Back કથા સરિતા
ડૉ. પારસ શાહ

ડૉ. પારસ શાહ

સેક્સોલોજી (પ્રકરણ - 60)
લેખક જાણીતા સેક્સોલોજિસ્ટ અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

કૌમાર્યપટલ અંગેની ગેરસમજ દૂર કરવી રહી

  • પ્રકાશન તારીખ10 Feb 2019
  •  

વૈશાલી તેના બોયફ્રેન્ડ સાથે છેલ્લા એક વર્ષથી ડેટિંગ કરી રહી છે. તેણે જણાવ્યું કે થોડા સમય અગાઉ ચોમાસાની એક વરસાદી સાંજે રોમેન્ટિક વાતાવરણ અને માદક ડ્રિંકની અસરમાં મદહોશ બનેલાં અમે બંનેએ પ્રથમ વાર મન ભરીને શરીરસુખ માણ્યું. આશરે બે કલાક સુધી અમે જુદી જુદી પોઝિશન્સ અજમાવી. મારા માટે સેક્સનો આ પ્રથમ અનુભવ હોવા છતાં તે વખતે તો કોઈ ખાસ પીડા ન થઈ કે લોહી પણ નહોતું નીકળ્યું. મને નવાઈ લાગી કે શું આમ થવું સામાન્ય ગણાય કે કેમ? પરંતુ મારા બોયફ્રેન્ડને મારા કૌમાર્ય અંગે શંકાઓ થવા લાગી, જેને પરિણામે અમારા એક વર્ષના પ્રેમસંબંધો પર પ્રશ્નાર્થ મુકાયું છે.

  • ક્યારેય સેક્સ નહીં માણનારી યુવતીનું કૌમાર્યપટલ ખંડિત હોઈ શકે છે. શંકા ન રાખવી જોઈએ

ઉપર જણાવેલી ઘટના મારા એક યુવા અપરિણીત દર્દીની આપવીતી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આજના સ્માર્ટફોનના યુગમાં પણ લોકોમાં ખાસ કરીને યુવાનોમાં ઘણી અજ્ઞાનતા પ્રવર્તી રહી છે, જેને કારણે તેઓ ગેરમાન્યતાઓ તથા નકારાત્મક અભિગમનો શિકાર બને છે, જે તેમનામાં ઉચાટ અને જાતીય મૂંઝવણ પેદા કરે છે. આ પ્રકારની ગેરમાન્યતાને કારણે અનેક લગ્નજીવન ભંગાણને આરે આવતા હોય છે. આ સમગ્ર સમસ્યા શરીરના એક નાનકડા કોષને કારણે સર્જાય છે.
લગભગ તમામ છોકરીઓ કૌમાર્યપટલ સાથે જન્મે છે, કૌમાર્યપટલના કદમાં ભારે તફાવત હોય છે. કૌમાર્યનો અર્થ જેણે જાતીય સમાગમ નથી માણ્યું તેવી છોકરી, અખંડિત કૌમાર્યપટલની મદદથી કૌમાર્યની ખાતરી કરી શકાય છે.
જોકે, સેક્સ માણ્યું હોવા છતાં છોકરીનું કૌમાર્યપટલ અકબંધ હોઈ શકે છે, જ્યારે ક્યારેય સેક્સ નહીં માણનારી છોકરીનું કૌમાર્યપટલ ખંડિત હોઈ શકે છે. પવિત્રતા અને કૌમાર્યની વ્યાખ્યાની સ્પષ્ટતા જરૂરી છે. એવા કેટલાય કુંવારા લોકો છે જેઓ પવિત્ર નથી જ્યારે પવિત્ર વ્યક્તિઓ શારીરિક રીતે કુંવારી નથી.
પ્રથમ વખત અથવા શરૂઆતની કેટલીક વખત યુવતી જ્યારે સેક્સ માણે ત્યારે થોડા ઘણા અંશે તેને લોહી નીકળતું હોય છે તે સાચું છે. કૌમાર્યપટલ ભંગ થવાને લીધે આ લોહી નીકળે છે. કૌમાર્યપટલ એ કોષોનું એક પાતળું આવરણ છે જેમાં ઘણી રુધિરવાહિનીઓ આવેલી છે અને તે યોનિના પ્રવેશદ્વારનો કેટલોક હિસ્સો આવરી લે છે. જોકે, ઘણા કિસ્સામાં જન્મથી જ કૌમાર્યપટલ હોતું નથી અથવા તો રમતો રમવાને કારણે, એક્સરસાઇઝ કરવાથી કે અન્ય કારણસર તે ફાટી જાય છે. જેને પરિણામે યુવતી જ્યારે પ્રથમવાર જાતીય સમાગમ માણે ત્યારે સંભવ છે કે તેને બહુ ઓછો રક્તસ્ત્રાવ થાય અથવા તો જરા પણ લોહી ન નીકળે. આમ, પ્રથમ સમાગમના પરિણામથી તેના કૌમાર્યનો ક્યાસ કાઢવો સદંતર અયોગ્ય છે.
કેટલાક કિસ્સાઓમાં યુવતીઓને વધુ પડતું લોહી નીકળે છે. ક્યારેક યોનિમાં ઈજાને કારણે પણ લોહી નીકળી શકે છે. મહિલાને તેની જાણ સેક્સ દરમિયાન કે તે પછી અથવા તો ફરી વખતના સમાગમ દરમિયાન થાય તે શક્ય
છે.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP