Back કથા સરિતા
પ્રકાશ બિયાણી

પ્રકાશ બિયાણી

બિઝનેસ (પ્રકરણ - 42)
‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ એવા પ્રકાશ બિયાણી ભારતના આંત્રપ્રેનર્સ પર સતત અભ્યાસપૂર્ણ લેખો લખે છે.

ગુજરાતી ઉદ્યમશીલતાનું ઉદાહરણ : અતુલ ઓટો

  • પ્રકાશન તારીખ09 Jan 2019
  •  

એક વિચારથી ઉદ્યમી બનેલા રાજકોટના જયંતિભાઈ જે. ચાંદ્રા દ્વારા સ્થાપિત અતુલ ઓટો લિમિટેડે અત્યાર સુધીમાં 10 લાખથી વધારે પેસેન્જર અને લોડિંગ રિક્ષા વેચી છે. જામનગરમાં આજે વિશ્વની સૌથી મોટી પેટ્રો રિફાઇનરી છે, પણ 70ના દશકમાં જામનગરના મહારાજ પાસે જર્જર થઈ ચૂકેલી આયાતીત ગોલ્ફ કાર્ટ્સને સ્ક્રેપ ટ્રેડર જગજીવનભાઈ કરસનભાઈ ચાંદ્રાએ ખરીદી.

નાણાકીય વર્ષ 2017-18માં કંપનીએ 551.22 કરોડનું ટર્નઓવર કર્યું છે

સ્વ. જગજીવનભાઈ કરસનભાઈના પુત્ર જયંતિભાઈએ ગોલ્ફ કાર્ટ્સનું એન્જિન જોયું તો તેમને એક વિચાર સૂઝ્યો. તે દિવસોમાં જામનગરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની કોઈ વ્યવસ્થા જ નહોતી. જયંતિભાઈએ ગોલ્ફ કાર્ટ્સના એન્જિનને સાઇકલમાં ફિટ કર્યું, જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ખૂબ જ ઉપયોગી અને સસ્તું સાબિત થયું. આઇડિયા ક્લિક કરી ગયો તો પિતા-પુત્રે મોટર સાઇકલમાં એન્જિનિયરિંગ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે જે વાહન બનાવ્યું તે ‘છકડા’ના નામથી ઓળખાયું. છકડો 5 રૂપિયામાં 18 કિમી દૂર શ્ર્રમિકોને તેમની ફેક્ટરીના ગેટ સુધી પહોંચાડવા લાગ્યો અને સૌરાષ્ટ્રમાં ઘણો લોકપ્રિય થઈ ગયો.


એ દિવસોમાં ગ્રીવ્ઝ કોટન એકમાત્ર એવી કંપની હતી કે જે નાનાં એન્જિન બનાવતી હતી. સબમર્સિબલ્સ પંપના એન્જિનમાંથી જયંતિભાઈએ થ્રી વ્હીલર બનાવવાનો નિર્ણય લીધો. 1986માં પિતા-પુત્રે બે હજાર રૂપિયાની સીડ કેપિટલથી મહારાષ્ટ્રમાં અતુલ ઓટો (જામનગર) પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરી. તેઓ પૂણેમાં ફેક્ટરી સ્થાપવા માગતા હતા, પણ મહારાષ્ટ્ર સરકારનો સહકાર ન મળતા 1992માં ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશનની મદદથી રાજકોટ જિલ્લાના શાપરમાં થ્રી વ્હીલર મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના કરી, જેની હાલમાં વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 47 હજાર છે. 1994માં કંપનીનું નામ અતુલ ઓટો થયું.


1990ના દશકામાં 350 કિલોગ્રામ માટેનાં લોડિંગ વાહન મળતાં હતાં અથવા તો ત્રણ ટન લોડવાળી મિનિ ટ્રક. જયંતિભાઈએ 350 કિલોગ્રામ લોડિંગ રિક્ષા લોન્ચ કરી. ગુજરાતમાં ગ્રામીણ પરિવહનમાં ક્રાંતિ લાવનાર અતુલ ઓટોને 2006માં મુશ્કેલીભર્યા દિવસોનો સામનો પણ કરવો પડ્યો હતો. કંપની એન્જિન માટે ગ્રીવ્ઝ કોટન ઉપર નિર્ભર હતી. ગ્રીવ્ઝ કોટન પાસેથી માગ્યા મુજબનું એન્જિન ન મળ્યું તો અતુલ ઓટો ઇટાલિયન કંપની લોમ્બારડીની પાસેથી ડીઝલ એન્જિન ખરીદવા લાગી. આ એન્જિન ભારતના વાતાવરણને અનુરૂપ ન હતાં. ઇટાલિયન કંપનીનું ભારતમાં સર્વિસ સેન્ટર પણ ન હતું. આ ઊણપના કારણે અતુલ ઓટો બ્રાન્ડની ઇમેજ બગડી ગઈ.


આ ભૂલથી જયંતિભાઈને શીખ મળી અને ગ્રીવ્ઝ કોટન સાથે ત્રિચક્રીય વાહનોનો એન્જિન સપ્લાયનો લાંબાગાળાનો કરાર કર્યો. આજે અતુલ ઓટો પેટ્રોલ, ડીઝલ, અેલપીજી, સીએનજી અને ઇલેક્ટ્રિકલ વાહનો બનાવી રહ્યંુ છે. કંપની 16 મોડલ્સના પેસેન્જર, ગુડ્સ કરિયર્સ અને સ્પેશિયલ પર્પઝ વાહન બનાવે છે કે જે પ્રીમિયમ, જેમિની, એલિટ અને શક્તિ બ્રાન્ડના નામે ઓળખાય છે. નાણાકીય વર્ષ 2017-18માં કંપનીએ 551.22 કરોડનું ટર્નઓવર કર્યું છે.


રોજગારની શોધમાં આપણા દેશની મોટી આબાદી ગામડાંઓમાંથી શહેરોમાં શિફ્ટ થઈ રહી છે, માટે ત્રિચક્રીય વાહનની માંગ વધવાની જ છે. અતુલ ઓટોના ત્રિચક્રીય વાહન ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં ખૂબ જ વેચાય છે, તો શ્રીલંકા, નેપાળ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, કેન્યા જેવા દેશોમાં પણ વેચાયછે. કંપનીના ગ્રોથ પ્લાનને લીડ કરવાવાળા જયંતિભાઈના પુત્ર નીરજ ચાંદ્રા કહે છે કે હાલમાં અમારો નિકાસ વ્યાપાર ખૂબ જ ઓછો છે, પણ અવિકસિત ને વિકાસશીલ દેશોને વાજબી પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાની જરૂર છે. આ જરૂરિયાતો અતુલ ઓટો માટે સંભાવનાઓ પેદા કરે છે.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP