સ્ટ્રેટેજી & સક્સેસ / અમૃત : હેલ્થ વર્કર્સ માટે ડાયગ્નોસ્ટિક એપ્સ

article by prakash biyani

પ્રકાશ બિયાણી

Feb 13, 2019, 03:22 PM IST

આયુષમાન ભારત યોજનાએ ગ્રામીણો માટે જટિલ રોગની મોંઘી સારવાર સરળ કરી દીધી છે, પણ ગ્રામીણ ભારત સામાન્ય રોગની સારવાર માટે આજે પણ પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર પર નિર્ભર છે. પ્રાથમિક ચિકિત્સા કેન્દ્ર પર સેવારત ગ્રામીણ હેલ્થ વર્કર્સ માટે કર્ણાટકના ડો. સૌરવ દાસ અને તેમના ત્રણ મિત્રોએ મોબાઇલથી સંચાલિત ક્લિનિકલ સપોર્ટ એપ્સ બનાવી છે. તેમના દ્વારા સ્થાપિત સ્ટાર્ટઅપ ન્યુડિગ્મનું એક ડિવાઇસ છે પામ એચ. એલસીડી સ્ક્રીન, સર્કિટ બોર્ડ અને બેટરી સંચાલિત આ ડિવાઇસમાં ગ્રામીણ હેલ્થ વર્કર્સ દર્દી પાસેથી મેળવેલી જાણકારી ફીડ કરે તો સામાન્ય રોગનું નિદાન થવાની સાથે એક ચેકલિસ્ટ પણ મળી જાય છે. ન્યુડિગ્મનું બીજું ડિવાઇસ અમૃત છે. આ સાધારણ મોબાઇલ ફોન પર કામ કરનારા પ્રસવ પહેલાં અને પ્રસવ પછીની ચાઇલ્ડ કેર એપ છે.

  • ડો. સૌરવ દાસે વિચાર્યું કે ગ્રામીણ હેલ્થ વર્કર્સ પાસે ઉપયુક્ત ટૂલ હોય તો તે ડોક્ટરનો સમય બચાવશે

ડો. સૌરવ દાસ 9મા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમણે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં દેશમાં બનેલી દવાઓનું રિસર્ચ કર્યું હતું. 2006માં તેમણે ચેન્નઈની સ્ટેન્લે મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. અહીં સેકન્ડ યરમાં તેમણે લીવરના રોગના નિદાન માટે ન્યૂરો સાયકોમેટ્રિક ટૂલ બનાવ્યું જેને તેમણે ડેન્માર્કમાં આયોજિત ઇન્ટરનેશનલ લીવર કોંગ્રેસમાં રજૂ કરવાની તક મળી. ત્યાંથી પાછા ફરવા પર તેમના પ્રોફેસરે કહ્યું, ‘અત્યારે અભ્યાસ કરો, ગ્રેજ્યુએશન પછી રિસર્ચ કરજો.’

આ સાંભળીને ડો. સૌરવ દાસ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે આપણા દેશની શિક્ષણ પ્રણાલીમાં ઇનોવેશનની શક્યતા જ નથી. 2009માં ચેન્નઈ નજીકના એક ગામમાં ઇન્ટર્ન તરીકે પોસ્ટિંગ મળ્યું તો તેમણે જોયું કે પબ્લિક હેલ્થ કેર સેન્ટરમાં આશરે 500 દર્દીઓ વેઇટિંગમાં છે. ત્યાં માત્ર એક ગ્રામીણ હેલ્થ કેર વર્કર છે, ડોક્ટર નથી. ત્યારે ડો. સૌરવના ટેક્નિકલ મગજે તેમને પ્રેરિત કર્યા કે ગ્રામીણ હેલ્થ વર્કર્સ પાસે ઉપયુક્ત ટૂલ હોય તો તે ડોક્ટરનો સમય બચાવશે.

તેમણે આઇઆઇટી ગ્રેજ્યુએટ મિત્ર સત્યા પરીજાને કહ્યું કે તેઓ ક્લિનિકલ ડિસીઝન સપોર્ટ માટે મોબાઇલ એપ્લિકેશન બનાવે. સત્યા પરીજાએ એક બીજા આઇઆઇટિયન ગુરલીવલીન ગ્રેવાલ અને તેમના મિત્ર ડો. શ્રીનિવાસન રામચંદ્રનને આ કામ માટે તૈયાર કર્યા, પણ પૈસા નહોતા. ડો. સૌરવે કહ્યું કે આપણે વગર મેડિકલ ડિગ્રી વગરના ગ્રામીણ હેલ્થ વર્કર્સ માટે ડાયરિયા ડાયગ્નોસ્ટિક ટૂલનો પ્રોટોટાઇપ બનાવી લઈશું તો ફંડિંગ મળી જશે અને આવું જ થયું. તેમના પ્રોટોટાઇપને આઇઆઇટી, મદ્રાસના ટેક ફેસ્ટમાં એવોર્ડ મળ્યો. તમિલનાડુના નેશનલ રૂલર હેલ્થ મિશન તરફથી તેમને નવજાત શિશુ અને માતાની હેલ્થ કેર ડિવાઇસ ડેવલપ કરવા માટે 7.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી. ડો. સૌરવ દાસની ટીમે મોબાઇલ આધારિત એપ્લિકેશન અમૃત બનાવી. આ ડિસીઝન સપોર્ટ સિસ્ટમને આઇઆઇએમ, અમદાવાદ તથા બેંગલુરુ, બિટ્સ પિલાની અને ઇકોનોમિક ટાઇમ્સ પાવર ઓફ ઇન્ડિયા પાસેથી 18 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર મળ્યો તો વર્ષ 2010માં ડો. સૌરવદાસ, શ્રીનિવાસન રામચંદ્રન, ગુરલીવ લીન ગ્રેવાલ અને સત્યા પરીજાએ ન્યુડિગ્મની સ્થાપના કરી.
2012માં મેડિકલનો અભ્યાસ પૂરો કર્યા પછી ડો. સૌરવ થોડો સમય કેલિફોર્નિયા યુનિ.માં રહ્યા. ત્યાં તેમણે ક્લિનિકલ સપોર્ટ સિસ્ટમ્સના એડવાન્સ મોડલ જોયા. નવા જ્ઞાન ને નવી સ્કિલની સાથે સ્વદેશ પાછા ફરીને ડો. સૌરવે હેલ્થ કેર સેક્ટરની સરકારી એજન્સીઓ અને અેનજીઓને ભાગીદાર બનાવીને તમિલનાડુ, કેરળ, મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના હેલ્થ વર્કર્સને તાલીમ આપી અને ન્યુડિગ્મના ક્લિનિકલ સપોર્ટ સિસ્ટમ ઉપલબ્ધ કરાવી. ન્યુડિગ્મની સ્થાપના સમાજસેવાથી થઈ, જે હવે બિઝનેસ બની ગઈ છે. [email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી