સ્ટ્રેટેજી & સક્સેસ / દેશની પહેલી ફાર્માસ્યુટિકલ કંપની : એલેમ્બિક

article by prakash biyani

પ્રકાશ બિયાણી

Apr 03, 2019, 04:44 PM IST

પિતાની દેખરેખમાં જે બાળકો મોટાં થાય છે અને અભ્યાસ કરે છે તેમની ક્ષમતા અને યોગ્યતા પિતા બહુ સારી રીતે જાણે છે. સમજદાર પિતા ઉપયુક્ત સમયે સંતાનોની સમજણ પર ભરોસો કર્યા વગર લાઇફ બોટ વગર તેમને પાણીમાં ધક્કો મારી દે છે અને પછી જે પરિણામ મળે છે તેનું ઉત્તમ ઉદાહરણ એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ છે. તેના ચેરમેન-મેનેજિંગ ડાયરેક્ટર ચિરાયુ અમીને વર્ષ 2008માં જ્યારે પોતાના પુત્રોને કંપનીનું સુકાન સોંપ્યુ ત્યારે કંપની 666 કરોડ રૂપિયાનો વેપાર કરી રહી હતી. નાણાકીય વર્ષ 2016માં આ ટર્નઓવર 3145 કરોડ રૂપિયા થઈ ગયું.

  • 2008માં એલેમ્બિકે અમેરિકામાં પોતાના લેબલથી દવા લોન્ચ કરી

એલેમ્બિક ફાર્માસ્યુટિકલ દેશની પહેલી ફાર્માસ્યુટિકલ કંપની છે. 111 વર્ષ પહેલાં 1907માં ચિરાયુ અમીનના દાદાજી ટિંક્ચર અને આલ્કોહોલ બનાવવા લાગ્યા હતા. ચિરાયુ અમીને ઉત્પાદનની શ્રૃંખલા વધારી અને વિટામિન પિલ્સ, પેનિલિસિન અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિએન્ટ્સ પણ બનાવવા લાગ્યા. તેમણે પોતાના પુત્ર પ્રણવ, શૌનક અને ઉદિતને પોતાની દેખરેખમાં તૈયાર કર્યા. પ્રણવ અમીને કાર્નેગી મેલ્લોન યુનિ.માંથી ઇકોનોમિક્સ અને ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટની સ્નાતક અને થંડરબર્ડ સ્કૂલ ઓફ ગ્લોબલ મેનેજમેન્ટ, યુએસમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે. શૌનક અમીને મેસેચ્યુસેટ્સ યુનિ.માંથી ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ઉદિત અમીને મિશિગન યુનિ.માંથી ઇકોનોમિક્સની સાથે ઇન્ટરનેશનલ ટ્રેડનો અભ્યાસ કર્યો છે. ક્રિકેટના શોખીન ચિરાયુ અમીને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ઇન્ડિયા (બીસીસીઆઇ)ના વાઇસ પ્રેસિડેન્ટ અને આઇપીએલના ચેરમેન બન્યા તો તેમણે કંપની પ્રોફેશનલ્સને સોંપી દીધી. 2003માં પ્રણવ અને શૌનક બિઝનેસ સાથે જોડાયા. ચિરાયુ અમીને બંનેને પાંચ વર્ષ સુધી તપાવ્યા ને 2008-09માં તેમણે કંપનીના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર બનાવી દીધા. ચિરાયુ અમીને વડોદરામાં પોતાની 100 એકર જમીન નાના પુત્ર ઉદિતને સોંપી જે રિયલ એસ્ટેટ બિઝનેસ સંભાળી રહ્યા છે.
પ્રણવ અને શૌનક અમીને જ્યારે એલેમ્બિકનું સુકાન સંભાળ્યું ત્યારે કંપની થેરાપી ડ્રગ્સ બનાવી રહી હતી અને એજિથ્રલ, એલ્થ્રોસિન અને ગ્લાયકોડીન કફ સિરપ્સ માટે જાણીતી હતી. મેડિકો વર્લ્ડ બદલાઈ રહ્યું હતું. ક્રોનિક થેરાપી અને સ્પેશિયાલિટી મેડિસિન્સનો દોર શરૂ થયો તો થેરાપી ડ્રગ્સનું માર્કેટ સંકોચાવા લાગ્યું, નફો ઘટવા લાગ્યો. પ્રણવ અને શૌનક અમીને 2007માં 170 કરોડ રૂપિયામાં ડાબર ઇન્ડિયાનો ઘરેલુ કાર્ડિયોલોજી અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ડ્રગ્સ પોર્ટફોલિયો ખરીદ્યો. ત્યારબાદ એલેમ્બિકે સ્પેશિયાલિટી અને લાઇફ સ્ટાઇલ ડ્રગ્સ માર્કેટમાં એન્ટ્રી લીધી. પોતાના મેડિકલ રિપ્રેઝન્ટેટિવ્ઝને દવા વિશેષનું વેચાણ વધારવા પર ઇન્સેન્ટિવ આપ્યું અને તેમની ઉત્પાદકતા વધારી. શૌનકે ઘરેલુ માર્કેટમાં આ સ્ટ્રેટેજીથી વેચાણ અને કમાણી વધારી તો પ્રણવે ઇન્ટરનેશનલ માર્કેટમાં રેસ લગાવી. અમેરિકામાં એલેમ્બિકનું માર્કેટિંગ નેટવર્ક નહોતું તેથી તેમણે ત્યાં બીજી કંપનીઓ માટે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કર્યું. જોકે, તેમનું લક્ષ્ય અન્ય ભારતીય દવા કંપનીઓની જેમ જ જેનેરિક ડ્રગ્સ બનાવવાનું હતું. 2008માં એલેમ્બિકે અમેરિકામાં પોતાના લેબલથી દવા લોન્ચ કરી. 2016માં તેની સંખ્યા 23 થઈ ગઈ. આજે કંપનીના કુલ ટર્નઓવરમાં એલેમ્બિકના ઇન્ટરનેશનલ ફોર્મ્યુલેશન્સ બિઝનેસની 50 ટકા ભાગીદારી છે. એલેમ્બિક ગ્રૂપની એલ્કેમી રિયલ એસ્ટેટના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર છે ચિરાયુ અમીનના સૌથી નાના પુત્ર ઉદિત. આ કંપની વડોદરા અને બેંગલુરુમાં રેસિડેન્શિયલ હોમ્સ, કોમર્શિયલ, રિયલ એસ્ટેટ, લેન્ડ ડેવલપમેન્ટ, કન્સ્ટ્રક્શન અને પ્રોપર્ટીનું ખરીદ-વેચાણ કરે છે.
એલેમ્બિક ગ્રૂપના ચેરમેન ચિરાયુ અમીને રિવર્સ જર્ની કરતા પ્રોફેશનલ્સ રન બિઝનેસ પોતાના પુત્રોને સોંપ્યો. પુત્રોએ બિઝનેસ વર્લ્ડમાં લાંબી ઈનિંગ્સ રમીને પિતાની નેટવર્થને 1 બિલિયન ડોલર કરી દીધી છે.
[email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી