સ્ટ્રેટેજી & સક્સેસ / સરપ્લસ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ : જયેશ દેસાઈ

article by prakash biyani

પ્રકાશ બિયાણી

Apr 17, 2019, 05:23 PM IST

અમદાવાદ ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સનું નેશનલ હબ છે. નવા બિઝનેસ આઇડિયા માટે ગુજરાતી ઉદ્યમી આખી દુનિયામાં જાણીતા છે. જયેશ દેસાઈ આવા જ એક ગુજરાતી ઉદ્યમી છે, જમણે 500 રૂપિયાની સીડ કેપિટલથી 4500 કરોડ રૂપિયાનો ઉદ્યોગ સમૂહ સ્થાપ્યો છે. પોતાના ભાગીદાર શિવલાલ જૈન સાથે તેમના દ્વારા સ્થાપિત રાજહંસ (દેસાઈ-જૈન) ગ્રૂપ મનોરંજન, ટેક્સટાઇલ, ક્ન્ફેક્શનરી, આતિથ્ય સત્કાર સહિતના ઘણા ઉદ્યોગોમાં સક્રિય છે.

  • શેરકોનોમી પ્લેટફોર્મ મોટા નફાનો બિઝનેસ નથી, પણ એવી પહેલ છે જે દેશની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરે છે

રાજહંસ ગ્રૂપના ચેરમેન જયેશ દેસાઈએ બે વર્ષના ઊંડા રિસર્ચ પછી જાન્યુઆરી, 2017માં સરપ્લસ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાના વધારે ઉપયોગ માટે શેરકોનોમી નામની કંપની સ્થાપિત કરી છે. એક અવલોકન અનુસાર ભારત પોતાની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનો 70 ટકા જ ઉપયોગ કરી રહ્યો છે. એવા ઘણા ઉદ્યોગ છે જેમનાં ઉત્પાદનોની એટલી માંગ નથી જેટલી તેમની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા છે. બીજી તરફ દેશ અને દુનિયામાં એવા ઘણા ઉદ્યોગ છે જેમનાં ઉત્પાદનોની માંગ છે, પણ તેમની ઉત્પાદન ક્ષમતા ઓછી છે. તેમના માટે વધારાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા એ મોટું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે. આ જ રીતે આપણા દેશમાં આજે સૌથી વધારે સ્ટાર્ટઅપ્સ સ્થાપિત થઈ રહ્યા છે. આ નવા ઉદ્યમીઓની પાસે બિઝનેસ આઇડિયા છે, પણ મૂડી નથી. તેમના માટે પણ સૌથી મોટો પડકાર મેન્યુફેક્ચરિંગ સુવિધા ઊભી કરવાનો છે. જેમની પાસે સરપ્લસ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા હોય અને તેમને તેની જરૂર હોય તેમના માટે રાજહંસ ગ્રૂપે સંપર્ક પ્લેટફોર્મ શેરકોનોમી લોન્ચ કરી છે. શેરકોનોમીમાં સરપ્લસ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાવાળી સો કંપનીઓ અને જેમને વધારાની મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ જોઈએ છે તેવી 500 કંપનીઓ રજિસ્ટર્ડ થઈ ચૂકી છે. તેમાં 50થી વધારે કંપનીઓ સાથે મેન્યુફેક્ચરિંગનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. રાજહંસ ગ્રૂપ માટે શેરકોનોમી પ્લેટફોર્મ મોટા નફાનો બિઝનેસ નથી, પણ એવી પહેલ છે જે દેશની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરે છે. આ નવા બિઝનેસ આઇડિયા માટે જયેશ દેસાઈ ખરેખર અભિનંદનને પાત્ર છે.
જયેશ દેસાઈ ભાવનગર જિલ્લાના એક પરવડી ગામમાં જન્મ્યા હતા. તેમના પિતા બટુકરાય દામોદરદાસ દેસાઈની ગામમાં એક નાની કિરાણાની દુકાન હતી. તેઓ પાંચ સંતાનો(ચાર પુત્રી અને એક પુત્ર)નું પાલનપોષણ કરતા હતા. તે દિવસોમાં ગામના જે લોકો સુરત શિફ્ટ થઈ ગયા હતા તેમાંથી કેટલાક ખૂબ પૈસા કમાયા હતા. 1987-88માં આવો જ એક પરિવાર નવી ફિઆટ કારની સાથે ગામ આવ્યો તો જયેશ દેસાઈ આત્મારામ આશ્રમમાં જઈને પાર્ક કરેલી કાર બે કલાક સુધી જોતા જ રહ્યા. જયેશ જ્યારે મોટા થયા ત્યારે મોટી બહેન ભાવનાએ તેમને મુંબઈ બોલાવ્યા. અહીં તેમણે એક બોલ બેરિંગ શોપમાં નોકરી કરી, પણ છ મહિનામાં જ કંટાળી ગયા અને 1989માં પોતાના ગામમાં પાછા ફર્યા. બે-ત્રણ વર્ષ સુધી તેમણે પૈતૃક કિરાણાની દુકાન સંભાળી. તેમનો એક ડાયમંડ બ્રોકર મિત્ર ગામમાં આવ્યો અને કહ્યું કે પૈસા કમાવા હોય તો સુરત ચાલ. જયેશે પિતા પાસેથી 500 રૂપિયા લીધા અને સુરત બસ સ્ટેન્ડ પર ઊતર્યા ત્યારે તેમની પાસે 410 રૂપિયા જ હતા. સુરતમાં તેમણે ઓઇલ શોપ ખોલી અને પહેલા મહિને જ 10 હજાર રૂપિયાની કમાણી કરી. પહેલા વર્ષે 5 લાખ રૂપિયાનો નફો થયો તો તેમણે રાજહંસ બ્રાન્ડ નામથી ફિલ્ટર્ડ ખાદ્યતેલ લોન્ચ કર્યું. 1999માં જયેશ દેસાઈએ એક ટેક્સટાઇલ મિલ ખરીદી અને રાજહંસ સાડી અને પોલી પ્રિન્ટ્સ લોન્ચ કરી. ‘જે કમાઓ તેનું રોકાણ કરો’ આ મંત્ર પર ચાલીને જયેશ દેસાઈએ સુરતમાં ભવ્ય સિંગલ સ્ક્રીન થિયેટર રાજહંસ લોન્ચ કર્યું. આજે તેઓ 25થી વધારે મલ્ટિપ્લેક્સ અને રાજહંસ એન્જોય રેસ્ટોરાં ચેઇનના માલિક છે. શિરડી, વૈષ્ણોદેવી અને તિરુપતિમાં શાકાહારી રાજહંસ રેસ્ટોરાં છે. 2004માં તેઓ ચોકલેટ પણ બનાવવા લાગ્યા. જયેશ દેસાઈ કહે છે કે પોતાના મન-મગજમાં સફળતાને સ્થાપિત કરીને ઈમાનદારીથી મહેનત કરો, સંબંધો બનાવો અને પોતાના સહયોગીઓની કેર કરો તો કશું જ અસંભવ નથી.

[email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી