Back કથા સરિતા
ડૉ. પારસ શાહ

ડૉ. પારસ શાહ

સેક્સોલોજી (પ્રકરણ - 64)
લેખક જાણીતા સેક્સોલોજિસ્ટ અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

પુરુષોમાં કામેચ્છાઓ કેમ મંદ પડી જાય છે?

  • પ્રકાશન તારીખ24 Mar 2019
  •  

આજકાલ લોકોની જીવનશૈલી અત્યંત વ્યસ્ત બની ગઈ છે. એમાંય જો પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય તેવા કિસ્સાઓમાં તો પરિવાર અને બાળકો માટે સમય કાઢવો મુશ્કેલ બની જાય છે ત્યારે પોતાના અંગત શોખ કે જાતીય જીવનના આનંદ માટે સમય કેવી રીતે ફાળવવો તેની સમસ્યા અનેક લોકોને સતાવે છે. નોકરી કરીને આવ્યા બાદ તમે બંને જણા થાકનો અનુભવ કરો છો. કામનું ટેન્શન, બાળકોની ચિંતા સહિતનાં અનેક કારણોને લીધે લગ્નનાં કેટલાંક વર્ષો પછી યુગલો રાત્રે બેડમાં એકબીજાનો સહવાસ માણવાને બદલે રિમોટ કંટ્રોલનો આશ્રય લે છે. તંદુરસ્ત સેક્સલાઇફ એ ઘનિષ્ઠ અને ઉષ્માપૂર્ણ સંબંધોમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જાતીય જીવન પરત્વે દુર્લક્ષ સેવવાથી તમારું લગ્નજીવન નીરસ બનવાની સાથે સાથે જ જોખમમાં પણ મુકાઈ જાય છે.

  • નપુંસકતા કે શિશ્નોત્થાનની સમસ્યા તથા કામેચ્છા ગુમાવી દેવી એ બંને સમાન બાબતો નથી

પુરુષોમાં કામેચ્છાઓ કેમ મંદ પડી જાય છે?
આ જટિલ સમસ્યાના શારીરિક તેમજ માનસિક ઉપરાંત સામાજિક કારણો પણ હોઈ શકે છે. તેમાં કામચલાઉ કે હંગામી ઉપાયો કારગર નીવડતા નથી.
શિશ્નોત્થાનની સમસ્યા કામેચ્છા ગુમાવવા માટે જવાબદાર હોઈ શકે : નપુંસકતા કે શિશ્નોત્થાનની સમસ્યા તથા કામેચ્છા ગુમાવી દેવી એ બંને સમાન બાબતો નથી, પરંતુ હા જ્યારે તમે બંનેમાંથી એકનો ભોગ બનો ત્યારે વહેલા મોડા તમે બીજાની ઝપેટમાં આવી જાવ છો. માત્ર 9 ટકા યુવાનો શિશ્નોત્થાન જાળવી નહીં રાખવાની સમસ્યાથી પીડાય છે. શિશ્નોત્થાનની સમસ્યા વધતી ઉંમર સાથે વકરે છે. 40 વર્ષ સુધીમાં તે 25 ટકા, 50-59ની વય દરમિયાન તે 33 ટકા તથા 60 વર્ષની વય સુધીમાં તે 55થી 60 ટકા જેટલી થાય છે. જોકે, સારી બાબત એ છે કે આ સમસ્યાનાં કારણો મુજબ યોગ્ય દવાથી રાહત થાય છે. વેસોડિલેટર્સ શિશ્નમાં લોહીના પ્રવાહમાં વધારો કરે છે.

પરફોર્મન્સની ચિંતા અને કામેચ્છા ગુમાવવી : પુરુષો મુખ્યત્વે બે સમસ્યાઓથી પીડાતા હોય છે, જેમાં સમાગમ દરમિયાન પોતાની ક્ષમતા દાખવવાની ચિંતા ને ચરમસીમા વખતે શીઘ્ર અથવા ઝડપી સ્ખલનનો સમાવેશ થાય છે. લગભગ દર ત્રણમાંથી એક વ્યક્તિ શીઘ્રસ્ખલનની સમસ્યા અનુભવે છે, જ્યારે પાંચમાંથી એક જણ પોતાના પરફોર્મન્સને લઈને ચિંતિત હોય છે. 75 ટકા પુરુષોની તુલનાએ માત્ર 26 ટકા મહિલાઓ જ પોતે કાયમ જાતીય આનંદની ચરમસીમા અથવા પરાકાષ્ઠાનો અનુભવ કરતી હોવાનું કબૂલે છે. જોકે, તેમાં આશ્ચર્ય પમાડવા જેવું નથી, કારણ કે પુરુષો હંમેશાં દબાણમાં રહીને પરફોર્મ કરતા હોય છે અને દબાણ હેઠળ સમાગમ માણવાથી કામેચ્છા મંદ પડી જાય છે.

(ક્રમશ:)

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP