ઈડલી-ઢોંસાથી 1600 યુવાનોને મળ્યો રોજગાર

article by prakash biyani

પ્રકાશ બિયાણી

Dec 05, 2018, 12:05 AM IST

પી.સી. મુસ્તફા કેરલના વાયનાડ જિલ્લાના એક કુલીના પુત્ર છે. તેમણે એન્જિનિયર અને એમબીએની ડિગ્રી મેળવી છે. બેંગલુરુમાં ઈડલી, ઢોંસા અને વડાની લપસી (બેટર) અને રોટલી તથા પરાેઠાં બનાવે તથા વેચે છે. તેમની કંપની આઇડી ફ્રેશ ફૂડનું વાર્ષિક ટર્નઓવર 270 કરોડ રૂપિયા છે.

પી.સી. મુસ્તફાએ 25 હજાર રૂપિયાનું રોકાણ કરીને પિતરાઈ ભાઈઓ સાથે મળીને આઇડી ફ્રેશ ફૂડ નામની કંપની બનાવી જેના થકી ગામના 1600 યુવકોને સીધો રોજગાર મળ્યો છે

પી.સી. મુસ્તફા જે ગામમાં જન્મ્યા ત્યાં વીજળી કે રસ્તા નહોતા. પ્રાયમરી સ્કૂલ હતી. હાઈસ્કૂલ ગામથી 4 કિલોમીટર દૂર હતી. મુસ્તફાએ બાળપણમાં પોકેટમની માટે ચોકલેટ વેચી હતી. તેઓ ધોરણ 6માં ફેલ થયા તો ઘણા પ્લાન્ટમાં કુલીનું કામ કરનારા પિતાએ કહ્યું, ‘તું પણ મારી સાથે કામ પર ચાલ.’


ત્યારે મુસ્તફાના એક ટીચર મેથ્યુએ તેમને સમજાવ્યું કે તમારા દીકરાનું અંગ્રેજી અને હિન્દી ખરાબ છે, પણ મેથ્સ બહુ સારું છે. તેને ભણવા દો. મેથ્યુ સરે મુસ્તફાને કોચિંગ આપ્યું અને મુસ્તફા દસમા ધોરણમાં સ્કૂલમાં ફર્સ્ટ આવ્યા. તેમણે કોઝિકોડના ફારુક કોલેજમાં એડમિશન લીધું, પણ પિતા પાસે પૈસા નહોતા. જોકે, એક મિત્રના પિતાએ હોસ્ટેલમાં રહેવાની અને ફ્રી જમવાની વ્યવસ્થા કરાવી દીધી. એન્જિનિયરિંગ એન્ટ્રન્સ ટેસ્ટમાં તેમનો 63મો નંબર આવ્યો તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના કમ્પ્યૂટર સાયન્સ કોર્સમાં એડમિશન મળી ગયું. 1995માં એન્જિનિયર બન્યા પછી તેમણે બેંગલુરુમાં 6 હજાર રૂપિયા વેતનની નોકરીથી શરૂઆત કરી, પણ બે મહિના પછી તેમને મોટોરોલામાં 15 હજાર રૂપિયાના પગારની નોકરી મળી ગઈ. મોટોરોલાએ તેમને આયર્લેન્ડ મોકલ્યા. દોઢ વર્ષ પછી તેઓ સિટી બેન્ક દુબઈમાં આવી ગયા. અહીં તેમનું વેતન 1 લાખ રૂપિયા થઈ ગયું. મુસ્તફાએ પહેલું વેતન પોતાના પિતાને મોકલ્યું અને કહ્યું કે, બધું જ દેવું ચૂકવી દો.


7 વર્ષ સુધી મિડલ ઈસ્ટમાં રહ્યા પછી વર્ષ 2002માં મુસ્તફા પોતાની બચત 15 લાખ રૂપિયા લઈને બેંગલુરુ આવી ગયા. સ્વદેશ પાછા ફરવા પાછળનો તેમનો હેતુ હતો ઉચ્ચ શિક્ષણ મેળવવું અને પોતાના ગામનાં સ્માર્ટ બાળકો માટે કંઈક કરવું. બેંગલુરુમાં મુસ્તફાના ચાર પિતરાઈ એક કરિયાણાની દુકાન ચલાવતા હતા. તેમાંથી એક કઝિને તેમને રબર બેન્ડથી બાંધેલી પ્લાસ્ટિક બેગમાં ઢોંસાનું બેટર (રેડી ટુ કૂક) બતાવ્યું અને કહ્યું કે આપણે આ બિઝનેસ શરૂ કરવો જોઈએ. મુસ્તફાએ 25 હજાર રૂપિયાનું રોકાણ કરીને પિતરાઈ ભાઈઓ સાથે મળીને આઇડી ફ્રેશ ફૂડ નામની કંપની બનાવી. તેમણે 550 ચોરસ ફૂટના શેડમાં બે ગ્રાઇન્ડર્સ, એક મિક્સર અને એક સીલિંગ મશીન ગોઠવ્યું અને બેંગલુરુના 20 સ્ટોર્સને ઈડલીનું બેટર (ખીરું) સપ્લાય કરવા લાગ્યા. પહેલા જ દિવસે તેમને નફો થયો અને પછી રોકાણ વધતું ગયું, મશીનો વધતાં ગયાં અને સાથે પ્રોડક્ટ રેન્જ પણ વધતી ગઈ. આઇડી ફ્રેશ ફૂડ ઢોંસા, વડા, સ્કુઇઝ એન્ડ ફ્રાય વડા બેટરની સાથે રોટલી અને પરાેઠાં પણ બનાવવા લાગી. મુસ્તફાનું કહેવું છે કે આ બધી રોજિંદી જરૂરિયાત છે, પણ તેને ઘરમાં બનાવવામાં સમય જાય છે અને રેડી-ટુ-કૂકને તળવું કે તૈયાર કરવું સરળ છે.


આઇડી ફ્રેશ ફૂડ આજે બેંગલુરુ, ચેન્નઈ, પૂણે, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને દુબઈમાં રેડી-ટુ-કૂક સાઉથ ઇન્ડિયન ડિસીસ બનાવે છે. કંપની 50 હજાર કિલોથી વધારે બેટર રોજ બનાવે છે. આ બિઝનેસથી ગામના 1600 યુવકોને સીધો રોજગાર મળ્યો છે. મુસ્તફાની ઉદ્યમશીલતાથી પ્રભાવિત થઈને હેલિઓન વેન્ચર પાર્ટનરે આઇડી ફ્રેશ ફૂડમાં 2014માં 35 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું. વેન્ચર કેપિટલિસ્ટ્સ પાસેથી મળેલી મૂડીથી મુસ્તફા યુએસ, સિંગાપુર, મલેશિયા અને ઇંગ્લેન્ડના માર્કેટમાં એન્ટ્રી લેવાની તૈયારી કરી રહ્યા છે. તેમને આશા છે કે વર્ષ 2020માં કંપનીનું ટર્નઓવર 400 કરોડ રૂપિયા થઈ જશે.

[email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી