Back કથા સરિતા
પ્રકાશ બિયાણી

પ્રકાશ બિયાણી

બિઝનેસ (પ્રકરણ - 42)
‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ એવા પ્રકાશ બિયાણી ભારતના આંત્રપ્રેનર્સ પર સતત અભ્યાસપૂર્ણ લેખો લખે છે.

સૌથી મોટા ટ્રાન્સપોર્ટર : વિજય સંકેશ્વર

  • પ્રકાશન તારીખ19 Sep 2018
  •  

લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અનુસાર ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ કંપની વીઆરએલ લોજિસ્ટિક્સ લિ. છે. તેની પાસે 4403 કોમર્શિયલ વાહનો છે. બુબબાલી કર્ણાટકસ્થિત કંપનીનો કારોબાર 23 રાજ્ય અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલો છે. આ ગ્રૂપનું કર્ણાટકમાં સૌથી વધુ વંચાતું કન્નડ સમાચારપત્ર ‘વિજયવાણી’ પણ છે. કર્ણાટકમાં કંપનીની ‘દિગ્વિજય ન્યૂઝ’ નામની ચેનલ પણ છે. કંપનીના બે એરક્રાફ્ટ્સ છે જે ભાડે આપવામાં આવે છે. કર્ણાટકમાં કંપનીનો 41.25 મેગાવોટનો વિંડ પાવર પ્લાન્ટ પણ છે. 1900 કરોડ રૂપિયાથી વધારેનો વાર્ષિક કારોબાર કરનારી આ કંપની શેર માર્કેટમાં પણ લિસ્ટેડ છે. વીઆરએલ લોજિસ્ટિક્સના સંસ્થાપક-ચેરમેન વિજય સંકેશ્વર લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.

વીઆરએલ લોજિસ્ટક બિઝનેસમાં ક્યારેય આઉટસોર્સિંગ કરતી નથી

કર્ણાટકમાં ક્યારેક વિજય સંકેશ્વરના પિતાનો પ્રિન્ટિંગ પ્રેસનો બિઝનેસ હતો. 19 વર્ષની વયે તેઓ પૈતૃક બિઝનેસમાં જોડાઈ ગયા. કેટલાંક વર્ષો સુધી કન્નડમાં સાહિત્ય અને પાઠ્યક્રમનાં પુસ્તકો અને ડિક્શનરી છાપ્યા પછી વિજય સંકેશ્વરને લાગ્યું કે આ બિઝનેસમાં લાંબું ભવિષ્ય નથી. તેથી પોતાના માટે સ્વતંત્ર વેપારને શોધતા તેમને જાણવા મળ્યું કે ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન બિઝનેસ પર અસંગઠિત ક્ષેત્રનું વર્ચસ્વ છે જે વિશ્વસનીય સેવા આપતું નથી. ઈ.સ. 1976માં તેમણે એક મિત્ર પાસેથી 1.20 લાખ રૂપિયાની લોન લીધી અને પહેલો ટ્રક ખરીદ્યો. ટ્રક જ્યારે તેમણે ચલાવી તો તેમના પરિવારજનો તથા મિત્રોને સારું ન લાગ્યું. તેમને લોકો અલગ દૃષ્ટિથી જોવા લાગ્યા.

લોકલ ટ્રાન્સપોર્ટર સાથે હરિફાઈ કરવામાં તેમને નુકસાન થયું તો પણ તેઓ ટકી રહ્યા. ધીરે-ધીરે બિઝનેસ આગળ વધ્યો તો ઈ.સ. 1983માં તેમણે વિજયાનંદ રોડલાઇન્સ પ્રા. લિ. નામની એક કંપની બનાવી. આ કંપનીએ પહેલા વર્ષે 2 લાખ રૂપિયાનો ધંધો કર્યો. ઈ.સ. 1985માં તેમણે પોતાના માટે મારુતિ 800 ખરીદી. વર્ષ 2006માં કંપનીનું નામ બદલીને વીઆરએલ લોજિસ્ટિક્સ લિ. કર્યું. 68 વર્ષના વિજય સંકેશ્વરનો પુત્ર આનંદ બિઝનેસમાં જોડાયો તો પિતાએ શોપ ફ્લોરથી શરૂઆત કરાવી. 43 વર્ષના આનંદ આજે વીઆરએલ લોજિસ્ટિક્સના મેનેજિંગ ડાયરેક્ટર છે.


વીઆરએલ લોજિિસ્ટક બિઝનેસમાં ક્યારેય આઉટસોર્સિંગ કરતી નથી. અન્ય ટ્રાન્સપોર્ટર્સ બીજાના ટ્રકનો ઉપયોગ કરે છે. વીઆરએલ લોજિસ્ટિક્સ વાર્ષિક 50 હજારથી વધારે ટનના 1થી 40 ટનના લોડ્સ પોતાની માલિકીના વાહનોથી જ ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડે છે. કંપનીની 931 શાખાઓ અને 40 હબ્સ તથા ટ્રાન્સપોર્ટ યાર્ડ્સ છે. બેંગલુરુની નજીક કંપનીના 30 એકરમાં ફેલાયેલા ટ્રાન્સશિપમેન્ટ હબમાં દરરોજ 5 હજાર ટન સામાન લોડ-અનલોડ થાય છે. 1500 કર્મચારીઓના આ દેશનો સૌથી મોટો ટ્રાન્સશિપમેન્ટ હબ છે. કંપની હવે સુરતમાં 7 એકર જમીન પર એવી જ સુવિધા ઊભી કરવા જઈ રહી છે, જે ગુજરાતને સમગ્ર દેશ સાથે જોડશે. કંપનીની પોતાની સ્ટેટ ઓફ ધ આર્ટ વર્કશોપ છે જે વાહનોની સારસંભાળની સાથે પોતાની જરૂરિયાત અનુસાર ફેરફાર પણ કરે છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે કરાર હોવાથી કંપનીનાં વાહનોને આખા દેશમાં ગમે ત્યાં ક્રેડિટ પર ડીઝલ મળે છે. કંપની ફ્યૂઅલ ખર્ચ ઘટાડવા માટે બાયો ફ્યૂઅલનો ઉપયોગ કરે છે અને બલ્કમાં ટાયરની ખરીદી કરે છે.

વીઆરએલ લોજિસ્ટિક્સની 356 લક્ઝરી બસ અને કોચ છે જે દક્ષિણ ભારતના 100થી વધુ શહેરોમાં પહોંચી રહી છે. કંપનીના ડ્રાઈવરો કહે છે કે વિજય સંકેશ્વર અમારી પણ એસેટ્સ જેટલી જ ચિંતા કરે છે.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP