સ્ટ્રેટેજી & સક્સેસ / દર સેકન્ડે 10 ગુડ્સની ડિલિવરી : ડેલ્હીવરી

article by prakash biyani

પ્રકાશ બિયાણી

Jan 30, 2019, 06:34 PM IST

ભારતીય ઈ-કોમર્સ માર્કેટ વાર્ષિક 2,800 અબજ રૂપિયાનો કારોબાર કરવા લાગ્યું છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી 2025 સુધીમાં આ વેપાર 14 હજાર અબજ રૂપિયા થઈ જશે. ઈ-કોમર્સ માર્કેટિયર ટેક્નિક અને લોજિસ્ટિક પર નિર્ભર કરે છે. ટેક્નિક પડતર અને સમય ઘટાડે છે તથા એક્યુરસી સુનિશ્ચિત કરે છે જ્યારે લોજિસ્ટિક સેવા ગ્રાહકોને સંતુષ્ટ રાખે છે. ઈ-કોમર્સ કંપનીઓ ટેક્નિકની મદદથી ઓછામાં ઓછો નફો લઈને વેપાર કરે છે.

પોતાના નફા માટે તેઓ વસ્તુના મૂલ્ય નહીં, પણ વોલ્યૂમ પર નિર્ભર કરે છે. એટલે કે તેમનો ફંડા છે, ‘વધારે ટર્નઓવર, ઓછો નફો’ એટલે કે ફ્લિપકાર્ટે ઓછી કિંમતે સામાન વેચીને બિગ બિલિયન-ડે પર એક જ દિવસમાં 700 અબજ રૂપિયાનું વેચાણ કર્યું હતું. સરળ સેવા, ગ્રાહકને સમયસર ગુડ્સની ડિલિવરી, શિપિંગનું ટ્રેકિંગ, સરળતાથી રિવર્સ લોજિસ્ટિક અને કેશ-ઓન ડિલિવરી પર પૈસાની લેણદેણ વગેરે ઈ-કોમર્સ કંપનીઓનો પડકાર છે.

  • ડેલ્હીવરીના સંસ્થાપક સાહિલ બરુઆ, મોહિત ટંડન, ભાવેશ મંગલાની, સૂરજ સહારન ને કપિલ ભારતી છે

ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓએ તો લોજિસ્ટિક માટે કંપનીઓ ઈ-કાર્ટ અને એમેઝોન લોજિસ્ટિકની સ્થાપના કરી છે, પણ તે અને અન્ય ઈ-કોમર્સ કંપનીઓ આજે પણ લોજિસ્ટિક માટે જે સપ્લાય ચેન કંપનીઓ પર નિર્ભર કરે છે તેમાં ઈ-કોમર્સ એક્સપ્રેસ, ક્વિકડેલ લોજિસ્ટિક, ડીટીડીસી કુરિયર એન્ડ કાર્ગો, ગતિ, બ્લૂ ડાર્ટ એક્સપ્રેસ અને ડેલ્હીવરી. ઈ-કોમર્સ વેપારે રોજગારની નવી તકો પેદા કરી છે. હવે દેશના મધ્યમ શહેરોમાં રસ્તાઓ પર દ્વીચક્રી વાહનો પર ભારે બેગવાળા ડિલિવરી બોય જોવા મળે છે.


વર્ષ 2011માં સ્થાપિત સપ્લાય ચેન સર્વિસીસ કંપની ડેલ્હીવરીનો બિઝનેસ ચાર ગણો વાર્ષિક દરે વધ્યો છે, જેણે તેને ફાસ્ટેટ ગ્રોઇંગ સ્ટાર્ટઅપ બનાવી દીધું છે. કંપનીના આજે 1,700થી વધારે શહેરોમાં 44 હબ્સ, 30 ફુલફિલમેન્ટ સેન્ટર્સ, 19 ઓટોમેટેડ સોર્ટ સેન્ટર્સ છે. 4,000થી વધારે ટ્રકોનું નેટવર્ક છે. કંપનીના 2,500થી વધારે ડિલિવરી સેન્ટર્સમાંથી અસંખ્ય બોય જોડાયેલા છે. કંપની દર સેકન્ડમાં 10 પરિવારોને ગુડ્સની હોમ ડિલિવરી કરી રહી છે.

કંપનીના 21 હજારથી વધારે કર્મચારી શિફ્ટોમાં 365 દિવસ અને 24 કલાક કામ કરે છે. ભારતમાં કંપનીનું સૌથી મોટું પાર્સલ ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક છે. પોતાના વેર હાઉસીસ છે, જે ઓફલાઇન ડિસ્ટ્રિબ્યુશન સંભાળે છે. ડેલ્હીવરીએ દુબઈ, બાંગ્લાદેશમાં પણ એન્ટ્રી લઈ લીધી છે.


ડેલ્હીવરીનો બિઝનેસ ઈ-કોમર્સ કંપનીઓની સાથે નાના અને મધ્યમ એન્ટરપ્રાઇસીસમાં વહેંચાયેલો છે. ઈ-કોમર્સ ગ્રાહકોને ડેલ્હીવરી ઇન્વેન્ટરી અને ઓર્ડર મેનેજમેન્ટ, લોજિસ્ટિક સેવા, પેમેન્ટ, સપ્લાય મેનેજમેન્ટ જેવી સેવાઓ પ્રદાન કરે છે. અન્ય ઉદ્યમીઓને કંપની ડિમાન્ડ, ફ્રોડ સેફ્ટી, ઓર્ડર ફુલફિલમેન્ટ, વેર હાઉસિંગ અને ડિલિવરી જેવી સેવાઓ પણ આપે છે.


ડેલ્હીવરીના સંસ્થાપક સાહિલ બરુઆ, મોહિત ટંડન, ભાવેશ મંગલાની, સૂરજ સહારન અને કપિલ ભારતી એમ પાંચ મિત્રો છે. ડેલ્હીવરીના સીઈઓ સાહિલ બરુઆ છે. આ મિત્રોએ ઓફલાઇન સ્ટોર્સ માટે ગુડગાંવના રેસ્ટોરાંને ફ્લાવર્સ અને ફૂડ્સ સપ્લાયથી શરૂઆત કરી હતી. 2010-11માં દેશમાં ઓનલાઇન રિટેલિંગ વધવા લાગ્યું તો તેમનો પહેલો ઈ-કોમર્સ ગ્રાહક ઓનલાઇન ફેશન અને બ્યુટી રિટેલર અર્બનટચ ડોટ કોમ બન્યું હતું.

ત્યારબાદ ડેલ્હીવરીએ ઈ-કોમર્સ પર ફોકસ કર્યું. વર્ષ 2014માં કંપનીએ 64 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું, જે 2017માં 751 કરોડ રૂપિયા થઈ ગયું છે. ડેલ્હીવરી જેવી સ્ટાર્ટઅપ્સ માટે આજે પણ ઘણી સંભાવનાઓ છે, કારણ કે દેશમાં ઇન્ટરનેટ વપરાશકારો વધવાથી ઓનલાઇન રિટેલ ખરીદી બહુ ઝડપથી વધી રહી છે.

[email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી