ડ્યૂટી ફ્રી ટ્રાવેલ રિટેલર : અતુલ વિની આહુજા

article by prakash biyani

પ્રકાશ બિયાણી

Oct 17, 2018, 07:05 PM IST

ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ વધશે અને તેની સાથે ટૂરિસ્ટ્સની ડ્યૂટી ફ્રી ખરીદી પણ વધશે. તેનું વર્ષ 2003માં પૂર્વાનુમાન લગાવનારા બિઝનેસમેન છે ફ્લેમિંગો રિટેલના સંસ્થાપક અતુલ વિની આહુજા. વર્ષ 2004માં ફ્લેમિંગો રિટેલે એક મિલિયન ડોલરનું વેચાણ કર્યંુ હતું, જે આજે એક બિલિયન ડોલરથી પણ વધારે થઈ ગયું છે. અતુલ વિની આહુજા આજે દુનિયાના મોટા ટ્રાવેલ રિટેલર્સમાંથી એક છે, જેમના ડ્યૂટી ફ્રી સ્ટોર્સ એરપોર્ટ્સ પર છે જ્યારે સીપોર્ટ્સ, ક્રૂઝ, બોર્ડર ક્રોસિંગ, મિલિટરી ડ્યૂટી ફ્રી લોકેશન્સ અને ઇન ફ્લાઇટ ચેનલ્સને પણ તેઓ ગુડ્સ વેચી રહ્યા છે. ભૂતકાળમાં ડ્યૂટી ફ્રી સ્ટોર્સમાં સામાન્ય રીતે દારૂ તથા તમાકુ જ વેચાતાં હતાં. ફ્લેમિંગોને ફ્રેગરન્સ, કોસ્મેટિક્સ, કન્ફેક્શનરી જ નહીં, લક્ઝરી આઇટમ્સ અને ફેશન બ્રાન્ડ્સના વેચાણનું પણ શ્રેય છે.

અતુલ વિની આહુજાએ એ વિશ્વાસ સાથે જોખમ ઉઠાવ્યું કે તેઓ સરકાર પાસેથી એરપોર્ટ્સ પર પ્રાઇવેટ ડ્યૂટી ફ્રી સ્ટોર્સ ખોલવાની મંજૂરી મેળવી શકશે

વર્ષ 2003માં અતુલ વિની આહુજાના પરિવારે ફર્નિચર મેન્યુફેક્ચરિંગ બિઝનેસ બંધ કર્યો પછી તેઓ નવો કારોબાર શોધી રહ્યા હતા. દુબઈની ફ્લેમિંગો ઇન્ટરનેશનલ ત્યારે એશિયન માર્કેટ માટે લોકલ પાર્ટનર શોધી રહી હતી. તે દિવસોમાં આપણા દેશમાં ડ્યૂટી ફ્રી બિઝનેસ પર આઇટીડીસીનો એકાધિકાર હતો. અતુલ વિની આહુજાએ એ વિશ્વાસ સાથે જોખમ ઉઠાવ્યું કે તેઓ સરકાર પાસેથી એરપોર્ટ્સ પર પ્રાઇવેટ ડ્યૂટી ફ્રી સ્ટોર્સ ખોલવાની મંજૂરી મેળવી શકશે. આ મંજૂરી મેળવવા માટે અતુલ વિની આહુજાએ સરકારી ઓફિસોનાં અનેકવાર ચક્કર માર્યાં. 2003માં જ 2.5 લાખ ડોલરનું રોકાણ કરીને ફ્લેમિંગો ડ્યૂટી ફ્રી શોપ પ્રા. લિ.ની સ્થાપના કરી અને થિરુવનંતપુરમ, લખનૌ અને અમૃતસરમાં ચાર ડ્યૂટી ફ્રી શોપની સ્થાપના કરી. કોઈ હરીફ ન હોવાથી તે દિવસોમાં સ્ટોર્સ સ્પેસનું ભાડું પણ ઓછું હતું અને માર્જિન વધારે હતું. અતુલ વિની આહુજાએ સારા પૈસા કમાયા અને ત્રણ વર્ષમાં દેશમાં ફ્લેમિંગોના 12 એરપોર્ટ્સ અને 7 સીપોર્ટ્સ પર ડ્યૂટી ફ્રી શોપ્સ બની ગઈ છે.


2010માં તેમણે પોલેન્ડના સૌથી મોટા એરપોર્ટ રિટેલર્સ બલ્ટોનાની 8 એરપોર્ટ્સ શોપ્સ અને 2011માં તુર્કીના ફ્લાઇટ ડ્યૂટી ફ્રી ઓપરેટર આઇરિસ એક્સપ્રેસને ખરીદ્યાં. 2012માં તો તેમણે પોતાની જ પેરેન્ટ કંપની ફ્લેમિંગો ઇન્ટરનેશનલ, દુબઈને ખરીદી લીધું જેનાથી તેમણે 32 દેશોમાં 260 ડ્યૂટી ફ્રી સ્ટોર્સ મળી ગયા. વર્ષ 2013માં બેલ્જિયમની એક કંપનીને ખરીદી, જે ડિપ્લોમેટ્સ, યુએન ઓર્ગેનાઇઝેશન્સ અને મિલિટરી મિશન્સને ડ્યૂટી એન્ડ ટેક્સ ફ્રી ગુડ્સ વેચતી હતી. આ અધિગ્રહણે તેમણે માત્ર દસ વર્ષમાં દેશના સૌથી મોટા પ્રાઇવેટ ડ્યૂટી ફ્રી રિટેલર બનાવી દીધા. વર્ષ 2016-17માં તેમણે 3,895 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું અને 162 કરોડ રૂપિયાનો નફો કર્યો.


અતુલ વિની આહુજાના પુત્ર અર્જુન આહુજા કહે છે કે હવે આપણા દેશમાં પણ સિંગાપોર અને દુબઈની જેમ સુંદર એરપોર્ટ્સ બનવા લાગ્યાં છે, જ્યાં શોપિંગની પોતાની જ એક મજા છે. આશા છે કે વર્ષ 2020માં ફ્લેમિંગો ઇન્ટરનેશનલનો કારોબાર 1.5 બિલિયન ડોલરથી વધારે થઈ જશે.

[email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી