દેશી સ્વાદની ગિરનાર ચા : પ્રવીણ ભણસાલી

article by prakash biyani

પ્રકાશ બિયાણી

Oct 24, 2018, 12:05 AM IST

દેશી ચા અને વિદેશી ટીમાં ઘણો ફરક છે. આપણે ભારતીયો ચાની પોતાની બ્લેન્ડિંગ કરીએ છીએ. આદું, તુલસી, ઇલાયચી જેવા મિક્સ સાથે ઉકાળાવાળી ચા આપણે પસંદ કરીએ છીએ. આપણે એ બાબતની ચિંતા નથી કરતા કે ચાની પત્તીનો અસલી સ્વાદ અને ખુશબૂ ગુમ થઈ જશે જેનું ટીના શોખીનો વધારાનું મૂલ્ય ચૂકવે છે. નિ:સંદેહ આપણા દેશમાં હિન્દુસ્તાન યુનિલીવરની બ્રુક બોન્ડ અને ટાટા ટી ખૂબ વેચાય છે. મોટેભાગે ભારતીય ગૃહિણીઓ તેને પણ દેશી મસાલાઓના મિક્સથી રિ-બ્લેન્ડ કરીને જ સર્વ કરે છે. ભારતીય પરિવારોને આ ઝંઝટમાંથી બચાવનાર ઉદ્યમી છે ગિરનાર ટી પ્રોડક્ટ્સના સંસ્થાપક હરેન્દ્ર શાહ અને પ્રવીણ ભણસાલી.


આ બંનેની અગાઉની પેઢીઓ ચાનો બિઝનેસ કરતી હતી. હરેન્દ્ર શાહે સૌથી પહેલાં સ્વાન બ્રાન્ડ નામથી લૂઝ ચા વેચવાનું શરૂ કર્યું. કોલકાતાના પ્રવીણ ભણસાલી ત્યારે ચા એક્સપોર્ટ કરતા હતા. ઈ.સ. 1978માં બંનેએ સાથે મળીને ગિરનાર ટી પ્રોડક્ટ્સની સ્થાપના કરી.

મુંબઈમાં કંપનીની માલિકીના 45 રિટેલ આઉટલેટ્સ છે. દેશમાં 44 પ્રિવિલેજ સ્ટોર્સ છે જ્યારે સમગ્ર દેશના રિટેલર્સ અને મોલ્સ તેમના ઉત્પાદનો વેચે છે

ગિરનાર ટીએ છ કર્મચારીઓની સાથે શરૂઆત કરી હતી અને પહેલા વર્ષે 60 લાખ રૂપિયાનો કારોબાર કર્યો હતો. ઈ.સ. 1993માં મુંબઈમાં પહેલીવાર ગિરનાર ટી શોપે સરેરાશ રોજ માત્ર 2 કિલો ચા વેચવાથી શરૂઆત કરી હતી. આજે ગિરનાર ટીની હેડ ઓફિસ મુંબઈમાં છે. કોલકાતા, કોઇમ્બતૂર, કુનુર, કોચ્ચી, દિસપુર અને સિલીગુડીમાં રિજનલ કાર્યાલય છે.


મુંબઈમાં કંપનીની માલિકીના 45 રિટેલ આઉટલેટ્સ છે. દેશમાં 44 પ્રિવિલેજ સ્ટોર્સ છે જ્યારે સમગ્ર દેશના રિટેલર્સ અને મોલ્સ તેમના ઉત્પાદનોને વેચે છે. 48 જેટલા દેશોમાં ગિરનાર પ્રોડક્ટ્સની નિકાસ પણ થાય છે. એરલાઇન્સ, ઇનફ્લાઇટ કેટરર્સ, રેલવે, ક્રૂઝ લાઇનર્સ અને લક્ઝરી હોટેલ્સ પોતાના ગેસ્ટ્સને ગિરનાર ચા સર્વ કરે છે. કંપનીના ચાયચાય અને માય સિગ્નેચર ઓનલાઇન સ્ટોર્સ છે જ્યારે એમેઝોન અને ફ્લિપકાર્ટ પણ ગિરનાર પ્રોડક્ટ્સનું ઓનલાઇન વેચાણ કરે છે.


ગોર્મેટ ટી (વિવિધ સ્વાદ), ટી બેગ્સ, પેકેટ ટી ઉપરાંત ગ્રાઉન્ડેડ કોફી, મિલ્ક પાઉડર, પેક્ડ બ્લેક ટી, કોફી અને ટી પ્રિમિક્સ, ઇન્સ્ટન્ટ કોફી અને ચા મસાલા વગેરે ગિરનારની પ્રોડક્ટ્સ છે. ગિરનારની વિવિધ વેરાઇટીની ચાની ખૂબી જેવો સ્વાદ એવું મિક્સ છે.


એક જ ક્ષેત્રના અલગ-અલગ સ્વાદ પ્રેમીઓની પસંદને પૂરી કરવાની ઇચ્છા સાથે ગિરનાર દેશી કહવા, તુલસી, આદું, ઇલાયચી, લીંબુ, કેસર, પીપરમિન્ટ, દાર્જિલિંગ, આસામ, બ્લેકબેરી, ઇન્સ્ટન્ટ મસાલા, પ્રિમિક્સથી લઈને બોમ્બે ચા બનાવે તથા વેચે છે. આનાથી તદ્દન વિપરીત સ્થાપિત બ્રાન્ડ્સ જે ટી (ચા) વેચે છે તેનો એક જ સ્વાદ હોય છે.


પ્રવીણ ભણસાલી કહે છે કે, ‘એક જ ચાના બગીચાની ચાનો મોસમ બદલાવાની સાથે સ્વાદ પણ બદલાઈ જાય છે. તેથી જ અમારા ટી ટેસ્ટર્સ અને ફૂડ ટેક્નોલોજિસ્ટ દરેક સિઝનની ચાનો ટેસ્ટ કરીને બ્લેન્ડિંગ કરે છે જેથી દરેક પેકનો ટેસ્ટ સમાન રહે. ગિરનાર ટીએ પ્રોડક્ટ્સના પેકેજિંગ પર પણ ધ્યાન આપ્યું છે જ્યારે પ્રમોશન પર પણ કંપની ઉદારતાથી પૈસા ખર્ચી રહી છે. એક ફિલ્મમાં અજય દેવગનની સાથે ગિરનારની કો-બ્રાન્ડિંગ થઈ હતી.’
[email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી