સેનેટરી પેડ્સ સેફ હોવા જોઈએ : તન્વી જોહરી

article by prakash biyani

પ્રકાશ બિયાણી

Nov 21, 2018, 12:05 AM IST

એક આકલન અનુસાર ભારતમાં 33.60 કરોડ રજોધર્મવાળી મહિલાઓમાંથી 36 ટકા એટલે કે 12.10 કરોડ જ સેનેટરી નેપ્કિન્સનો ઉપયોગ કરી રહી છે. કોઇમ્બતૂરના અરુણાચલમ મુરુગાનન્થમે ઈ.સ. 1998માં સેનેટરી નેપ્કિન્સની જરૂરિયાતની સાથે તેના વિશાળ માર્કેટનું સૌથી પહેલું પૂર્વાનુમાન લગાવ્યું હતું. સ્કૂલ ડ્રાઇપ અરુણાચલમની રિયલ લાઇફ સ્ટોરી પર બનેલી ફિલ્મ પેડમેન પછી મહિલાઓ સેનેટરી પેડ્સના ઉપયોગને લઈને જાગૃત થઈ છે તો બીજી તરફ આ માર્કેટમાં યુવા ઉદ્યમી નવા આઇડિયાઝની સાથે એન્ટ્રી લઈ રહ્યા છે. અરુણાચલમે અફોર્ડેબલ સેનેટરી નેપ્કિન્સ બનાવ્યા તો 26 વર્ષીય તન્વી જોહરીએ લક્ઝરી નેચરલ સેનેટરી પેડ્સ બનાવ્યા છે.

50 હજારથી વધારે મહિલા કાર્મેસી સેનેટરી પેડ્સનો ઉપયોગ કરે છે

દિલ્હી યુનિવર્સિટીની સ્નાતક અને એમબીએ ડિગ્રીધારક તન્વી જોહરી રજોધર્મ દરમિયાન બ્રાન્ડેડ સેનેટરી પેડ્સનો ઉપયોગ કરતી હતી. તેને એલર્જી અને ચકામાં (રેશિઝ) થયાં તો તેમણે પેડ્સના ઇન્ગેન્ડિએન્ટ્સને જાણવાની ઇચ્છા થઈ, પણ તેમને કોઈ પણ સેનેટરી પેડ્સના પેકેટ પર તે જોવા મળ્યા નહીં. તેને ખૂબ જ આશ્ચર્ય થયું. મહિલાઓ ફેસવોશ, ક્રીમ્સ, શાવર જેલ્સ ખરીદે છે ત્યારે પેકેટ પર તેના ઇન્ગ્રેન્ડિએન્ટ્સ પહેલા ચેક કરે છે, પણ પોતાના શરીરના સેન્સેટિવ એરિયા પર ઉપયોગ કરવામાં આવનારી પ્રોડક્ટ્સને કોઈ પણ જાણકારી વગર ખરીદી રહી છે. સર્ચ કરવાથી તેને જાણવા મળ્યું કે બધા જ સેનેટરી પેડ્સ નુકસાનકારક સિન્થેટિક્સ અને કેમિકલ્સથી બની રહ્યા છે. તન્વી માટે આ નિર્ણાયક જાણકારી હતી. તેણે નક્કી કર્યું કે નેચરલ ઇન્ગ્રેન્ડિઅન્ટ્સથી ઓલ નેચરલ સેનેટરી પેડ્સ ડેવલપ કરશે. તન્વીએ આ આઇડિયા પોતાના મિત્ર રિક્ષવ સાથે શેર કર્યો. આઇઆઇટી બોમ્બેમાંથી બીટેક રિક્ષવ પોતાની રીતે માર્કેટ રિસર્ચ કર્યા પછી તન્વીના પાર્ટનર બન્યા અને ‘કાર્મેસી’ નામની ઈ-કોમર્સ બ્રાન્ડનો જન્મ થયો. આ સ્પેનિશ શબ્દનો અર્થ છે ઘાટ્ટો લાલ. તન્વી કહે છે કે બધા જ સેનેટરી પેડ્સની બ્રાન્ડ્સ પોતાની વિજ્ઞાપનોમાં બ્લૂ લિક્વિડનો ઉપયોગ કરી રહી છે. કાર્મેસી એ માન્યતાને દૂર કરવા ઇચ્છે છે કે રજોધર્મ ગંદકી કે શરમ છે. આ મહિલાના શરીરનું એક નેચરલ ક્લીનિંગ છે.


તન્વી જોહરી અને રિક્ષવ બોરા દ્વારા વર્ષ 2017માં લોન્ચ કરવામાં આવેલા કાર્મેસી સેનેટરી પેડ્સની ઉપરની સપાટી (ટોપ શીટ્સ) કોર્ન સ્ટાર્ચથી તો વચ્ચેની અવશોષી સપાટી બામ્બૂ ફાઇબરથી બનેલી છે.


બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ્સથી બનેલા હોવાને કારણે કાર્મેસી સેનેટરી પેડ્સ સો ટકા નેચરલ છે. તેનું પેકેજિંગ પણ સ્ટાઇલિશ છે, જેને મહિલાઓ કોઈ ખચકાટ વગર વેનેટી બોક્સની જેમ પોતાના ડેસ્ક પર રાખી શકે છે. વેબસાઇટ પર રજિસ્ટર્ડ મહિલાઓને તેમની પિરિયડ સાઇકલ પહેલાં કાર્મેસી સેનેટરી પેડ્સ તેમની જરૂરિયાત પ્રમાણે હોમ ડિલિવર થાય છે. મહિલાઓ માટે યૂઝ્ડ સેનેટરી પેડ્સનું ડિસ્પોઝલ પણ એક ઝંઝટ છે. તેથી કાર્મેસી સેનેટરી પેડ્સના પેકેટમાં થિક ડિસ્પોઝેબલ બેગ પણ રાખવામાં આવી છે.


50 હજારથી વધારે રજિસ્ટર્ડ મહિલા ગ્રાહક કાર્મેસી સેનેટરી પેડ્સનો ઉપયોગ કરવા લાગી છે. 30 પેડ્સના બોક્સની કિંમત 749 રૂપિયા છે. તન્વી જોહરી કહે છે કે, ‘ક્વોલિટી પ્રોડક્ટ, પ્રીમિયમ પેકેજિંગ અને ડિસ્પોઝલ બેગ જેવી વધારાની સુવિધાઓને કારણે થોડા મોંઘા હોવા છતાં કાર્મેસી સેનેટરી પેડ્સને સારો રિસ્પોન્સ મળ્યો તે એ વાતનો સંકેત છે કે મહિલાઓ હવે સમજવા લાગી છે કે સેનેટરી પેડ્સ માત્ર હાઇજેનિક જ નહીં, સેફ પણ હોવા જોઈએ.’
[email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી