દૂધ ઉત્પાદકોની કમાણી વધારનાર : શ્રીકુમાર

article by prakash biyani

પ્રકાશ બિયાણી

Sep 05, 2018, 12:05 AM IST

કૃષિ સેક્ટરમાં સ્ટાર્ટઅપ્સ માટે અપાર સંભાવનાઓ રહેલી છે, સફળતાની ગેરંટી પણ છે, શરત એટલી કે યોગ્ય રીતે બિઝનેસ કરો. ભૂવનેશ્વરના શ્રીકુમાર મિશ્રાએ ટાટા ગ્રૂપની ટી કંપની ટેટલે, લંડનની મોટા પગારવાળી નોકરી છોડીને પોતાના હોમટાઉન આવ્યા અને તેમણે એક મિલ્ક મંત્રા નામની કંપની બનાવી અને પેક્ડ મિલ્ક, દહીં, છાશ અને પનીર લોન્ચ કર્યું. પહેલા વર્ષે 18 કરોડનું ટર્નઓવર કર્યું જે પાંચ જ વર્ષમાં દસ ઘણું થઈ ગયું છે.

આજે મિલ્ક મંત્રાનાં 400થી વધારે કલેક્શન સેન્ટર છે જ્યાં દૂધ ઉત્પાદકો લાઇન લગાવીને શ્રીકુમાર મિશ્રને દૂધ વેચી રહ્યા છે

વર્ષ 2009માં શ્રીકુમાર મિશ્રા દૂધ વેચવાના ડ્રીમ પ્રોજેક્ટ સાથે સ્વદેશ પાછા ફર્યા તો મેદાન લપસણું હતું. તેમને પ્રોજેક્ટ માટે 50 લાખ ડોલરની સીડ કેપિટલની જરૂર હતી, જેનાથી તેઓ દૂધ ઉત્પાદક ખેડૂતો માટે દૂધ કલેક્શન સેન્ટર ખોલી શકે અને મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપી શકે. સાથે સાથે પેકેજિંગની સુવિધા પણ ઊભી કરી શકે. સતત બે વર્ષ સુધી વેન્ચર કેપિટલિસ્ટ્સની ઓફિસોનાં ચક્કર લગાવ્યાં પછી પણ તેમને રોકાણ ન મળ્યું તો તેમણે નાના-નાના ઇન્વેસ્ટર્સ પાસેથી 5થી 60 લાખ રૂપિયા એકઠા કરીને ભુવનેશ્વરમાં મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના કરી. ગામોના એક ક્લસ્ટર માટે એક કલેક્શન સેન્ટર ખોલ્યું જ્યાં કેટલાક દૂધ ઉત્પાદકો પાસેથી તેમને દૂધ મળવા લાગ્યું. આજે મિલ્ક મંત્રાનાં 400થી વધારે કલેક્શન સેન્ટર છે જ્યાં દૂધ ઉત્પાદકો લાઇન લગાવીને શ્રીકુમાર મિશ્રને દૂધ વેચી રહ્યા છે.

દરેક કલેક્શન સેન્ટર પર ફેટને આધારે દૂધની ખરીદ કિંમત ડિસ્પ્લે કરેલી છે. દૂધ ઉત્પાદકોને દસ દિવસમાં દૂધના પૈસાની ચુકવણી કરી દેવામાં આવે છે. મિલ્ક મંત્રા તેમને બજાર કિંમતમાં બેસ્ટ પશુઆહાર પણ ઉપલબ્ધ કરાવે છે. તેમના પશુઓના હેલ્થ કેર માટે નિયમિત અંતરાલે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. શ્રીકુમાર મિશ્રાએ બેંન્કોમાં પણ એવી વ્યવસ્થા કરી છે કે જેથી દૂધ ઉત્પાદકોને ઓછા વ્યાજે પશુ ખરીદવા માટે લોન આપે. દૂધ ઉત્પાદકો એક અવાજમાં કહે છે કે મિલ્ક મંત્રાએ અમારી કમાણી વધારી દીધી છે.


મિલ્ક મંત્રા ઓરિસ્સામાં દૂધ અને દૂધનાં ઉત્પાદનો ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં બીજા કરતાં થોડાં મોંઘાં વેચે છે, પણ ક્વોલિટીમાં સારાં હોવાને કારણે ગ્રાહકો કહે છે કે થોડું મોંઘું થયું તો શું થયું, પણ આ અમારાં બાળકો માટે તો સારું છે! ગ્રાહકોને ફ્રેશ અને ટેસ્ટી દૂધ મળી રહે એ માટે શ્રીકુમાર મિશ્રાએ પેક્ડ મિલ્કનું પેકેજિંગ બદલ્યું છે. અન્ય પેક્ડ મિલ્ક પ્લાસ્ટિક પાઉચમાં ગ્રાહકો સુધી પહોંચાડે છે, જે સૂર્યનો પ્રકાશ પડવાને કારણે ખાટું થઈ જાય છે. મિલ્કી મૂનીનું પેકેજિંગ થ્રી લેયર છે. પહેલી પરત છે ટ્રાન્સુલુસેન્સ ફિલ્મ જે દૂધના સંપર્કમાં રહે છે.

ત્યારબાદ બ્લેક લેયર કે જે દૂધને સૂર્યપ્રકાશથી બચાવે છે અને પછી વ્હાઇટ લેયર. મિલ્ક મંત્રાનો દાવો છે કે મિલ્કી મૂને ઉકાળ્યા વગર પીઓ, કારણ કે તેમાં બેક્ટેરિયા નથી કે જેના માટે થઈને દૂધ ઉકાળવામાં આવે છે.


રસપ્રદ વાત એ છે કે કોઈ પણ વેન્ચર કેપિટલિસ્ટ્સે શ્રીકુમારને રોકાણ કે લોન આપી નહોતી. તેણે જ આજે તેમના પ્રોજેક્ટમાં 150 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને ઇચ્છે છે કે મિલ્ક મંત્રા અમૂલના દૂધ અને દૂધ ઉત્પાદનોની જેમ સમગ્ર દેશમાં પહોંચે.
[email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી