સ્ટ્રેટેજી & સક્સેસ / એરકન્ડિશનિંગના પ્રથમ સ્વદેશી ઉદ્યમી

article by prakash biyani

પ્રકાશ બિયાણી

Jan 03, 2019, 08:06 PM IST

એરકન્ડિશનિંગ અને રેફ્રિજરેશનની પ્રથમ સ્વદેશી કંપની છે બ્લૂ સ્ટાર. રેફ્રિજરેશન ઉદ્યોગના શેરમાર્કેટમાં સૂચિબદ્ધ થનારી પ્રથમ કંપની પણ બ્લૂ સ્ટાર છે. તેના સંસ્થાપક સ્વ. મોહન ટી. અડવાણી પહેલા ભારતીય છે કે જેમણે ઈ.સ.1934માં ઇંગ્લેન્ડની રેફ્રિજરેટર કંપનીમાં ટ્રેનિંગ મળી હતી.

મોહન ટી. અડવાણી અમેરિકાથી એરકન્ડિશનરની એજન્સી લઈ આવ્યા

મોહન ટી. અડવાણી ઈ.સ. 1912માં હૈદરાબાદ(હાલનું પાકિસ્તાન)માં જન્મ્યા હતા. તેમણે ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરી. તેમના એક પારિવારિક મિત્રનું ફર્મ બોમ્બે ગેરેજ ત્યારે ઇંગ્લેન્ડની ફ્રિગિડેયર રેફ્રિજરેટરની એજન્ટ હતી. ઈ.સ.1934માં ફ્રિગિડેયરે બોમ્બે ગેરેજના એક કર્મચારીને ટ્રેનિંગ માટે બોલાવ્યો ત્યારે ફર્મના માલિકે મોહન ટી. અડવાણીને લંડન મોકલી દીધા. ઈ.સ 1940માં પિતાના નિધન બાદ મોહન ટી. અડવાણી બોમ્બે શિફ્ટ થઈ ગયા.

બીજા વિશ્વયુદ્ધના સમયે ઈ.સ. 1943માં સ્વ.મોહન ટી. અડવાણીએ બે હજાર રૂપિયા સીડ કેપિટલ અને બે કર્મચારીઓ સાથે એરકન્ડિશનર અને રેફ્રિજરેટરના રિકન્ડિશનિંગ માટે બ્લૂ સ્ટાર એન્જિનિયરિંગના નામથી દુકાન ખોલી. મહાયુદ્ધ પછી મંદીના કારણે આયાત પર પ્રતિબંધ હતો માટે બ્લૂ સ્ટાર યૂઝ્ડ ઉપકરણોનું ટ્રેડિંગ કરવા લાગી. ઈ.સ. 1946માં મોહન ટી. અડવાણી અમેરિકા ગયા ને ત્યાંની એરકન્ડિશનર અને રેફ્રિજરેટરની કંપનીઓની એજન્સી લઈ આવ્યા. તેઓ ત્યાંથી આઇસક્રીમ મેકર્સ, સોડા ફાઉન્ટેન, બાટલ કૂલર્સ અને ડીપ ફ્રિજર્સનાં સેમ્પલ પણ લઈ આવ્યા. તે દિવસોમાં તેમણે કોલાબાના એક શેડમાં આઇસ કેન્ડી મશીન અને બોટલ કૂલર્સ બનાવ્યું. ઈ.સ. 1950માં બ્લૂ સ્ટારમાં ભોડૂપમાં સ્થિત શંગ્રિલા બિસ્કિટ ફેક્ટરીમાં સેન્ટ્રલ એરકન્ડિશનર પ્લાન્ટ સ્થાપિત કરવાનો ઓર્ડર મળ્યો.

ઈ.સ. 1956માં ઘરેલુ માર્કેટમાં એરકન્ડિશનર્સની માંગ વધી તો તેમણે પેકેજ્ડ એરકન્ડિશનર્સ બનાવ્યાં. ઈ.સ. 1960માં 10 કરોડ રૂપિયાનું ટર્નઓવર થતાં જ બ્લૂ સ્ટારને તેમણે શેરમાર્કેટમાં સૂચિબદ્ધ કરાવી દીધી. તે બાદ નરીમન પોઇન્ટ સ્થિત એર ઇન્ડિયાના મુખ્યાલયમાં બ્લૂ સ્ટારે 1800 ટનનો એરકન્ડિશનિંગ પ્લાન્ટ સ્થાપિત કર્યો. ઓબેરોય હોટલ, ઇન્ડિયન એક્સપ્રેસ બિલ્ડિંગ અને જસલોક હોસ્પિટલને પણ વાતાનુકુલિત કરી. દેશમાં ત્યારે આવા અમીર લોકો ઓછા હતા કે જે એરકન્ડિશનર અને રેફ્રિજરેટર ખરીદી શકે. એરકન્ડિશનર લક્ઝરી ઉત્પાદ છે તેમ માનીને આઝાદ ભારત સરકારે પણ તેની પર 125 ટકા એક્સાઇઝ ડ્યૂટી લગાવી દીધી. ભારતમાં એરકન્ડિશનર અને રેફ્રિજરેટર માર્કેટ ગ્રો થવાની પ્રતીક્ષાની અવધિમાં બ્લૂ સ્ટાર હેવલેટ પેકાર્ડના ઉત્પાદોની ડિસ્ટ્રીબ્યુટર બની ગઈ.


ઈ.સ. 1974માં મોહન ટી. અડવાણીના નિધન પછી તેમના બંને દીકરાઓ અશોક અને સુનીલે બ્લૂ સ્ટારને દેશના એરકન્ડિશનર અને રેફ્રિજરેટર માર્કેટમાં સ્થાપિત કરી. ઈ.સ. 1991માં આર્થિક પ્રતિબંધ હટ્યો તાે દુનિયાની દિગ્ગજ કંપનીઓ ભારતમાં આવી. બ્લૂ સ્ટારે દાદરમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગની સુવિધા ઉપલબ્ધ કરી. મધ્યમવર્ગ લક્ઝરી પર રૂપિયા ખર્ચ કરવા લાગ્યો તો બ્લૂ સ્ટારે સ્પ્લિટ એ.સી. લોન્ચ કર્યું. બ્લૂ સ્ટારની ત્યારે ટેગલાઇન હતી ‘નોબડી કૂલ બેટર’. આજે બ્લૂ સ્ટારનાં દેશમાં 5 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ અને 32 કાર્યાલય છે. 2800 કર્મચારીઓવાળી આ કંપનીના 2900 ચેનલ પાર્ટનર, 5 હજાર સ્ટોર્સ અને 765 સર્વિસ અેસોસિએટ્સ છે કે જે 800 શહેરોના ગ્રાહકોને વેચાણ બાદ સેવા પ્રદાન કરે છે. વાર્ષિક વર્ષ 2018માં બ્લૂ સ્ટાર બ્રાન્ડે 4600 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું છે.


અશોક એમ. અડવાણીએ 47 વર્ષની ઉંમર બાદ 2016માં પોતાના નાના ભાઈ સુનીલ એમ. અડવાણીને ચેરમેન પદ સોંપી દીધું. તેમના પુત્ર અને અડવાણી પરિવાર ત્રીજી પેઢીના વીર.એસ. અડવાણી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર છે.

[email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી