજ્ય અંગ જેવા પોલિટિક્સને પોઝિટિવ બનાવવાની આવડત મેળવવી પડશે.
આ અને આવી આવડતો ન હોય તો બે-ચાર વર્ષ કોઈ મીડિયમ કે મોટી સંસ્થામાં નોકરી કરી મેળવી લો.
એવા મેનેજરો શોધો જેની પાસે ભરપૂર માત્રામાં આ સ્કિલ હોય.
તમારે એક લર્નિંગ(Learning) સંસ્થાનું નિર્માણ કરવાનું છે. જોખમો ઉઠાવતા શીખવાનું છે. ભૂલોમાં સંતાયેલી તકોને શોધવાની છે.
}કોન્સેપ્ટ્યુઅલ આવડતો : સંસ્થાની અંદર અને બહાર જે કાંઈ બની રહ્યું છે, જે કાંઈ બનવાની શક્યતા છે તે સમજવાની આવડતનું આ નામ છે. સંપૂર્ણ પિક્ચર (Total picture) જોવાની આવડત મેળવવી પડશે.
આજનો માહોલ ‘ANY’થી ઓળખાય છે. ANYone can come from ANY place, ANY time and hurt you ANY way.
કોઈ ગમે ત્યારે, ગમે ત્યાંથી આવી, તમને ગમે તે રીતે હેરાન કરશે.
આજની એકવીસમી સદી, ‘ડાયનેમિક સ્ટેબિલિટી’ની છે. શબ્દો વિરોધાભાસી છે. ડાયનેમિક એટલે અસ્થિર અને સ્ટેબલ એટલે સ્થિર. મતલબ એ છે કે જો કાેઈ સ્થિર, સ્ટેબલ હોય તો તે છે ડાયનેમિઝમમાં પરિવર્તન.
આંત્રપ્રિનરને એની સફરમાં પરિવર્તનોના વાવાઝોડાનો સામનો કરવો પડશે. પરિવર્તનોના ટાયફુનોમાં દિશાઓ બતાવતાં પાટિયાં ક્યાં તો ખોટી દિશાઓમાં ફરી ગયાં હશે કે ક્યાં તો ઊખડી ગયાં હશે.
પ્રતિસ્પર્ધીઓ સાત સમુંદર પારથી કાવડિયાનાં કન્ટેનરો અને એસોલ્ટ રાઇફલો સાથે આવશે. એમનો રસ્તો રોકનારને એ કોઈ પણ પ્રકારના હિચકિચાટ વિના ઉડાડી દેવા તૈયાર, તત્પર અને સક્ષમ હશે.
ઘણી મહેનતે મેળવેલો ગ્રાહક તમને ચોંટી રહેશે એની કોઈ ગેરંટી નથી. એની અપેક્ષાઓ આસમાનને આંબતી રહેશે. એને ‘સંતોષ’ આપવાથી એ તમને ચાંદ પહેરાવવાનો નથી. એને તો ડિલાઇટ કરવો પડશે એની અપેક્ષાથી કાંઈક વધુ આપીને.
કન્ઝ્યુમર બિહેવિયર ઉપર નિષ્ણાતોએ લખેલી કિતાબો મારી અંગત લાઇબ્રેરીમાં એક ખૂણે આરામ ફરમાવે છે. આ વિષય ઉપર લખનારાની જમાત ઝડપથી ઓછી થતી જાય છે. આજના કન્ઝ્યુમર ઉપર એટલાં આર્થિક, સામાજિક, માનસિક પ્રેશરો છે કે એનું બિહેવિયર સમજવું લગભગ અશક્ય છે.
તમને ડરાવવાનો આ પ્રયત્ન નથી. વાસ્તવિકતાનો સ્વીકાર કરી, એને ચેલેન્જ સમજી, બાંય ચડાવી લડી લેવાની તૈયારી ન હોય તો નોકરી સ્વીકારવામાં સમજદારી છે.
મનમાં આવતા સવાલો પૂછવાનો તમને હક છે, જવાબ આપવાની અને શોધવાની મારી ફરજ છે.
[email protected]

X
article by bn dastur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી