Back કથા સરિતા
પ્રકાશ બિયાણી

પ્રકાશ બિયાણી

બિઝનેસ (પ્રકરણ - 42)
‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ એવા પ્રકાશ બિયાણી ભારતના આંત્રપ્રેનર્સ પર સતત અભ્યાસપૂર્ણ લેખો લખે છે.

પ્લાસ્ટિકનાં ઘરેલુ ઉત્પાદનોની પાયોનિયર : નીલકમલ

  • પ્રકાશન તારીખ20 Mar 2019
  •  

ઇનોવેટિવ આંત્રપ્રિન્યોર્સ જોખમ ઉઠાવે છે અને પોતાના ગુડ્સને માર્કેટમાં અર્લી બર્ડ્સ બનીને સફળતાનો જે પાયો બનાવે છે, તેનું ઉત્તમ ઉદાહરણ નીલકમલ લિમિટેડ છે. ઈ.સ. 1934માં પ્લાસ્ટિક એક અજાણી પ્રોડક્ટ હતી ત્યારે નીલકમલે દેશમાં પહેલીવાર પ્લાસ્ટિક બટન બનાવ્યાં હતાં. આજે નીલકમલ દુનિયાની સૌથી મોટી મોલ્ડેડ ફર્નિચર અને એશિયાની સૌથી મોટી પ્લાસ્ટિક મોલ્ડેડ પ્રોડક્ટ્સ પ્રોસેસર છે. કંપની મટીરિયલ હેન્ડલિંગ સોલ્યુશન્સ (જેમ કે ક્રેટ્સ), મોલ્ડેડ ફર્નિચર, મેટ્રેસિસ અને રેડી બેડ્સ માટે ખૂબ જ વિખ્યાત છે. કંપનીના સામ્બા (જમ્મુ-કાશ્મીર), ઓએડા, બરજોરા (પશ્ચિમ બંગાળ), સિન્નાર અને નાસિક (મહારાષ્ટ્ર), સેલવાસ, પોંડુચેરી અને હોસુર(તમિલનાડુ)માં 8 સ્ટેટ ઓફ ધ આર્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ છે. દેશમાં 40 ક્ષેત્રીય કાર્યાલય અને 40થી વધારે વેરહાઉસીસ છે. દુનિયાના 30થી વધારે દેશોમાં કંપનીનાં ઉત્પાદનો પહોંચી રહ્યાં છે. કંપનીનું વાર્ષિક ટર્નઓવર 2100 કરોડ રૂપિયાથી વધારે થઈ ગયું છે. ઈ.સ. 1991માં શેર માર્કેટમાં લિસ્ટેડ નીલકમલ લિમિટેડે પોતાના શેરધારકનો સરેરાશ 14.5 ટકા રિટર્ન આપ્યું છે. નીલકમલના ચેરમેન વામનભાઈ પારેખ અને મેનેજિંગ ડાયરેક્ટર શરદભાઈ પારેખ છે.

  • 1950માં વ્રજલાલભાઈએ સૌથી પહેલો પ્લાસ્ટિકનો કપ લોન્ચ કર્યો

પારેખ બંધુઓના પિતા વ્રજલાલ પ્રભુદાસ પારેખ ઈ.સ. 1930માં એવી ઇચ્છા સાથે મહુવા(ભાવનગર)થી મુંબઈ શિફ્ટ થયા હતા કે પોતાનો વ્યવસાય કરશે, નોકરી નહીં. મહુવામાં તેમનો પરિવાર મેટલનાં બટન બનાવતો હતો. વ્રજલાલભાઈએ 1934માં એક નાનું બટન મેકિંગ મશીન ખરીદ્યું અને મેટલ બટન બનાવવા લાગ્યા. દેશની આઝાદી પછી તેમણે રંગીન પ્લાસ્ટિક બટન બનાવ્યાં. પ્લાસ્ટિકના બટનનું ચલણ વધી ગયું તો ઈ.સ. 1950માં વ્રજલાલભાઈએ વિન્ડસર મશીન ખરીદ્યું અને એક વાર ફરી સૌથી પહેલો પ્લાસ્ટિકનો કપ લોન્ચ કર્યો. સમાચારપત્રોમાં આ પ્રોડક્ટની ખૂબ જ ચર્ચા થઈ, જે ટી કપ તરીકે ખૂબ જ લોકપ્રિય થયા. ત્યારબાદ વ્રજલાલભાઈની કંપની નેશનલ પ્લાસ્ટિક્સે પ્લાસ્ટિકના શોપિંગ બાસ્કેટ્સ, બાલ્ટી, ટમ્બલરથી લઈને મોટા વોટર સ્ટોરેજ ટેન્ક્સ લોન્ચ કર્યા. મેટલનાં ઉત્પાદનોની તુલનામાં કિફાયતી, ટકાઉ અને વજનમાં હલકા હોવાને કારણે પણ તે ખૂબ જ લોકપ્રિય થયા.
1980માં પોતાના પાંચ પુત્રો બિઝનેસમાં જોડાયા પછી વ્રજલાલ રિટાયર્ડ થઈ ગયા. તેમણે એક દિવસ પોતાના પુત્રોને કહ્યું કે હવે તમે લોકો પરસ્પર સહમતીથી બિઝનેસની વહેંચણી કરી લો. વહેંચણી બાદ 1981માં વામનભાઈ અને શરદભાઈએ પવાઈમાં નીલકમલ પ્લાસ્ટિકને ખરીદી. 1984માં પારેખ બંધુઓએ એક વિદેશી ઇન્ડસ્ટ્રિયલ ફેરમાં પ્લાસ્ટિક કેરેટ્સ જોયા. તેમણે ભારતમાં તેને બનાવ્યા જેને શ્વેત ક્રાંતિ પછી ડેરી ઉદ્યોગ તરફથી રિસ્પોન્સ મળ્યો. નીલકમલને કોક, પેપ્સી અને મધર ડેરી તરફથી કેરેટ્સ સપ્લાયનો ઓર્ડર મળ્યો.

પારેખ પરિવારની ત્રીજી પેઢીના હિતેન, મનીષ, મિહિર અને નયન બિઝનેસમાં જોડાયા તો કારોબાર ઝડપથી ફેલાવા લાગ્યો. નીલકમલ બ્લો પ્લાસ્ટ માટે પણ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરવા લાગી જેમાં માડરની બ્રાન્ડ પ્લાસ્ટિક ચેર્સ પણ હતી. 1981માં યુવા પારેખ બંધુઓએ બી2બી બિઝનેસ બંધ કર્યો અને નીલકમલ બ્રાન્ડ નામથી પ્લાસ્ટિક ચેર્સ લોન્ચ કરી. ઓછું વજન, ટકાઉ અને વોશેબલ હોવાથી લગ્ન સમારંભ માટે ડેકોરેટર્સ પણ તેમને પસંદ કરવા લાગ્યા. એક સમયે એક મહિનામાં 5 હજાર નીલકમલ પ્લાસ્ટિક ચેર્સ વેચાતી હતી આજે એક દિવસમાં 25 હજાર વેચાઈ રહી છે. પ્લાસ્ટિક ચેર્સને મળેલા રિસ્પોન્સથી પ્રેરિત થઈને પારેખ બંધુઓએ વેલ્યૂ એડેડ પ્લાસ્ટિક ફર્નિચરની આખી શ્રેણી, મેટ્રેસિસ અને રેડી બેડ્સ પણ બનાવવા લાગ્યા અને તેમણે હોમ ફર્નિશિંગ સ્ટોર્સ પણ ખોલ્યા. વર્ષ 2003માં પારેખ બંધુઓએ કારોબારને દેશવ્યાપી ફેલાવવાની ઇચ્છાથી ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન એડ કેમ્પેઇન પર 2.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યો. સંયોગથી ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચી અને નીલકમલ મોલ્ડેડ ફર્નિચરની નેશનલ બ્રાન્ડ

બની ગઈ. પારેખ પરિવારની સફળતા અને સંપન્નતાનો રાઝ છે સંયુક્ત પરિવારનું આર્થિક મેનેજમેન્ટ. વામનભાઈ અને શરદભાઈ તથા તેમના પુત્રોને કંપનીમાંથી પર્સનલ ખર્ચ માટે વેતન મળે છે. કંપનીના પ્રમોટર્સની બધી જ કમાણી સંયુક્ત બિઝનેસમાં રોકવામાં આવે છે. આ ફેમિલી પર્સમાંથી લગ્નપ્રસંગ જેવાં પારિવારિક આયોજનો માટે બધાની સહમતીથી પૈસા ખર્ચ કરવામાં આવે છે. ફેમિલી રન બિઝનેસના સુચારુ સંચાલનની સાથે એક ઇનોવેટિવ આંત્રપ્રિન્યોરની પહેલથી ચાર પેઢી સુધીના બિઝનેસ મેનેજમેન્ટનું રસપ્રદ ઉદાહરણ નીલકમલ છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP