Back કથા સરિતા
પ્રકાશ બિયાણી

પ્રકાશ બિયાણી

બિઝનેસ (પ્રકરણ - 42)
‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ એવા પ્રકાશ બિયાણી ભારતના આંત્રપ્રેનર્સ પર સતત અભ્યાસપૂર્ણ લેખો લખે છે.

ક્લાઉડ કિચનથી થશે હોમડિલિવરી : રશ્મિ

  • પ્રકાશન તારીખ26 Dec 2018
  •  

આપણી લાઇફસ્ટાઇલ બદલાઈ ગઈ છે. યુવા પેઢી ભણવા કે નોકરી કરવા માટે મહાનગરો કે વિદેશમાં રહેવા લાગી છે. સિંગલ પર્સન માટે રસોઈ બનાવવી એ ઝંઝટ છે, તો વર્કિંગ કપલ પાસે પણ એટલો સમય નથી કે તેઓ કરિયાણું લાવે અને ઘરમાં પરંપરાગત ફુલટાઇમ કિચન ચલાવે. સ્વિગી, ઝોમેટો, ફૂડપાંડા, ડોમિનોઝ, પિઝાહટ વગેરે ફૂડની હોમડિલિવરી કરે છે. તેઓ રેસ્ટોરાંમાંથી ફૂડપેકેટ કલેક્ટ કરે છે અથવા તો તેમનું પોતાનું રસોડું હોય છે. ફૂડની હોમડિલિવરી કરવાવાળી બીજી એક કંપની ફ્રેશમેનુ છે, જેનું પોતાનું અલગ મેનુ અને ક્લાઉડ કિચન છે. ફ્રેશમેનુના ટેકઅવે આઉટલેટ્સ મેનુ અનુસાર ઓનલાઇન ઓર્ડર સ્વીકારે છે.

ફ્રેશમેનુની સફળતાનું સૂત્ર છે, દરરોજ બદલાતું એક્સક્લુઝિવ મેનુ

ફ્રેશમેનુ એ ઇકોનોમિક્સ ટાઇમ્સના સ્ટાર્ટઅપ એવોર્ડથી સન્માનિત રશ્મિ ડાગાનું વેન્ચર છે. રશ્મિનો જન્મ કલકત્તામાં થયો હતો. 2003માં આઇ.આઇ.એમ અમદાવાદથી એમ.બી.એ કર્યા બાદ તેમણે આઇ.બી.એમ ઇન્ડિયા, જોનસન એન્ડ જોનસન મેડિકલ, ટ્યૂટર વિસ્ટા, બ્લૂ સ્ટોન અને ઓલામાં નોકરી કરી. આઇ.ટી, મેડિકલ, એજ્યુકેશન, જ્વેલરી અને કેબ ઇન્ડસ્ટ્રીના કાર્યાનુભવ પછી સંગ્રહણીય કૃતિઓને ઓનલાઇન વેચવા માટે એ.એફ.ડે. ડોટ કોમ નામની વેબસાઇટ લોન્ચ કરી.

તેઓ દર મહિને 4થી 10 લાખ રૂપિયા સુધીનું વેચાણ કરવા લાગ્યાં હતાં, પણ એક દિવસ તેઓને લાગ્યું કે તેઓ સમયથી આગળ ભાગી રહ્યાં છે. હાલમાં ભારતમાં સંગ્રહિત કૃતિઓને ખરીદવાવાળા વધારે નથી. ઈ.સ. 2014માં રશ્મિ ડાગાએ ઓનલાઇન રેસ્ટોરાં ફ્રેશમેનુની સ્થાપના કરી, જેને આજે બેંગલુરુ, મુંબઈ, સાઉથ દિલ્હી અને ગુડગાંવમાં એપ અને વેબસાઇટથી દરરોજ 14 હજારથી પણ વધારે ફૂડ્સ ઓર્ડર મળી રહ્યા છે. તે ઓર્ડર્સમાં 80 ટકા રિપીટ ઓર્ડર્સ હોય છે. નાણાકીય વર્ષ 2017માં ફ્રેશમેનુએ 72 કરોડ રૂપિયાનો વ્યાપાર કર્યો હતો, જે ચાલુ નાણાકીય વર્ષમાં બે ગણાથી પણ વધારે 150 કરોડ રૂપિયા થવા જઈ રહ્યો છે.


ફ્રેશમેનુની સફળતાનું સૂત્ર છે, દરરોજ બદલાતું એક્સક્લુઝિવ મેનુ, તેની ડિલિવરી ટીમ, ઓફિસ ડેસ્ક ફ્રેન્ડલી પેકેજિંગ અને 35 ક્લાઉડ કિચન. ફ્રેશમેનુની ડિશીસ લો કાર્બોહાઇડ્રેટ અને હાઇ પ્રોટીનયુક્ત છે. તેની બેસ્ટ સેલિંગ ડિશીસ છે વર્લ્ડ કુજનથી બુર્રિટો બાઉલ(મેક્સિકન), ચિકન સ્ટિક્સ(ઇન્ટરનેશનલ), ડોનર ચિકન રાઇસ બાઉલ(મિડલ ઈસ્ટ) અને ટેરિયાકી ચિકન હોટ પોટ(જાપાની). ફ્રેશમેનુએ અત્યાર સુધીમાં 1800થી પણ વધારે ફૂડ ડિશીસ ડિલિવર કરી છે.

ફ્રેશમેનુએ કસ્ટમર લોયલ્ટી પ્રોગ્રામ ફ્રેશ ક્લબ લોન્ચ કર્યો છે, તેના સદસ્યને નવી ડિશીસ સૌથી પહેલાં ડિસ્કાઉન્ટ સાથે ડિલિવર કરાય છે. ફ્રેશમેનુના મલ્ટિપલ સેટેલાઇટ કિચન 5 કિમી.ની રેડિયસમાં ફૂડ્સ ડિલિવર કરે છે. સતત 365 દિવસ ચાલતા આ સ્ટાર્ટઅપમાં લાઇટસ્પીડ વેન્ચર અને જોડિયસ ટેક્નોલોજી ફંડે 22 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. ફ્રેશમેનુની પ્રમોટર કંપની ગ્રોથસ્ટોરીના પાર્ટનર કે. ગણેશનું કહેવું છે કે રશ્મિ ડાગા બિઝનેસના દરેક પહેલુ પર પોતે જ દેખરેખ રાખે છે.


આપણા દેશની 50 બિલિયન ડોલરની ફૂડ ઇન્ડસ્ટ્રી દર વર્ષે 25 ટકાના દરે ગ્રો કરી રહી છે. રશ્મિ ડાગા કહે છે કે યુવા ભારતીયો રેડી-ટુ-ઇટ, કેટો ફ્રેન્ડલી, લો કાર્બો હાઇ પ્રોટીન ફૂડ્સ ઇચ્છે છે. હું લોકોની ચિંતાયુક્ત દિનચર્યાની 15 મિનિટ ગુડ ફૂડ્સ અને ગુડ ડિલિવરીથી શુદ્ધ અને મોજમજામાં બદલી રહી છું.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP