સ્ટ્રેટેજી & સક્સેસ / બીજથી બજાર સુધી નાના ખેડૂતોની સાથે : ફાર્મ્સ એન ફાર્મર્સ

article by prakash biyani

પ્રકાશ બિયાણી

Mar 06, 2019, 01:23 PM IST

નાના ખેડૂતોને સાયન્ટિફિક ખેતી કરવા માટે બીજ, ખાતર વગેરે ઉપલબ્ધ કરાવવાની સાથે તેમના પાકનું વાજબી મૂલ્ય અપાવનારા યુવા ઉદ્યમી છે શશાંકકુમાર તથા મનીષકુમાર અને તેમની ટીમ- અમરેન્દ્ર સિંહ, શ્યામસુંદર સિંહ, આદર્શ શ્રીવાસ્તવ, અભિષેક ડોકાનિયા. આ આઇઆઇટિયન્સે પોતાની કરિયર દાવ પર લગાવીને ખેડૂતોની ભલાઈને પોતાનું મિશન બનાવ્યું તો તેમને તેનું સારું ફળ પણ મળ્યું. તેમના દ્વારા સ્થાપિત સ્ટાર્ટઅપ ફાર્મ્સ એન ફાર્મર્સને ઘણા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ મળ્યા છે. 2016માં શશાંકકુમારને પ્રધાનમંત્રીની સાથે ફિક્કીના પ્રતિનિધિમંડળમાં કેન્યા જવાની તક પણ મળી છે. તેમને બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશ, તાન્ઝાનિયા અને યુએસના ટાઇકોન, સિલિકોન વેલીએ આમંત્રિત કર્યા હતા.

  • શશાંક અને મનીષે સમાન વિચારોવાળા મિત્રોને એકઠા કર્યા અને 2010માં ફાર્મ્સ એન ફાર્મર્સની સ્થાપના કરી

શશાંકનો જન્મ બિહારના એક નાનકડા શહેર ચાપરાના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો. તેમના પિતા બિહાર વીજળી બોર્ડમાં ગ્રેજ-3 કર્મચારી હતા અને માતા સરકારી સ્કૂલમાં ટીચર હતા. ઝારખંડમાંથી સ્કૂલિંગ પછી શશાંકે આઇઆઇટી, દિલ્હીમાંથી ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં સ્નાતક અને એમબીએની ડિગ્રી મેળવી. બીકન એડ્વાઇઝરી સર્વિસીસ અને એક એફએમસીજી કંપનીમાં નોકરી કર્યા પછી તેમણે નિર્ણય કર્યો કે તેઓ કૃષિ સેક્ટરમાં એન્ટ્રી લેશે. ખેડૂતોને મળનારી અને ઉપભોક્તા દ્વારા ચૂકવવામાં આવી રહેલી કિંમતમાં ઘણું અંતર જોઈને તે અંગેની સાચી સમજણ મેળવવા માટે શશાંક અને મનીષે અનેક ગામડાંઓની મુલાકાત લીધી. તેમણે જોયું કે નાના ખેડૂતો પરંપરાગત ખેતી કરી રહ્યા છે. તેઓ પોતાના પાકને કેવી રીતે વેચવો તે નથી જાણતા અને મધ્યસ્થીઓ તેમની કમાણી હડપ કરી લે છે.
શશાંક અને મનીષે સમાન વિચારોવાળા મિત્રોને એકઠા કર્યા અને કોઈ પણ સપોર્ટ વગર 2010માં ફાર્મ્સ એન ફાર્મર્સની સ્થાપના કરી. કંપની સાથે ખેડૂતોને જોડવા માટે ખૂબ જ મહેનત કરવી પડી. બિહારના વૈશાલી જિલ્લાના 13 નાના ખેડૂતો મને-કમને તૈયાર થયા. શશાંક અને મનીષના સમજાવવા પર તેમણે ઘઉંની સાથે રાજમાની ખેતી કરી. મુઝફ્ફર બ્લોકના ખેડૂતોએ તો સાધારણ અનાજને બદલે એક્સપોર્ટ ક્વોલિટી લાંબાં ગ્રેન ધાન પેદા કર્યાં. ફાર્મ્સ એન્ડ ફાર્મર્સે આ ખેડૂતોના પાકને માર્કેટમાં વેચ્યો અને તેમની કમાણી 25થી 30 ટકા વધી ગઈ તો શશાંક અને મનીષને અન્ય ખેડૂતો તરફથી પણ રિસ્પોન્સ મળવા લાગ્યો.
આજે બિહાર, ઉત્તરપ્રદેશ અને ઓરિસ્સાના 7,500થી વધારે ખેડૂતો ફાર્મ્સ એન્ડ ફાર્મર્સ સાથે જોડાયેલા છે. તેમની સાથે સંપર્ક જાળવી રાખવા માટે કંપનીના બ્લોક સ્તર પર સ્થાનિક સંપર્ક કેન્દ્ર ‘દેહાત’ ખોલ્યા છે. જેના માધ્યમથી ફાર્મ્સ એન ફાર્મર્સ ખેડૂતોની જિજ્ઞાસા અને સમસ્યાઓનું સમાધાન કરે છે. તેઓ સલાહ આપે છે કે પોતાની જમીનનું પરીક્ષણ કરાવીને અનુકૂળ પાક લે, પ્રમાણિત બીજ, ખાતર અને ન્યુટ્રીએન્ટ્સનો ઉપયોગ કરે. કંપની હોર્ટિકલ્ચર અને ઓર્ગેનિક ખેતીને પણ પ્રમોટ કરે છે. સંપર્ક કેન્દ્ર દેહાત પર હાજર કંપનીના પ્રતિનિધિ મોબાઇલ ફોન એપ્લિકેશનથી સદસ્ય ખેડૂતો અને તેમની કૃષિ ભૂમિનો ડેટા રેકોર્ડ કરે છે. ખેડૂતોની સમસ્યા, જિજ્ઞાસા વગેરે એન્ડ્રોઇડ એપથી કંપનીના સર્વર પર મોકલે છે. ત્યાંથી સોલ્યુશન્સ સીધા ખેડૂતોને તેમના મોબાઇલ પર મોકલવામાં આવે છે. તેમને માર્કેટની માંગ અનુસાર એ પણ જણાવવામાં આવે છે કે તેમણે કયો પાક લેવો. કંપની તેમનો પાક ખરીદે છે અને પ્રમાણિત કૃષિ ઇનપુટ્સ પણ તેમને અફોર્ડેબલ કિંમત ઉપલબ્ધ કરાવે છે. આ જ ફાર્મ્સ એન ફાર્મર્સની કમાણીનો સોર્સ છે.
બીજથી બજાર સુધીની સર્વિસીસ એક જ છત નીચે ઉપલબ્ધ હોવાથી ફાર્મ્સ એન ફાર્મર્સ સાથે જોડાયેલા 2.5થી 5 એકર કૃષિ ભૂમિવાળા ખેડૂતોની આવક 50 ટકા વધી ગઈ છે. કંપનીનું લક્ષ્ય 1 લાખ ખેડૂતોને સાયન્ટિફિક ખેતી કરાવવી અને તેમના પાકની યોગ્ય કિંમત અપાવવાનું છે.
[email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી