અફોર્ડેબલ મેડિકલ સોલ્યુશન્સ માટે...

article by prakash biyani

પ્રકાશ બિયાણી

Sep 12, 2018, 12:05 AM IST

મેડિસિન અને મેડિકલ ઉપકરણો વગર સારવાર થઈ શકતી નથી. એક સંપૂર્ણ હોસ્પિટલને સારવાર માટે દરરોજ 2000થી વધારે વસ્તુઓ જોઈતી હોય છે. તેને ચેન્નઈની ટ્રિવિટ્રાન ગ્રૂપ ઓફ કંપનીઝ ઉપલબ્ધ કરાવે છે. હોસ્પિટલ્સ, ક્લિનિક્સ અને સ્વતંત્ર ચિકિત્સકો અને ડાયગ્નોસ્ટિક લેબ્સને વર્લ્ડ ક્લાસ હેલ્થ સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવનારા આ ગ્રૂપના સંસ્થાપક ડો. જી.એસ.કે. વેલુ છે. તેઓ ડોક્ટર નથી. તેમણે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ(બિટ્સ)માંથી ફાર્મસીની સ્નાતક ડિગ્રી અને લોયેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાંથી એમબીએ કર્યા પછી આઇબીએએમ- કોલકાતામાંથી રેટ(પીએચડી)ની ડિગ્રી મેળવી.

સૌને અફોર્ડેબલ મેડિકલ સોલ્યુશન્સ મળી રહે તે
ડો. જી.એસ.કે. વેલુનું મિશન છે

ઈ.સ. 1988માં બહુરાષ્ટ્રીય કંપનીઓએ મેડિકલ ઉપકરણોના ટ્રેડિંગથી ડો. વેલુએ શરૂઆત કરી હતી. ઈ.સ. 1997માં ટ્રિવિટ્રાન હેલ્થ કેરની સ્થાપના કરી. 2008-09માં તેમણે મેડિકલ ઉપકરણ, લેબોરેટરી રિએજન્ટ્સ, ડાયગ્નોસ્ટિક કિટ્સ અને રેડિયોલોજિસ્ટ્સના પ્રોટેક્ટિવ એપેરલ બનાવવાનું શરૂ કર્યું. આજે ભારત, ફિનલેન્ડ અને તુર્કીમાં ગ્રૂપના 9 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ કાર્ડિયાર મોનિટર્સ, અલ્ટ્રાસોનિક ઉપકરણ, ઓપરેટિંગ રૂમ હાર્ડવેર અને આઇસીયુ ઉપકરણો પણ બનાવી રહ્યા છે. તેમણે ચેન્નઈમાં 25 એકર જમીન પર દક્ષિણ એશિયાનું એકમાત્ર સ્ટેટ ઓફ ધ આર્ટ મેડિકલ ટેક્નોલોજી ટ્રિવિટ્રાન ટેક્નોલોજી પાર્ક (ટીએમટીપી) વિકસિત કર્યું છે.

અહીં એક ડઝનથી પણ વધારે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ નાખી શકાય એમ છે. અહીં સ્થાપિત એક ગ્રૂપ કંપની આ વિટ્રો ડાયગ્નોસ્ટિક્સ (આઇવિડી) ભારતીય પેથોલોજી લેબને સર્વ કરે છે, જ્યારે બાયો સિસ્ટમ્સ ટ્રિવિટ્રાન ડાયગ્નોસ્ટિક લિમિટેડ અહીં અને બાર્સિલોનામાં ક્લિનિકલ કેમિસ્ટ્રી રિએજન્ટ્સ અને ઉપકરણ વગેરે બનાવે છે. અહીં બે જોઇન્ટ વેન્ચર્સ પણ છે, જે પેથોલોજી લેબ માટે ટેસ્ટિંગ ઉત્પાદનો અને કિટ્સ બનાવે છે. ગ્રૂપની આ સહાયક કંપનીમાં સ્પેનની બાયો સિસ્ટમ્સ ભાગીદાર છે. ટીએમટીપી પાર્કમાં જ હિટાચી અને અલોકા ટ્રિવિટ્રાન છે જે ઇલેક્ટ્રોનિક ઇમેજિંગ ડિવાઇસ જેમ કે હાર્ટ મોનિટર્સ અને આઇસીયુ ઉપકરણ બનાવે છે. ડો. વેલુએ ટીએમટીપી પાર્કને એ દૃષ્ટિકોણ સાથે વિકસિત કર્યો છે કે અહીં સ્વતંત્ર અથવા બહુરાષ્ટ્રીય કંપનીઓની સાથે ભાગીદારીમાં મેન્યુફેક્ચરિંગ સુવિધાઓનો વિસ્તાર કરી શકાય.

ગ્રૂપની ફિનલેન્ડસ્થિત સહાયક કંપની લેબ સિસ્ટમ્સ ન્યૂ બોર્ન બેબીની સ્ક્રીનિંગ સાથે જોડાયેલી ટેક્નિકની ગ્લોબલ લીડર છે. સમૂહની એક અન્ય કંપની કિરણ મેડિકલ સિસ્ટમ્સ નવી મુંબઈમાં ઇમેજિંગ ઉપકરણ, રેડિયોલોજિકલ એક્ઝામિનેશનમાં ઉપયોગમાં લેવાનારાં કેમિકલ્સ અને ટેક્નિશિયનના પરિધાન બનાવે છે. મેક્સિવિઝન ગ્રૂપની આઈ કેર ચેન છે તો મેડફોર્ટ શ્રૃંખલા ડાયાબિટીઝ કેર માટે મશહૂર છે. એપોલો ગ્રૂપની સાથે ટ્રિવિટ્રાન ડેન્ટલ કેર અને કિડની ડાયાલિસિસમાં પણ એક્ટિવ છે. 1500 કર્મચારી, 25 ઓફિસ અને 1200 ચેનલ પાર્ટનરવાળા ગ્રૂપનાં ઉત્પાદનો 165 દેશોમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે. ટ્રિવિટ્રાન દેશનું સૌથી મોટું ટેક્નોલોજી ગ્રૂપ છે.


ફિક્કી સીઆઇઆઇમાં ઘણાં મહત્ત્વપૂર્ણ પદ અને જવાબદારીઓ સંભાળનારા ડો. વેલુનું એક જ મિશન છે તે છે- સૌને અફોર્ડેબલ મેડિકલ સોલ્યુશન્સ મળી રહે.
[email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી