સ્ટ્રેટેજી & સક્સેસ / એડેટિવ્સની પાયોનિયર કંપની : ફાઇન ઓર્ગેનિક

article by prakash biyani

પ્રકાશ બિયાણી

Mar 05, 2019, 03:29 PM IST

ફાઇન ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રી પ્રા. લિ. પ્લાન્ટ્સ, પામ, રેપસીડ અને સોયાબીન જેવાં વેજિટેબલ ઓઇલ્સ, ફેટી એસિડ્સ ્ને ફેટી આલ્કોહોલથી વિવિધ ઉદ્યોગો માટે એડેટિવ્સ/ડેરિવેટિવ્સ અને ફૂડ્સ ઇમલ્સફાઇર્સ બનાવનારી રિસર્ચ આધારિત કંપની છે. બે તરલ પદાર્થ જેમ કે પાણી અને તેલને મિક્સ કરનારાં ફૂડ્સ ઇમલ્સફોઇર્સનો બેકરી, આઇસક્રીમ, બિસ્કિટ, ડેરી, બેવરેજીસ, નૂડલ્સ, પાસ્તા અને ચોકલેટ્સ બનાવવામાં ઉપયોગ થાય છે. તે પ્લાસ્ટિક્સનો લુક અને કોસ્મેટિક્સની ગુણવત્તા સુધારે છે. કંપની લુબ્રિકન્ટ્સનું પરફોર્મન્સ સારું કરવા માટે ઓઇલ એડેટિવ્સ બનાવે છે. વળી, સ્મિપ એડેટિવ્સ એ તેનું એક સંશોધન આધારિત ઉત્પાદન છે. તેને દુનિયામાં માત્ર ત્રણ જ કંપની બનાવે છે - ઇંગ્લેન્ડમાં ક્રોડા, અમેરિકામાં પીએમસી બાયોજેનિક્સ અને ભારતમાં ફાઇન ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ. આ એડેટિવ્સ પોલીમર્સ (પ્લાસ્ટિક, પાઇપ વગેરે)માં ઘર્ષણ રોકે છે. એડેટિવ્સ/ડેરિવેટિવ્સની પાયોનિયર કંપની ફાઇન ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ ડચ કંપની જિલાન્ડિયા ઇન્ટરનેશનલની સાથે બેકરી અને કન્ફેક્શનરી ઉત્પાદનોના પ્રી-મિક્સ પણ બનાવે છે.

  • ફાઇન ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝના મહારાષ્ટ્રમાં ચાર ઉત્પાદન પ્લાન્ટ્સ છે

કંપનીના 900 કરોડ રૂપિયાના ટર્નઓવરમાં નિકાસ આવકની ભાગીદારી 60 ટકા છે, કારણ કે દુનિયાના 80 દેશોમાં ફાઇન ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝના 300થી વધારે એડેટિવ્સ/ડેરિવેટિવ્સ પહોંચી રહ્યા છે. અમેરિકા અને ઇયુ (યુરોપિયન યુનિયન)માં કંપનીની સેલ્સ ઓફિસ છે. અમેરિકા અને નેધરલેન્ડમાં વેર હાઉસ છે. ભારતમાં યુનિલિવર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હલ્દિયા પેટ્રોકેમિકલ્સ, આઇપીસીએલ, બીપીસીએલ, પાર્લે, બ્રિટાનિયા, આઇટીસી, મોન્ડેલેઝ, ઇમામી, ડાબર, રેવલોન અને ગોદરેજ જેવી દિગ્ગજ કંપનીઓ તેની ગ્રાહક છે. 600 કર્મચારીઓની ફાઇન ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝના મહારાષ્ટ્રમાં ચાર ઉત્પાદન પ્લાન્ટ્સ છે, જેની ઉત્પાદન ક્ષમતા 73,500 ટન વાર્ષિક છે. કંપની ચોથો પ્લાન્ટ્સ સ્થાપવાની તૈયારી કરી રહી છે, જે 2019માં જ મેન્યુફેક્ચરિંગ શરૂ કરી દેશે. ત્યારબાદ કંપનીની ઉત્પાદન ક્ષમતા 1.10 લાખ ટન વાર્ષિક થઈ જશે.
1970માં ફાઇન ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝની સ્વ. રમેશ શાહે (નિધન 2008) સ્થાપના કરી હતી. રમેશ શાહનાં માતા-પિતા ક્યારેક બર્મા (હવે મ્યાનમાર)માં રહેતા હતા. 1955માં રમેશભાઈ નોકરીની શોધમાં કોલકાતા આવ્યા. અહીં સેલ્સમેનની નોકરી કર્યા પછી તેઓ મુંબઈ શિફ્ટ થઈ ગયા અને પોતાના નાના ભાઈ મુકેશ શાહની સાથે ફૂડ એમ્યુલિફિએર્સની ટ્રેનિંગ લેવા લાગ્યા. 1968માં તેને બનાવવાનો નિર્ણય લીધો. આ ટેક્નિકની શોધ કરતા તેઓ આઇસીટીમાં ઓઇલ ટેક્નિક પર રિસર્ચ કરનારા પ્રકાશ કામતને મળ્યા. કામતને રમેશભાઈનો આઇડિયા પસંદ આવ્યો અને તેમણે ફૂડ એમ્યુલસિફિઅર્સ બનાવવાની ટેક્નિક વિકસિત કરી. 1971માં બંનેએ ઘાટકોપર ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં 25 કિલો પ્રતિ દિવસની ક્ષમતાવાળું સી ફૂડ એમ્યુલસિફિઅર્સ યુનિટ સ્થાપ્યું. બેકરીઝ અને આઇસક્રીમ બનાવનારાઓ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો તો તેમણે એક જ વર્ષમાં ત્રણ ટનની ક્ષમતાવાળું યુનિટ ડોમ્બિવલીમાં સ્થાપ્યું. 1981માં તેઓ ટેક્સટાઇલ ઓલિયો કેમિકલ્સ (પેટ્રો કેમિકલ્સ પરની નિર્ભરતા ઘટાડનારું નેચરલ રસાયણ) બનાવવા લાગ્યા. મલેશિયામાં તેમણે વિદેશી ભાગીદાર સાથે ફૂડ ઇમલ્સફાઇર્સ એકમ સ્થાપ્યું. કંપનીનું ટર્નઓવર પણ 25 કરોડ રૂપિયા થઈ ગયું, પણ વર્ષ 2000માં એ ટર્નિગ પોઇન્ટ આવ્યો જેની રાહ દરેક ઉદ્યમી જુએ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો હજીરા પ્લાન્ટ સ્લીપ એડિટિવ્સની આયાત કરતો હતો. પ્રકાશભાઈએ તેની ટેક્નિક શોધવા માટે ઘણા દેશોની યાત્રા કરી, પણ પડતર બહુ વધારે હતી. પ્રકાશ કામતે સ્લીપ એડિટિવ્સ બનાવવાની સ્વદેશી ટેક્નિક વિકસાવી અને ફાઇન ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ વર્ષ 2000માં મુંબઈની પાસે બદલાપુરમાં 12 કરોડ રૂપિયાના રોકાણથી સ્લીપ એડિટિવ્સ બનાવવા લાગી. જેને કંપનીને દેશની મુખ્ય એડિટિવ્સ અને ડેરિવેટિવ કંપની બનાવી દીધી.
ફાઇન ઓર્ગેનિકના સહ સંસ્થાપક પ્રકાશ દામોદર કામત આજે કંપનીના ચેરમેન છે. જેમની ટેક્નિકલ સૂઝબૂઝ અને સ્વ. રમેશ શાહની ઉદ્યમશીલતાને કારણે ફાઇન ઓર્ગેનિક ઇનોવેશન અને આરએન્ડડી પર ફોકસ કરીને ઘણાં ઉદ્યોગ સેક્ટર્સની જરૂરિયાતો પૂરી કરનારી ડેરિવેટિવ્સની શ્રૃંખલા વિકસિત કરી છે. રિસર્ચમાં પહેલા પૈસા અને સમય ખર્ચવો પડતો હતો, પણ ઉત્પાદન બની જાય તો લાંબા સમય સુધી સારું રિટર્ન પણ મળતું હતું. સ્વ. રમેશભાઈના પુત્ર જયેન, તુષાર અને મુકેશ શાહના પુત્ર બિમલ શાહને આનું જ સારું ફળ મળી રહ્યું છે.
[email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી