Back કથા સરિતા
ડૉ. પારસ શાહ

ડૉ. પારસ શાહ

સેક્સોલોજી (પ્રકરણ - 60)
લેખક જાણીતા સેક્સોલોજિસ્ટ અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

ગર્ભનિરોધક ગોળીઓ કંઈ ચોકલેટ નથી

  • પ્રકાશન તારીખ13 Mar 2019
  •  

સમસ્યા: મારી ઉંમર 34 વર્ષની છે. મારે બે બાળકો છે. છેલ્લાં 2-3 વર્ષથી યોનિપ્રવેશ પહેલાં જ ઇન્દ્રિય ઢીલી થઈ જાય છે. થોડો સમય પહેલાં પત્ની પિયર ગઈ તે વખતે હસ્તમૈથુન કરેલ, પરંતુ વીર્ય નીકળે તે પહેલાં જ ઇન્દ્રિયમાં ઢીલાશ આવી ગયેલી. આનું કારણ શું હોઈ શકે?
ઉકેલ: આમ થવાનાં બે કારણ હોઈ શકે છે. એક તો માનસિક તાણ અથવા ઇન્દ્રિયનું ‘ફ્રેક્ચર’ આવી શિથિલતા લોહીના દબાણમાં થતા ઘટાડાને કારણે અનુભવાય છે. આમાં રિજી સ્કેન પ્લસ અને ડોપ્લર સહિતનાં તમામ પરીક્ષણો સામાન્ય જણાય છે, પરંતુ પેશન્ટનો ઇતિહાસ જણાવે છે કે પ્રવેશનો પ્રયત્ન કરતી વખતે ઇન્દ્રિય વળી જાય છે અથવા શિથિલ થઈ જાય છે. જેથી પ્રવેશ અશક્ય બને છે. આપે નિષ્ણાત ડોક્ટરની પાસે તપાસ કરાવવી પડે. પહેલાં માત્ર ઓપરેશન એ જ એક રસ્તો હતો. આજની તારીખમાં યોગ્ય નિદાન બાદ દવાથી પણ નપુંસકતા મટી શકે છે અને વ્યક્તિ ફરીથી યુવાનની જેમ જાતીય જીવન માણી શકે છે.

સમસ્યા: મારી ઉંમર 19 વર્ષની છે અને મારા ફિયાન્સની ઉંમર 23 વર્ષની છે. થોડાક દિવસ પહેલાં અમે સેક્સ માણેલું, પરંતુ ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કર્યો ન હતો. બીજા દિવસે ઇમરજન્સી ગર્ભનિરોધક ગોળી લીધી હતી, પરંતુ હવે અમને ખબર પડી કે અમે સેક્સ માણ્યું જ નહોતું. મને અને મારા ફિયાન્સને સેક્સનું બિલકુલ જ્ઞાન નથી. મને ડર છે કે આ ગોળીથી ભવિષ્યમાં મને માતા બનવામાં કોઈ મુશ્કેલી નહી ંઆવે ને?
ઉકેલ: આ ગર્ભનિરોધક ગોળીઓ ઇમર્જન્સી માટેની જ છે, ચોકલેટ નથી. આ દવાથી ઘણી બધી આડઅસર પણ થઈ શકે છે. માટે તમારા ડોક્ટરની સલાહ વગર ભવિષ્યમાં ક્યારે ન લેતા અત્યારે માસિક આવે તેની રાહ જુઓ. એકવાર માસિક રેગ્યુલર થઈ જશે પછી ચિંતા કરવા જેવી નથી. તમે ચોક્કસ ભવિષ્યમાં માતા બની શકો છો.

સમસ્યા: મારી ઉંમર ચોવીસ વર્ષની છે. ટૂંક સમયમાં મારાં લગ્ન થવાનાં છે, પરંતુ મને સેક્સના વિચારો ખૂબ જ આવે છે. મને તેનાથી મનમાં ક્ષોભ પણ થાય છે.
ઉકેલ: જાતીય વિજ્ઞાન અને તેમાંય આ વિષય ઉપર વિશેષ વૈજ્ઞાનિક સંશોધન થયેલું નથી. અલગ અલગ દેશો અને લોકો પોતપોતાની રીતે કામુકતાને મૂલવતા હોય છે. કઈ વ્યક્તિને હાઇપરસેક્સ્યુઅલ ગણવી તે અંગે ડોક્ટરોમાં મતભેદ પ્રવર્તે છે, પરંતુ મોટેભાગે જે વ્યક્તિઓની જાતીય ઇચ્છા કોઈ રીતે સંતોષી ન શકાય એટલી પ્રબળ હોય, તેને કારણે તેના રોજિંદા કામકાજમાં અવરોધ ઉત્પન્ન થતો હોય, જેમને માટે સેક્સ એ પૂર્ણપણે બિનવ્યક્તિલક્ષી (ઇમ્પર્સનલ) વસ્તુ હોય તથા જેઓ જાતીય પરાકાષ્ઠા ઉપરાછાપરી અનુભવ્યા બાદ પણ સરવાળે અસંતુષ્ટ રહી જતા હોય તેવી વ્યક્તિને હાઇપરસેક્સ્યુલ ગણવામાં આવે છે. આવી પ્રકૃતિવાળા પુરુષોને ‘સેટીરિયાસિસ ડોનજુઆનિઝમ’ હોવાનું મનાય છે અને આવી સ્ત્રીઓ ‘નિમ્ફોમેનિયાક’ તરીકે ઓળખાય છે, પરંતુ જો બધી વૈજ્ઞાનિક ભાષા બાજુમાં મૂકી અને તમને સાદી ભાષામાં સમજાવું હોય તો કાંઈક આ રીતે કહેવાય. સંતોષજનક સેક્સ ભોગવ્યા બાદ હંમેશાં તરત જ વારંવાર સેક્સની ઇચ્છાને હાઇપરસેક્સ્યુલ ગણવું જોઈએ. હકીકતમાં આ વધારે પડતી કામુકતા માટે ડોક્ટરી તપાસ જરૂરી થઈ જાય છે. કારણ કે ઘણીવાર મેનિયા, સ્ક્રીઝોફેનિયા, ફન્ટલલોબ બ્રેઇન ટ્યુમર અથવા એપીલેપ્સીઝ નામની બીમારીઓ પણ કામુકતાને અમર્યાદ, અસંગત બનાવી દે છે.

સમસ્યા: મારી ઉંમર 48 વર્ષની છે. લગ્નજીવનને 25 વર્ષ થયાં છે. મને શરૂઆતથી જ શીઘ્રસ્ખલનની તકલીફ છે. ધીરે ધીરે આ તકલીફ ખૂબ જ વધી ગઈ છે. હવે તો સ્પર્શ કરતાં જ પ્રવેશ પહેલાં જ સ્ખલન થઈ જાય છે. આના કારણે અમારે પતિ-પત્નીને ઝઘડા પણ થાય છે. ખૂબ જ દવાઓ કરાવી ચૂક્યો છું, પણ કોઈ જ ફાયદો થયેલ નથી. છેલ્લે દેશી વાયેગ્રાનું સેવન પણ કર્યું, પરંતુ તે લીધા બાદ શરીર પરસેવે રેબઝેબ થઈ ગયેલ, છાતી ભારે થઈ ગઈ હતી અને આંખ લાલ થઈ ગઈ હતી. એટલે મેં આ દવા ફેંકી દીધેલી છે. યોગ્ય માગદર્શન આપવા વિનંતી.
ઉકેલ: ઘણીવાર યોગ્ય નિદાન અને સારવારના અભાવે વ્યક્તિએ નાની બીમારીઓ માટે વર્ષો સુધી પરેશાન થવું પડે છે, જે એક કમનસીબી છે. જો યોગ્ય અને સચોટ નિદાન બાદ શીઘ્રસ્ખલનની સારવાર કરવામાં આવે તો, તે ગમે તેટલી ગંભીર કેમ ન હોય, દસ દિવસમાં જ ફાયદો જોવા મળે છે. મોટાભાગે આપની તકલીફ શારીરિક લાગે છે, માનસિક નહીં. જેથી સ્ત્રી ઉપર હોય તે આસન, સ્ટોપ-ર્સ્ટાટ, સ્કિવ્ઝ પદ્ધતિ વગેરે વધુ ઉપયોગી નહીં નીવડે. આધુનિક સમયમાં એક વાત ચોક્કસ છે કે, શીઘ્રસ્ખલન માટે હવે કોઈએ વધારે પીડાવાની જરૂર નથી.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP