કન્સ્ટ્રક્શનનો ખર્ચ ઘટાડતી સ્વદેશી કંપની

article by prakash biyani

પ્રકાશ બિયાણી

Dec 12, 2018, 03:23 PM IST

કન્સ્ટ્રક્શન એ દુનિયાનો પુરાતન ઉદ્યોગ છે. સમયની સાથે આ ઉદ્યોગ બદલાઈ રહ્યો છે, પણ આપણા દેશમાં આજે પણ કોલમ ઊભો કરવાથી લઈને ઈંટોનું જોડાણ ઓન સ્પોટ થાય છે જેમાં ખૂબ સમય લાગે છે. કેઇએફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા પ્રા.લિ.એ પ્રિકાસ્ટ ટેક્નોલોજીથી ખર્ચ ઘટાડવાની સાથે કન્સ્ટ્રક્શની સમયાવધિ અડધી કરી દીધી છે. કેઇએફ ઇન્ફ્રા કોલમ, બીમ્સ, હોલો કોર સ્લેબ્સ, વોલ પેનલ્સ, સીડીઓ, વિન્ડોઝ, ડોર્સ, બાથરૂમ યુનિટ્સ અને વૂડ વર્કથી લઈને ફર્નિચર, અપહોલ્સટ્રી અને ફિટ આઉટ્સનું ઓફસાઇટ મેન્યુફેક્ચરિંગ કરે છે.

પ્રિકાસ્ટ ટેક્નોલોજીથી ખર્ચમાં ઘટાડો અને કન્સ્ટ્રક્શમાં સમયાવધિ અડધી

તેના ઓફ સાઇટ મેન્યુફેક્ચરિંગ કમ્પોનન્ટ્સથી તાજેતરમાં જ બેંગલુરુમાં ઇન્ફોસિસ બિલ્ડિંગ ફેઝ-2માં 3.5 લાખ ચોરસ ફૂટનું એવું સોફ્ટવેર ડેવલપમેન્ટ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં 3 હજાર લોકો કામ કરી શકે. 1.70 લાખ ચોરસ ફૂટનું મલ્ટિ લેવલ કાર પાર્કિંગ સ્પેસ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માત્ર પંદર મહિનામાં પૂરો થવાથી ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે, ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીમાં કેઇએફ ઇન્ફ્રા. પ્રિકાસ્ટ ટેક્નોલોજીનો પાયોનિયર છે.


ફૈઝલ ઇ. કોટ્ટીકોલ્લોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયાના સંસ્થાપક-ચેરમેન છે. યુએસમાંથી ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ અને મણિપાલમાંથી એમબીએ ડિગ્રી મેળવેલ ફૈઝલે ઈ.સ. 1995માં યુએઇમાં સ્ક્રેપ મેટલ ટ્રેડિંગની શરૂઆત કરી હતી. ત્યાં તેમણે એક ફાઉન્ડ્રી પણ સ્થાપી. તેમણે જોયું કે ગેસ અને ઓઇલ સેક્ટર વાલ્વ યુરોપથી આયાત કરે છે. તેઓ પાંચ વર્ષની આરએન્ડી પછી વાલ્વ બનાવવા લાગ્યા. આગામી 5 વર્ષમાં તેમની ફાઉન્ડ્રી દુનિયાની ટોપ થ્રી એડવાન્સ ફાઉન્ડ્રી બની ગઈ. વર્ષ 2000માં 5 મિલિયન ડોલરનો બિઝનેસ 10 વર્ષમાં વધીને 200 મિલિયન ડોલર થઈ ગયો. વર્ષ 2012માં તેમણે આ બિઝનેસ ટાયકો ઇન્ટરનેશનલને 400 મિલિયન ડોલરમાં વેચી દીધો અને સ્વદેશ પાછા ફર્યા.


વર્ષ 2014માં બેંગલુરુ આવીને તેમણે કેઇએફ ઇન્ફ્રા.ની સ્થાપના કરી. આ કંપની આજે સંપૂર્ણ બિલ્ડિંગ કમ્પોનન્ટ્સનું પ્રિકાસ્ટ ટેક્નોલોજીના ઉપયોગથી મેન્યુફેક્ચરિંગ કરે છે. કંપનીના ઓફ સાઇટ બનેલા કોલમ, બીમ્સ, સ્લેબ અને વાલ્સ પેનલ્સ એક કલાકમાં જ ઇન્સ્ટોલ થઈ જાય છે.

તમિલનાડુના કૃષ્ણાગીરીમાં 43 એકરમાં ફેલાયેલી તેમની કંપની દુનિયાનો સૌથી મોટો ઓફ સાઇટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. કંપનીના 1500 કર્મચારીઓમાંથી અડધા એન્જિનિયર છે. અહીં આયાત કરવામાં આવેલાં મશીન અને રોબોટ્સની મદદથી કસ્ટમાઇઝ્ડ કન્સ્ટ્રક્શન કમ્પોનન્ટ્સ બની રહ્યાં છે. આ કમ્પોનન્ટ્સના ઉપયોગથી બેંગલુરુમાં એમ્બેસી 7બી, ઇન્ફોસિસ ઇલેક્ટ્રોનિક સિટી ફેઝ-2, મૈસૂરમાં ઇન્ફોસિસ ગેટ અને ક્લોક ટાવર, કોઝિકોડમાં મિત્ર હોસ્પિટલ, કોચીમાં જેમ્સ મોડર્ન એકેડેમી અને કર્ણાટકમાં 175 ઇન્દિરા કેન્ટિન અને કિચન રેકોર્ડ સમયગાળામાં બન્યા છે.

મોટા અને ભારે કન્સ્ટ્રક્શન કમ્પોનન્ટ્સ દૂરની સાઇટ્સ પર સરળતાથી પહોંચાડવા માટે કેઇએફ ઇન્ફ્રા હૈદરાબાદ, મહારાષ્ટ્ર અને એનસીઆરમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપી રહી છે. તાજેતરમાં જ કંપનીને દુબઈના લુલુ ગ્રૂપ પાસેથી લખનૌમાં દેશનો પહેલો 20 લાખ ચોરસ ફૂટ પ્રિફેબ્રીટેડ માલ બનાવવાનો ઓર્ડર મળ્યો તો ત્યાં પ્રિફેબ મેન્યુફેક્ચરિંગની સુવિધા ઉભી કરવામાં આવી.


દેશની દિગ્ગજ કન્સ્ટ્રક્શન કંપનીઓ જેવી કે લોઢા, ગોદરેજ પ્રોપર્ટી પ્રોપર્ટીઝ, વાધવા, હીરાચંદાની, એમઆરએમજીએફ અને રુસ્તમજી કેઇએફ ઇન્ફ્રાના મેન્યુફેક્ચરિંગ કમ્પોનન્ટ્સથી મોટા મોટા પ્રોજેક્ટ પૂરા કરી રહી છે.
[email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી