બ્લેક એન્ડ વ્હાઈટ / લો, હવે ‘મેન ટૂ’ મૂવમેન્ટ!

article by aashu patel

એક ફેશન ડિઝાઈનર યુવતીએ રેપ કેસ કર્યા પછી એક્ટર કરણ ઓબેરોયની ધરપકડ થઈ, એના પગલે એક્ટ્રેસ-મોડેલ પૂજા બેદી સહિતની અનેક સેલિબ્રિટીઝે પુરુષોની તરફેણમાં ‘મી ટૂ’થી વિરોધી ‘મેન ટૂ’ ઝુંબેશ શરૂ કરી!    

 

આશુ પટેલ

May 22, 2019, 05:21 PM IST

મુંબઈ પોલીસે થોડા દિવસ અગાઉ એક ફેશન ડિઝાઈનર યુવતીની રેપ અને એક્સ્ટોર્શનની ફરિયાદના આધારે જાણીતા ટીવી એક્ટર કરણ ઓબેરોયની ધરપકડ કરી, એ પછી અભિનેત્રી અને મોડેલ પૂજા બેદી સહિતની અનેક જાણીતી વ્યક્તિઓ કરણ ઓબેરોયના બચાવમાં મેદાને પડી છે અને કરણની ધરપકડ પછી તેમણે ‘મી ટૂ’ની જેમ ‘મેન ટૂ’ ઝુંબેશ શરૂ કરી છે! ‘મી ટૂ’ ઝુંબેશમાં સ્ત્રીઓ પોતાના સેક્સપ્લોઈટેશન વિરુદ્ધ અવાજ ઉઠાવી રહી છે, પણ હવે પૂજા બેદી સહિતની અનેક સેલિબ્રિટીઝ મહિલાઓએ પુરુષોને થતા અન્યાય સામે મેદાને પડીને ‘મેન ટૂ’ ઝુંબેશ શરૂ કરી છે.
કરણ ઓબેરોયની ધરપકડ પછી પૂજા બેદી અને કરણના મિત્રોએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી, જેને સંબોધન કરવા કરણ ઓબેરોયના, પૂજા બેદી સહિતનાં અનેક મહિલા અને પુરુષમિત્રો હાજર રહ્યાં હતાં. એ પ્રેસ કોન્ફરન્સમાં પૂજા બેદી અને કરણના અન્ય ફ્રેન્ડ્સે કરણ વિરુદ્ધ ફરિયાદ કરનારી પેલી યુવતીએ કરણને મોબાઈલ ફોન પર કરેલા મેસેજીસ વાંચી સંભળાવ્યા હતા. એ મેસેજીસ 2017-2018 દરમિયાનના હતા. ફરિયાદી યુવતીએ કરણને ફોન પર મોકલેલા મેસેજીસના સ્ક્રીન શોટ પણ તેમણે પત્રકારોને બતાવ્યા હતા અને છાપવા માટે આપ્યા હતા. 11 જાન્યુઆરી, 2017ના દિવસે તે યુવતીએ કરણને મેસેજ મોકલ્યો હતો એ મેસેજ પૂજા બેદીએ પત્રકારોને બતાવ્યો હતો અને પછી વાંચી સંભળાવ્યો હતો. જેમાં તે યુવતીએ કરણને કહ્યું હતું કે ‘કરણ, આઈ એમ બીઈંગ ઓપન એન્ડ અપફ્રન્ટ! શું આપણે સેક્સ માણી શકીએ! ભવિષ્યનો, લાગણીઓનો કે બીજી કોઈ વસ્તુનો વિચાર કર્યા વિના આપણે સેક્સ્યુઅલ રિલેશન બાંધી શકીએ? કારણ કે અત્યારે મારા શરીરને એની જરૂર છે અને બીજા કોઈ પુરુષ સાથે સેક્સ્યુઅલ રિલેશન માટે હું કમ્ફર્ટેબલ ફીલ નથી કરતી! તો મને કહે કે તું આ વિશે શું વિચારે છે?’
એ પછીનો મેસેજ પ્રેસ કોન્ફરન્સમાં વાંચી સંભળાવાયો હતો, જેમાં એ વખતે કરણે જવાબ આપ્યો હતો કે, ‘હું અત્યારે એ માટે તૈયાર થઈ શકું એવી માનસિક સ્થિતિમાં નથી, કારણ કે હું મારી કરિયરમાં અટવાયેલો છે. ટૂ ફ*** ઈન ધ હેડ!!’
કરણ ઓબેરોય સામે રેપની ફરિયાદ કરનારી યુવતીએ કરણને અગાઉ કરેલા આવા ઘણા મેસેજીસ કરણની બહેન અને કરણના સેલિબ્રિટી ફ્રેન્ડ્સે વાંચી સંભળાવ્યા હતા. તે યુવતી અન્ય એક યુવાનના પ્રેમમાં પડી એ વિશે પણ તેણે કરણને મેસેજ કર્યા હતા અને તેને કહ્યું હતું કે તું તારું ધ્યાન રાખજે. એ બન્નેનું બ્રેકઅપ થયું એ પછીનો તે યુવતીનો એક મેસેજ પણ પૂજા બેદીએ પત્રકારોને બતાવ્યો હતો. એમાં તે યુવતીએ લખ્યું હતું કે ‘કરણ, હું તારી પાસેથી પહેલી વાર કશુંક માગી રહી છું. મેં બે વર્ષમાં તારી પાસે કશું માગ્યું નથી એટલે ના ન પાડતો, પ્લીઝ. હું તારી સાથે એક તસવીર મેમરી તરીકે ઈચ્છું છું. હવે આપણે સાથે નથી, પરંતુ મારા હાથ પર તારું નામ છે અને હું મરીશ ત્યાં સુધી તારું નામ મારા હાથ પર રહેશે, પરંતુ આ મારી પહેલી અને છેલ્લી માગણી છે તો પ્લીઝ મને ના નહીં કહેતો!’
કરણના ફ્રેન્ડ્સે પ્રેસ કોન્ફરન્સમાં આક્રોશ ઠાલવતા આવા મેસેજીસ વાંચી સંભળાવ્યા હતા અને પછી પૂજા બેદીએ કહ્યું હતું કે, ‘કોઈ યુવતી સામે ચાલીને સેક્સ માટે પ્રપોઝલ આપી રહી છે તો એ કઈ રીતે રેપ થઈ ગયો! આવી ઘટનાઓ વધી ગઈ છે એટલે ‘મી ટૂ’ પછી હવે ‘મેન ટૂ’ ઝુંબેશ જરૂરી બની ગઈ છે!’
કરણના બચાવમાં પૂજા બેદીએ મુંબઈના ખૂબ જ જાણીતા અંગ્રેજી અખબારમાં પ્રથમ પાને ખાસ લેખ લખ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, ‘મુંબઈ પોલીસે મારા બેસ્ટ ફ્રેન્ડ કરણ ઓબેરોયની રેપ, એક્સપ્રેશન, ડ્રગિંગ (ડ્રગસેવન કરાવવાના આરોપ હેઠળ) અને રેપ કરતી વખતે એનું વિડિયો શૂટિંગ કરવાના કેસમાં અરેસ્ટ કર્યો છે. બધા લોકો જાણે છે કે તે ફેશન ડિઝાઈનર યુવતી અને કરણ 2016માં ડેટિંગ એપ પર મળ્યાં હતાં અને ઓક્ટોબર 2018માં કરણે તે યુવતી સામે હેરેસમેન્ટની ફરિયાદ નોંધાવી હતી. નવેમ્બર 2018માં ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ને આપેલા ઈન્ટરવ્યૂમાં તે યુવતીએ કહ્યું હતું કે તે અને કરણ રિલેશનશિપમાં હતાં અને તેણે કરણને ખૂબ બધી ભેટ આપી હતી અને તેના અેપાર્ટમેન્ટને સજાવ્યું હતું. એ વખતે કરણની આર્થિક સ્થિતિ સારી નહોતી એટલે તેણે કરણ પર લગ્ન માટે દબાણ કરવાનું યોગ્ય નહોતું ગણ્યું, પરંતુ હવે મે 2019માં તે યુવતીએ કરણની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે જાન્યુઆરી 2017 કરણે મારા પર રેપ કર્યો હતો! તેણે નવેમ્બર 2008માં ઈન્ટરવ્યૂમાં આપેલું નિવેદન તેની મે 2019ની ફરિયાદ કરતાં તદ્દન વિરોધાભાસી છે. તે યુવતીની એ વાત પણ વિરોધાભાસી છે કે કરણે તેને લગ્નનું વચન આપીને તેની સાથે સેક્સ્યુઅલ સંબંધ બાંધ્યો હતો. તે યુવતીએ તેના મનમાં એક વાત સ્પષ્ટ કરી લેવી જોઈએ કે કરણે તેના પર રેપ કર્યો હતો કે તે કરણ સાથે લગ્ન કરવા માટે પાછળ પડી હતી?’
પૂજા બેદીએ તેના લેખમાં એવો પણ આક્રોશ ઠાલવ્યો હતો કે, ‘તે યુવતીએ ચતુરાઈપૂર્વક એ દિવસે જ ફરિયાદ નોંધાવી કે જે દિવસે હાઇકોર્ટનું વેકેશન શરૂ થઈ રહ્યું હતું. જેથી કરણ એક મહિના માટે હાઈકોર્ટમાં જામીન માગી ન શકે. તેણે કેસ કર્યા પછી મીડિયા કરણ પર ‘રેપિસ્ટ’ જેવા હેશટેગ્સ સાથે તૂટી પડ્યું અને મીડિયાએ કરણની ઈમેજને મોટું નુકસાન પહોંચાડ્યું. તેના ફેમિલીએ પણ માનસિક યાતના સહન કરવી પડી અને તેને લોકઅપમાં માનસિક યાતનાઓ સહન કરવી પડી. અમે પોલીસને તે યુવતીના કરણના ફોન પર આવેલા મેસેજ પણ બતાવ્યા, પરંતુ એ આઘાતજનક વાત એ છે કે પોલીસ જોઈ શકે છે કે કરણ નિર્દોષ છે, પરંતુ તેમણે ફરિયાદના આધારે પગલાં લેવાં જ પડે. વધુ આઘાતજનક વાત એ છે કે ફરિયાદી યુવતીના કહેવા પ્રમાણે જે ઘટના અઢી વર્ષ પહેલાં બની હતી એના માટે પોલીસે તે બંનેને મેડિકલ ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા! આ ઘટના એમ સૂચવે છે કે પુરુષોના રાઈટ્સ અને હ્યુમન રાઈટ્સ માટે પણ અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે! એક્ટર સુધાંશુ પાંડે સહિત અન્ય સેલિબ્રિટીઝ પણ કરણના બચાવમાં અને ‘મેન ટૂ’ ઝુંબેશ માટે મેદાનમાં ઊતરી છે. ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર અને જેન્ડર ઈક્વેલિટી એક્ટિવિસ્ટ દીપિકા નારાયણ ભારદ્વાજ પણ અભિનેતા કરણ ઓબેરોયની વહારે ધાયા છે. તેમણે કહ્યું છે કે સ્ત્રીઓ સ્ત્રીતરફી કાનૂનનો સહારો લઈને પુરુષોની જિંદગી બરબાદ કરી નાખે એવા ઘણા કિસ્સાઓ બની રહ્યા છે એવી સ્થિતિમાં ‘મેન ટૂ’ ઝુંબેશ જરૂરી બની ગઈ છે.

X
article by aashu patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી