Back કથા સરિતા
પ્રકાશ બિયાણી

પ્રકાશ બિયાણી

બિઝનેસ (પ્રકરણ - 39)
‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ એવા પ્રકાશ બિયાણી ભારતના આંત્રપ્રેનર્સ પર સતત અભ્યાસપૂર્ણ લેખો લખે છે.

વારસામાં મળેલા ઉદ્યોગમાં યુવા વિચાર : પુનિત દાલમિયા

  • પ્રકાશન તારીખ20 Feb 2019
  •  

દેશની ચોથી સૌથી મોટી સિમેન્ટ કંપની દાલમિયા ભારત લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર પુનિત યાદુ દાલમિયાએ આઇઆઇટી, દિલ્હીમાંથી એન્જિનિયરિંગ અને આઇઆઇએમ, બેંગલુરુમાંથી ગોલ્ડ મેડલની સાથે એમબીએની ડિગ્રી મેળવી છે. ત્રણ વર્ષ પૈતૃક કંપનીમાં કાર્યાનુભવ મેળવ્યા પછી તેમણે પોતાની કંપનીનો વિસ્તાર વધારવા પ્લાન બનાવ્યો તો તેમના પિતા અને કંપનીના ચેરમેન યાદુ હરી દાલમિયાએ કહ્યું, ‘હજુ મને તારા પર એટલો ભરોસો નથી કે આ પ્લાન પર 500 કરોડ દાવ પર લગાવું.’

  • કંપનીનો દાવો છે કે આ દુનિયાની ગ્રીનેસ્ટ સિમેન્ટ કંપની છે

પુનિત યાદુ માટે આ કડવો અનુભવ હતો, પણ પિતાની વાતથી તેઓ પ્રભાવિત થયા. મજાની વાત તો એ છે કે પિતાએ જ તેમને બે કરોડ રૂપિયા આપ્યા અને કહ્યું કે પહેલાં ખુદને સાબિત કર. પુનિતે પોતાના આઇઆઇટિયન મિત્ર આલોક મિત્તલની સાથે જોબ્સઅહેડ ડોટ કોમ લોન્ચ કરી, જે દેશની સૌથી વધારે નફો કરનારી ઇ-રિક્રૂટમેન્ટ વેબસાઇટ બની ગઈ. જોબ્સઅહેડ ડોટ કોમને અમેરિકાની મોન્સ્ટર ડોટ કોમને 40 કરોડ રૂપિયામાં વેચીને 32 વર્ષની ઉંમરમાં પુનિત યાદુ દાલમિયા ફરી એક વાર પૈતૃક બિઝનેસમાં જોડાયા.
પુનિત દાલમિયાએ એકવાર પિતાને ફરીથી કહ્યું કે પરિવારના બધા જ બિઝનેસ પોતાનો પાંચ વર્ષનો રોડ મેપ બનાવે જેને લાગુ કરવા માટે તેમને મૂડી જોઈએ છે. પોતાને સફળ બિઝનેસમેન સાબિત કરી ચૂકેલા પુત્ર પર આ વખતે પિતાએ ભરોસો કર્યો. પુનિત યાદુ દાલમિયા અને તેમના કઝિન ગૌતમ દાલમિયાએ દાલમિયા સિમેન્ટની ઉત્પાદન ક્ષમતા 9 લાખ ટન(2010-11)થી વધારીને 25 લાખ ટન (2014-15) કરી. સંયોગથી તે દિવસોમાં જ સિમેન્ટના ભાવ 40 ટકા સુધી વધી ગયા અને સિમેન્ટ બિઝનેસના વિસ્તાર પર ખર્ચેલું મૂડીરોકાણ પાછું આવી ગયું. ત્યારબાદ પુનિત દાલમિયાએ પરિવારના સદસ્યોને ગ્રૂપના સિમેન્ટ, શુગર અને બ્રિક્સ રિફ્રેક્ટરી બિઝનેસ પ્રોફેશનલ્સને સોંપવા માટે તૈયાર કર્યા. તેમણે પોતાના નિયંત્રણ આધીન સિમેન્ટ કંપનીના બોર્ડમાં પણ સ્વતંત્ર ડાયરેક્ટર્સ સામેલ કર્યા. શ્રી સિમેન્ટમાં 19 વર્ષ કામ કરી ચૂકેલા મહેન્દ્ર સિંધીને સિમેન્ટ બિઝનેસના સીઈઓ અને હોલટાઇમ ડાયરેક્ટર બનાવ્યા.
પુનિત દાલમિયાની પ્રોફેશનલ ટીમે જ્યાં સિમેન્ટની કિંમત વધારે છે અને કાચો માલ લાઇમ સ્ટોન ઉપલબ્ધ છે ત્યાં બિઝનેસનું ગ્રીનફિલ્ડ (પોતાનાં સંયંત્રોની ઉત્પાદન ક્ષમતા વધારવી) અને બ્રાઉનફિલ્ડ (બીજાનાં સંયંત્રો ખરીદવા)નો વિસ્તાર કર્યો. કંપનીએ તમિલનાડુ, કેરલ અને દેશના પૂર્વાંચલમાં બિઝનેસ ફેલાવ્યો જ્યાં અન્ય રાજ્યોની તુલનામાં સિમેન્ટ મોંઘી હતી. પરિણામ સ્વરૂપ આજે દક્ષિણ ભારતનાં રાજ્યોમાં ચોથી સૌથી મોટી સિમેન્ટ કંપની દાલમિયા ભારત છે. જેનો માર્કેટ શેર 8 ટકા છે. દેશનાં પૂર્વી રાજ્યોમાં 15 ટકા માર્કેટ શેરની સાથે તેનો ત્રીજો નંબર છે તો નોર્થ ઈસ્ટમાં 21 ટકા માર્કેટ શેરની સાથે દાલમિયા ભારત બીજી સૌથી મોટી સિમેન્ટ નિર્માતા કંપની છે.
દાલમિયા ડીએસપી, અલ્ટ્રા વનરાજ, સુપર પ્રૂફ, કોણાર્ક અને એસઆરપીસી કંપનીની એક્સક્લુસિવ બ્રાન્ડ છે. વોટર અને દાલમિયા ભારત રેલવે સ્લીપર્સ, તેલના કૂવા અને એર સ્ટ્રિપ્સ માટે પણ સ્પેશિયલ સિમેન્ટ બનાવે છે. કંપનીનો દાવો છે કે આ દુનિયાની ગ્રીનેસ્ટ સિમેન્ટ કંપની છે જે ઓછામાં ઓછો કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે છે. કંપનીનાં 8 રાજ્યોમાં 11 સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ સંયંત્ર છે, જે 80 ટકા સિમેન્ટ સ્ટીલ કે પાવર પ્લાન્ટના વેસ્ટના મિશ્રણથી બનાવી રહ્યા છે. દાલમિયા ભારતનું ટર્નઓવર 1 બિલિયન ડોલર (7 હજાર કરોડ રૂપિયાથી વધારે) વાર્ષિક છે, પણ ઓછી પડતર અને ક્વોલિટીને કારણે પોતાના હરીફોથી વધારે નફો મેળવી રહી છે.
દૂરદર્શી દાલમિયા પરિવારે કંપનીનું સંચાલન પ્રોફેશનલ્સને સોંપી રાખ્યું છે. પુનિત યાદુ દાલમિયા કહે છે કે હું એવું વર્ક કલ્ચર ઇચ્છુ છું જ્યાં પ્રોફેશનલ્સ માલિકની જેમ કામ કરે, નિર્ણયો લે. તેઓ પોતાની સફળતાને સેલિબ્રેટ કરે તો સાથે નિષ્ફળતાઓમાંથી બોધપાઠ પણ લે. [email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP