Back કથા સરિતા
સંતોષ ગુરુ

સંતોષ ગુરુ

વાસ્તુગુરુ સંતોષ (પ્રકરણ - 6)
લેખક જાણીતા વાસ્તુશાસ્ત્રી છે.

ઘરે કરી શકાય તેવા સરળ નાણાકીય વૃદ્ધિ કરવાના પ્રયોગ

  • પ્રકાશન તારીખ13 Sep 2018
  •  

તમે જે ઘરમાં રહો છો ત્યાં લક્ષ્મીનો ચિર વાસ થાય તે માટે તમે ક્યારેય વિચાર કર્યો છે? એક વખત લક્ષ્મી તમારા ઘરમાં આવે તે પછી તેના ઝાંઝર તમારા ઓરડે રણકતા રહે તે માટે તમો એટલું અવશ્ય કરો તો તમારે ત્યાં લક્ષ્મી કૂદકે ને ભૂસકે વધવા લાગશે. તમો જ્યાં હાથ નાખો ત્યાં સફળતા મળવા લાગશે. તમારા કાર્યમાં ક્યાંય રુકાવટ નહીં આવે તથા તમારે ત્યાં ક્યારેય નાણાંભીડ નહીં ઊભી થાય. ઊલટાનું દરિદ્રપણું હશે તો પણ તે દૂર થશે.

તમારી આર્થિક ઉન્નતિ થવા લાગશે તથા તમારો આર્થિક રીતે ખૂબ જ વિકાસ થવા લાગશે. તમે એકની જગ્યાએ પચ્ચાસ વાપરી શકો તેવી સંગીન પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળશે. સાથોસાથ તમો જમીન-મકાન-વાહનના માલિક બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકશો. વર્ષાંતે બે-પાંચ તોલા સોનું ખરીદી શકવાને માટે સક્ષમ થાવ તેવી સ્થિતિ સુધારી નાખે તે માટે જ આ પ્રયોગ કરવા જરૂરી છે.

હાથાજોડીને સુદ કે વદ પાંચમના રોજ જમણા હાથમાં રાખી દેવી ચંડીનાં 100 નામ વસંત રાગ સાંભળતાં સાંભળતાં બોલવાથી નાણાકીય લાભ પ્રાપ્ત થશે

- તમારા ઘરમાં ફૂલ-ઝાડ-છોડ હોય અને તેમાંય ગુલાબ, ચંપા, ચમેલી, પારિજાત કે તુલસીના છોડને ભૈરવી રાગનું કોઇપણ ગીત વગાડતાં-વગાડતાં દૂધ તથા પાણી બંને સમાન ભાગે લોટામાં અર્પણ કરવાથી અગણિત ફાયદા થાય છે.


ગુલાબના છોડને દૂધ-પાણી રેડવા હોય તો બાલાત્રિપુરાનાં 108 નામો બોલી તે પાણી ખૂબ જ ઠંડું કરી રેડવું. તે રીતે ચંપાના છોડને માટે જો ખૂબ જ ઠંડું કરેલ દૂધ-પાણી લક્ષ્મીજીનાં 108 નામો બોલ્યા બાદ રેડવું. તે પછી જો ચમેલીના છોડને ઠંડું કરેલું દૂધ-પાણી રેડવા માગતા હો તો ભગવતી અન્નપૂર્ણાનો નીચે જણાવેલો મંત્ર 108 વાર જપી તે પાણી રેડજો તેથી અગણિત લાભ થશે પણ તે પ્રયોગ સૂર્યોદય પહેલાં કરવો.


મંત્ર: ‘ૐ હ્રીં શ્રીં ક્લીં નમો ભગવતી અન્નપૂર્ણે
મમ દારિદ્ર દાવાનલ દહ દહ સ્વાહા’


તે જ રીતે તમારે લાલ કરેણના છોડને ભગવતી કાલીના શતનામ કે સહસ્ત્ર નામના પાઠ વડે દૂધ-પાણી મેળવીને અભિષેક કરી શકાશે. જો તે પ્રયોગને તમારે જોરદાર કરવો હોય તથા ટૂંકા ગાળમાં તેના બેનમૂન ફાયદા પ્રાપ્ત કરવા હોય તો ડમરો લઇ તેના પાનનો મિક્સરમાં રસ કાઢી પાણી-દૂધ તથા ડમરાનો રસ તે ત્રણેય સમભાગે લઇ ઉપરોક્ત પાઠ દ્વારા અભિમંત્રિત કરી રેડવાથી ઘણા લાભ થાય છે. ટૂંકમાં તમારું દરિદ્ર દૂર થઇ તમારે ત્યાં ધનના ઢગલા થવાની શરૂઆત થશે.


- તમારા ઘરમાં તમે દર શનિવારે સફાઇ કરો, કચરો બહાર કાઢો, જૂનો ભંગાર, પસ્તી વગેરે શનિવારે વેચો તથા ઉકરડામાં કોઇ પણ ચીજ વસ્તુઓનો ઘા નહીં કરતા તથા ઉકરડાની કોઇ પણ વસ્તુને ઠેબું નહીં મારતા, કારણ કે તે જગ્યાએ સૂર્યપુત્રનો વાસ હોય છે. આ બાબતને વ્યવસ્થિતપણે સમજીને આચરણમાં મૂકશો તો તમે ટૂંકા ગાળામાં સુખ-સમૃદ્ધિને શ્રી વૃદ્ધિ કરી શકવા માટે સક્ષમ થઇ શકશો.


- ઘરમાં વસંત રાગનું ગીત દિવસમાં એક વખત ગમે ત્યારે અડધો કલાક પર્યંત સાંભળો તેવી ગોઠવણ કરવી જેથી તમારે ત્યાં બરકત વધ્યા જ કરશે.


- હાથાજોડીને સુદ કે વદ પાંચમના દિવસે તમે તેને જમણા હાથમાં રાખી દેવી ચંડીનાં 100 નામ આ વસંત રાગ સાંભળતાં સાંભળતાં બોલશો તો ઘણો જ નાણાકીય લાભ પ્રાપ્ત થશે.


- તમારા ઘરમાં બેન-દીકરી-માતા-ભાભીશ્રી વગેરે માટે સરસ મજાના ઝાંઝર તમે સુદ કે વદ પાંચમે તેમને પહેરવા આપી લાલ ચંદનના લાકડા ઉપર ભગવતી ગાયત્રીદેવીની છબી લગાડી તે રૂમમાં આ ઝાંઝર પહેરેલી સ્ત્રીના હાથે સવાર-બપોર-સાંજ ત્રણ સમયે ઝાડુ-કચરો કઢાવી તુરંત જ અગરબત્ત કરવાથી તમારા વેપાર-વ્યવસાયમાં અખૂટ લક્ષ્મી કમાઇ શકવાનો યોગ ઊભો થશે. ક્યારેય નાણાભીડ નહીં સતાવે. ઘરની આર્થિક પ્રગતિમાં ઉત્તરોત્તર વધારો જ થયા કરશે.
tantravastu@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP