Back કથા સરિતા
પ્રકાશ બિયાણી

પ્રકાશ બિયાણી

બિઝનેસ (પ્રકરણ - 42)
‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ એવા પ્રકાશ બિયાણી ભારતના આંત્રપ્રેનર્સ પર સતત અભ્યાસપૂર્ણ લેખો લખે છે.

સૌર ઊર્જા દ્વારા શુદ્ધ જળ: ડો. વિભા ત્રિપાઠી

  • પ્રકાશન તારીખ26 Sep 2018
  •  

ઉત્તરપ્રદેશના એક નાનકડા ગામ હરદોઈનાં
ડો.વિભા ત્રિપાઠી આઇઆઇટી કાનપુરમાંથી પીએચડી કર્યા પછી ત્યાં જ રિસર્ચ પ્રોફેસર બની ગયાં. ત્યાં તેમણે સોલર સેલ્સ ડેવલપ કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી ત્યારે તેમને સૂર્ય દ્વારા મફતમાં મળનારી ઊર્જા પ્રત્યે રસ વધ્યો. વર્ષ 2008માં તેમણે આઇઆઇટીની સારી નોકરી છોડીને સૌર્ય ઇન્ટરટેક નામની કંપની બનાવી. તે સોલર એનર્જી પર વર્કશોપ અને સેમિનારનું આયોજન કરવા લાગ્યા. સોલર એનર્જી કંપનીઓની તે સલાહકાર બની ગઈ. સોલર એનર્જીને પ્રમોટ કરતાં તેમણે જોયું કે દેશની સૌથી મોટી આબાદી ખાસ કરીને ગંદા રહેઠાણ અને ગામના લોકોને ક્લીન વોટર મળતું નથી. વર્ષ 2011માં યુનાઇટેડ નેશન્સે તેમની સોલર એનર્જીથી ક્લીન વોટર પ્યુરીફાયર સિસ્ટમ બનાવવા માટે પસંદગી કરી. યુનાઇટેડ નેશન્સ પાસેથી મળેલી ગ્રાન્ટમાંથી તેમણે સોલર આધારિત વોટર પ્યુરિફાયર સિસ્ટમ ડેવલપ કરી. 2013માં તેમણે ફરી એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી, જેનાથી તેમણે મશીન બનાવ્યાં અને ગુરુગ્રામની પાંચ રહેણાક વસ્તીમાં ઇન્સ્ટોલ કર્યું. તેમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર જળના શુદ્ધીકરણમાં આરઓ, યુવી, યુએફ, એર ઓટો મોડ્યુલર ટેક્નિકનો ઉપયોગ થવો જોઈએ

પેન્ન સ્ટેટ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ તેમના પુત્ર અદ્વૈતકુમાર 2014માં તેમના સહયોગી બન્યા અને સ્વજલ વોટર પ્રા. લિ. નામની એક કંપની જન્મી. આ કંપનીએ સોલર એનર્જીથી સ્ટેનલેસ સ્ટીલમાંથી બનેલી વોટર ડિસ્પેન્સિંગ મશીન બનાવ્યું જેનું નામ વોટર એટીએમ રાખ્યું. આ એવી એડવાન્સ જળ શુદ્ધીકરણ સિસ્ટમ છે જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના માપદંડને અનુરૂપ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર જળના શુદ્ધીકરણમાં આરઓ, યુવી, યુએફ, એર ઓટો મોડ્યુલર ટેક્નિકનો ઉપયોગ થવો જોઈએ. સ્વજળ વોટર એટીએમ પાણીને ક્ષારમુક્ત કરીને મીઠું કરે છે. આ મશીનની કિંમત આકારના આધારે છે. જે આશરે 3થી 20 લાખ રૂપિયા થાય છે. મશીનમાંથી એક લિટર પાણીના શુદ્ધીકરણનો ખર્ચ માત્ર 64 પૈસા છે. સ્વજળ વોટર એટીએમ 5 રૂપિયાનો સિક્કો નાખીને અથવા રિચાર્જેબલ સ્માર્ટ કાર્ડ દ્વારા એક વારમાં 1 ગ્લાસથી લઈને 20 લિટર ક્લીન વોટર રિલીઝ કરે છે.


સ્વજળ વોટર પ્રા. લિ.એ 14 રાજ્યોના ભીડવાળા વિસ્તારો, રહેઠાણ, સ્ટોર્સ, સ્કૂલ્સ, મેટ્રો સ્ટેશનો, હોસ્પિટલમાં 400 વોટર એટીએમ લગાવ્યાં છે. ભારતીય રેલવે તેને સ્ટેશનો પર ઇન્સ્ટોલ કરાવી રહ્યું છે જેથી યાત્રી પોતાની બોટલમાં 5 રૂપિયામાં એક લિટર શુદ્ધ જળ મેળવી શકે. 100 સ્માર્ટ સિટીઝમાં પણ વોટર એટીએમ ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યાં છે. અદ્વૈતકુમાર કહે છે કે સ્વજલ વોટર એટીએમની સાથે અમે રિમોટ સેન્સિંગ વોટર પ્યુરિફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીએ છીએ. તેમાં જીએસએમ ઇનબિલ્ટ હોય છે. જેથી અમે મશીનને ટ્રેક કરી શકીએ છીએ. મશીન સાથે કમ્યુનિકેટ કરી શકીએ છીએ. આ પેક્ડ વોટર બોટલનો વિકલ્પ છે એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડે છે જેથી પર્યાવરણનું રક્ષણ થાય. આપણા દેશમાં કરોડો લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું. દૂષિત જળના સેવનથી ડાયેરિયા થાય છે.


અદ્વૈતકુમાર કહે છે કે અમે એક નિર્ધન રહેણાક વિસ્તારમાં સ્વજલ વોટર એટીએમની સ્થાપના કરી તો ડાયેરિયાથી પોતાનો પૌત્ર ગુમાવનારી એક દાદીએ કહ્યું, ‘ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી.’

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP