સ્ટ્રેટેજી & સક્સેસ / પહેલાં સ્વદેશી ઇન્ડસ્ટ્રિયલ રોબોટ્સ નિર્માતા આકાશ અને સમય

article by prakash biyani

પ્રકાશ બિયાણી

Mar 13, 2019, 02:36 PM IST

એવાં બાળકો છે જે રમકડું મળતાં જ તેની સાથે રમવા લાગે છે. તેઓ જાણવા ઇચ્છે છે કે રમકડું કેવી રીતે દોડી રહ્યું છે, કેવી રીતે બોલી રહ્યું છે? જો બાળકોનાં માતા-પિતામાં પણ એ જાણવાની જિજ્ઞાસા હોય કે બાળકો આવું કેમ કરી રહ્યાં છે તો તેઓ આકાશ ગુપ્તા અને સમય કોહલી બની શકે છે. આ બંને યુવા ઉદ્યમી ગ્રે ઓરેન્જના સંસ્થાપક છે. તેમનું કહેવું છે કે 8 વર્ષમાં ગ્રે ઓરેન્જ એશિયાની સૌથી મોટી વેરહાઉસ ઓટોમેશન કંપની બની ગઈ છે, જે બહુ જલદી એક બિલિયન ડોલરનો કારોબાર કરવા લાગશે.

  • 8 વર્ષમાં ગ્રે ઓરેન્જ એશિયાની સૌથી મોટી વેરહાઉસ ઓટોમેશન કંપની બની ગઈ છે

ઉત્તરપ્રદેશના ઓરિયામાં જન્મેલા આકાશના પિતા રેલવે કર્મચારી હતા. આકાશ જ્યારે છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે થ્રીડી એનિમેશનમાં રસ હોવાને કારણે તેણે 3ડી મેક્સ અને માયા શીખી લીધું હતું. અહીં સમય કોહલી તેનો મિત્ર બન્યો. બંને એન્જિનિયરિંગ કોર્સના પહેલા વર્ષે જ હ્યુમનોઇડ (માનવ દેખાવવાળા) રોબોટ પ્રોજેક્ટની ટીમમાં સામેલ થઈ ગયા. આ ટીમે હ્યુમનોઇડ રોબોટનાં ત્રણ વર્ઝન બનાવ્યાં. આકાશ અને સમયે અમેરિકન કંપની સીએન્ડસી ટેક્નોલોજીસમાં ઇન્ટર્નશિપ દરમિયાન 400 ફૂટનું ડિઝની પાર્ક જેવું ઓટોમેટેડ પ્લે હાઉસ બનાવ્યું. 2008માં તેમને જાપાનમાં રોબોટિક સ્પર્ધામાં સામેલ થવાની તક મળી. તેમની ટીમના હ્યુમનોઇડ રોબોટે પ્રતિસ્પર્ધી રોબોટને ત્રણ વાર પટકીને રોબો ગેમ્સમાં ઇનામ જીત્યું. 2011માં આકાશ અને સમયને આઇઆઇટી મુંબઈમાં હ્યુમનોઇડ રોબોટિક વર્કશોપમાં કામ કરવાની તક મળી. અહીંથી જ તેમણે એક કંપની બનાવવાનું સ્વપ્ન જોયું. એન્જિનિયર બન્યા પછી બંનેએ સપ્લાય ચેન અને વેરહાઉસિંગ માટે હાર્ડવેર (રોબોટ્સ) બનાવવા માટે ગ્રે ઓરેન્જની સ્થાપના કરી.

ગ્રે ઓરેન્જે ઝડપથી સામાન મૂવ કરનારા જે ઇન્ડસ્ટ્રિયલ રોબોટ બનાવ્યા તેને લોજિસ્ટિક અને ઈ-કોમર્સ સેક્ટરમાંથી સારો રિસ્પોન્સ મળ્યો. તેમનો એક રોબોટ બટલર પ્રોડક્ટ્સ સ્ટોર કરે છે તો સોર્ટર કોઈ પણ સાઇઝ અને આકારના પેકેજનું શોર્ટિંગ કરી દે છે. આ ઇન્ડસ્ટ્રિયલ રોબોટ અનેકઘણો ફાસ્ટ અને એક્યુરેટ છે. એટલે કે રોબોટ એક કલાકમાં 400થી 600 આઇટમ ઉઠાવે છે જ્યારે શ્રમિક 8 કલાકમાં 100થી 200 આઇટમ જ ઉઠાવી શકે છે.

આજે ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, મિન્ત્રા, જેબોંગ, કુરિયર કંપની ડીટીડીસી સિવાય ઇન્ટરનેશનલ લોજિસ્ટિક્સ, રિટેલ અને કોસ્મેટિક કંપનીઓ ગ્રે ઓરેન્જના રોબોટ્સનો ઉપયોગ કરી રહી છે. દેશ-વિદેશના સંસ્થાગત રોકાણકારોએ કંપનીમાં 10 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. જોકે, કંપની તેની પુષ્ટિ નથી કરતી. 2015માં કંપનીના 120 કર્મચારીઓમાંથી 100 એન્જિનિયર હતા. ગુડગાંવ અને સિંગણાપુરમાં કંપનીની ઓફિસ છે. આકાશ અને સમયની ઇચ્છા છે કે તેઓ 10 હજાર રોબોટ્સવાળા વેરહાઉસનું સંચાલન કરે.

આંતરરાષ્ટ્રીય ઓટોમેશન સેગ્મેન્ટમાં સિમેન્સ, એસએસઆઇ સ્ચેફેર, સ્વિસલોગ, મિત્સુબિશી અને કિવા સિસ્ટમનો મુકાબલો કરતા આકાશ ગુપ્તા અને સમય કોહલીએ સાબિત કર્યું છે કે ભારતીયો પણ ગ્લોબલ સ્ટાન્ડર્ડ હાર્ડવેર બનાવી શકે છે. આ પ્રતિસ્પર્ધામાં ગ્રે ઓરેન્જની સફળતાનું મુખ્ય કારણ પ્રાઇઝ છે. વિદેશી કંપનીઓના રોબોટ્સ ગ્રે ઓરેન્જના રોબોટ્સથી ચારથી પાંચ ગણા મોંઘા છે. ગ્રે ઓરેન્જમાં રોકાણ કરનારા વેન્ચર કેપિટાલિસ્ટ કહે છે કે મલ્ટિ બિલિયન ડોલર ઓટોમેશન બિઝનેસમાં એવા મેન્યુફેક્ચરર બહુ ઓછા છે જે વર્લ્ડ ક્લાસ ક્વોલિટી અને ક્ષમતાવાળા હાર્ડવેર બનાવી શકે. ગ્રે ઓરેન્જે પોતાની ક્ષમતા અને પ્રતિબદ્ધતા સિદ્ધ કરી દીધી છે.
[email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી