Back કથા સરિતા
પ્રકાશ બિયાણી

પ્રકાશ બિયાણી

બિઝનેસ (પ્રકરણ - 37)
‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ એવા પ્રકાશ બિયાણી ભારતના આંત્રપ્રેનર્સ પર સતત અભ્યાસપૂર્ણ લેખો લખે છે.

યોગનું લાઇફસ્ટાઇલમાં રૂપાંતરણ : સર્વેશ શશિ

  • પ્રકાશન તારીખ06 Feb 2019
  •  

પિતા યોગ ક્લાસમાં જોડાયા, પણ તેઓ ત્યાં ન જઈ શક્યા. તેમણે પોતાના પુત્રને કહ્યું કે તું યોગ ક્લાસ એટેન્ડ કર. પિતા નહોતા જાણતા કે આ નાનકડી ઘટના તેમના પુત્રનો કાયાકલ્પ કરી દેશે. પુત્રનું મિશન બની જશે ‘સર્વે ભવન્તુ સુખિન:’ અને તે કરોડો રૂપિયાનો પૈતૃક બિઝનેસ ભૂલીને યોગ સ્ટુડિયો જોરબા લોન્ચ કરશે. ગ્રીક શબ્દ જોરબાનો અર્થ થાય છે- દરેક દિવસને સંપૂર્ણ જીવો. જોરબાના સંસ્થાપક સીઈઓ ચેન્નઈના 26 વર્ષીય સર્વેશ શશિ કહે છે કે હું યોગ દ્વારા યુનિવર્સલ હેપ્પીનેસ એટલે કે લોકોનાં જીવનને ખુશહાલ બનાવવા ઇચ્છુ છું.

  • સર્વેશનું લક્ષ્ય સમગ્ર દેશમાં 150 જોરબા સ્ટુડિયો શરૂ કરવાનું છે

સર્વેશ શશિના પિતા શશિકુમાર 1200 કરોડ રૂપિયાનો વાર્ષિક કારોબાર કરનારા સબારી ગ્રૂપના ચેરમેન છે. સર્વેશ 17 વર્ષના હતા ત્યારે પિતાએ પોતાની જગ્યાએ તેમને યોગ ક્લાસમાં મોકલ્યા હતા. કોલેજ ડ્રોપ આઉટ સર્વેશ તે દિવસોમાં પોતાના રાજ્યની ક્રિકેટ ટીમના ખેલાડી હતા અને આઇપીએલ ટીમની સાથે ટૂર પર જતા હતા. ફિટનેસ પ્રત્યે તેઓ ખૂબ જ સતર્ક હતા. યોગ ચુસ્ત દુરસ્ત રાખે છે તે વિચારીને તેઓ યોગ ક્લાસ પહોંચી ગયા. ત્યાં તેઓ યોગગુરુ વિજનેન્દ્રને મળ્યા. તેમણે જોયું કે સર્વેશ મનમોજી છે અને જલદી ગુસ્સે થાય છે.

આ ખામીઓની સાથે તેમણે સર્વેશમાં એક ઓજ (સ્પાર્ક) પણ જોયું. તેમણે સર્વેશને કહ્યું ખુદને ઓળખવા ઇચ્છતા હોવ તો 40 દિવસ મૌન રહો, ફેન્સી કપડાં ન પહેરશો, નો સ્મોકિંગ, નો ડ્રિંકિંગ, નો એન્ટરટેઇનમેન્ટ. કોઈ અજ્ઞાત પ્રેરણાથી સર્વેશે ગુરુજીની વાત માની લીધી. યોગ અને સંયમે સર્વેશને બદલી નાખ્યા. તેમણે પોતાના આ અનુભવને લોકોની સાથે શેર કરવાની ઇચ્છાથી ગુરુજીને કહ્યું કે તેઓ સાથ આપે તો હું એવો યોગ સ્ટુડિયો સ્થાપવા માગું છું જે યુવાઓને સકારાત્મક બનાવે.

ત્યારબાદ સર્વેશે પોતાના કાકા પાસેથી 5 લાખ રૂપિયાની લોન લીધી અને પિતાજીને કહ્યું, ‘મારે તમારા પૈસા નથી જોઈતા. બસ યોગ સ્ટુડિયો માટે જગ્યા આપી દો.’ પિતાએ માઉન્ટ રોડ, ચેન્નઈના એક મકાનનું બેઝમેન્ટ આપ્યું તો સર્વેશે નેશનલ એવોર્ડ વિનર થોટા થરાનીને યોગ સ્ટુડિયો ડિઝાઇન કરવાનું કામ સોંપ્યું અને કહ્યું, ‘આ સ્ટુડિયો એવો હોવો જોઈએ જેમાં આવે તેને તેનું પોતાનું બીજું ઘર લાગે અને તેને ઘરે જવાની ઇચ્છા જ ન થાય. 1 ડિસેમ્બર, 2013માં સીમિત અને પસંદગીના લોકો માટે યોગ સ્ટુડિયો જોરબાનો શુભારંભ થયો. 10 મહિના પછી ફ્રેન્ચાઇઝી આધાર પર બીજો અને પછી ત્રીજો.

14 પ્રકારના યોગ, 12 પ્રકારનાં ધ્યાન અને 122 પ્રકારના પ્રાણાયામે જોરબા સાથે 6 વર્ષના બાળકથી લઈને 87 વર્ષીય વૃદ્ધને જોડી દીધા. સર્વેશે દાંડેકર કેપિટલના વિગ્નેશ શંકરને પ્રશાંત તલવલકર સાથે મળાવ્યા. તેમની કંપની બેટર વેલ્યૂ ફિટનેસ લિ.ની દેશભરમાં 200 જેટલી હેલ્થ ક્લબ છે. પ્રશાંત તલવલકર પોતાની હેલ્થ ક્લબમાં યોગ સેન્ટર ખોલવા ઇચ્છતા હતા. તેમને જોરબાનાં પાણી અને હવામાં યોગ, ડાન્સ યોગ, બ્રિક્સ યોગ, સ્ટેન્ડઅપ પેડલ બોર્ડ યોગ અને બાસ્કેટ બોલ યોગ એટલા સારા લાગ્યા કે સર્વેશના ભાગીદાર બની ગયા. આજે જોરબાના 72 સ્ટુડિયોમાંથી 68 તલવલકરના ફિટનેસ સેન્ટરમાં ચાલી રહ્યા છે. સર્વેશનું લક્ષ્ય સમગ્ર દેશમાં 150 જોરબા સ્ટુડિયો શરૂ કરવાનું છે. તેઓ સિંગાપુર, કોલંબો અને દુબઈમાં જોરબા સ્ટુડિયો શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. અભિનેત્રી મલાઇકા અરોરાની સાથે તેઓ દિવા યોગ ક્લાસ શરૂ કરી રહ્યા છે. સર્વેશે બે યોગ ટીચર્સ સાથે જોરબા સ્ટુડિયોની શરૂઆત કરી હતી. આજે 100 યોગ ટીચર્સ અને 9 હજારથી વધારે રજિસ્ટર્ડ સભ્યોને યોગ કરાવી રહ્યા છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP