Back કથા સરિતા
ડૉ. પારસ શાહ

ડૉ. પારસ શાહ

સેક્સોલોજી (પ્રકરણ - 64)
લેખક જાણીતા સેક્સોલોજિસ્ટ અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

બ્લડપ્રેશરના દર્દીએ સેક્સમાં શું કાળજી લેવી?

  • પ્રકાશન તારીખ30 Jan 2019
  •  

સમસ્યા: મારી ઉંમર 31 વર્ષની છે. હું મજૂરી કરી ગુજરાન ચલાવું છું. મારાં લગ્ન એક વર્ષ પૂર્વે થયાં છે. મારી પત્નીથી મને સંતોષ મળતો નથી. મારી પત્ની સાથે સમાગમ પૂર્વે જ યોનિમાંથી ચીકણો પદાર્થ નીકળે છે અને તેમાંથી દુર્ગંધ પણ મારે છે. સમાગમ વખતે મારુ લિંગ અને આજુબાજુનો ભાગ પણ બગડે છે. તેથી મને સંતોષ મળતો નથી. બીજી સ્ત્રી સાથે પૂરતો સંતોષ મળે છે. માટે મારા દાંપત્યજીવનમાં તિરાડ પડી છે. હવે છૂટાછેડા સુધી વાત આવી ગઈ છે. આનો ઉકેલ મને જણાવશો.


ઉકેલ: શારીરિક રીતે જાતીય ઉત્તેજના દરમ્યાન યોનિની દીવાલો ઉપર ભીનાશ સર્જાય છે. જે એકદમ સામાન્ય છે. જુદી-જુદી સ્ત્રીઓમાં યોનિચીકાશનું પ્રમાણ જુદંુ જુદંુ હોઈ શકે છે. એક જ સ્ત્રીમાં અલગ અલગ સમયે ચીકણા સ્ત્રાવનું પ્રમાણ જુદું જદુંુ હોઈ શકે છે. આ તે સમયના જાતીય આવેગની તીવ્રતા ઉપર નિર્ભય હોય છે. પીડારહિત સમાગમ માટે પર્યાપ્ત યોનિચીકાશ જરૂરી છે, પણ આ ચીકાશ યોનિમાર્ગના ચેપ અથવા એલર્જી દરમ્યાન વધી શકે છે. તેનું કારણ શોધી ઉપાય કરવો એ જ ઉત્તમ માર્ગ છે. સામાન્ય ઘરગથ્થુ ઉપાયમાં આ ભીનાશ રૂમાલથી સાફ કરી ફરીથી સમાગમરત થઈ શકાય છે. બાકી આના માટે છૂટાછેડા લેવા યોગ્ય માર્ગ નથી.

સમસ્યા: મારી સમસ્યા એ છે કે પહેલાં મારી ઇન્દ્રિય ઉત્તેજિત અવસ્થામાં બરાબર કડક રહેતું હતું, પરંતુ એક વખત લેબોરેટરીમાં પિરિડિનની ગંધ ચેક કરી હતી ત્યારથી બરાબર ઉત્તેજના આવતી નથી અને નરમ રહે છે. યોનિપ્રવેશ પણ થઈ શકતો નથી તેમજ શીઘ્રસ્ખલન થઈ જાય છે. ઇન્દ્રિયની લંબાઈ પણ વૃષણથી સાડા ત્રણ ઇંચ જેટલી જ છે. લેબોરેટરીમાં વીર્ય અને પુરુષત્વના હોર્મોન્સના રિપોર્ટ આ સાથે મોકલું છું. હું ખૂબ જ પરેશાન છું. શક્ય એટલો જલદી જવાબ આપશો.


ઉકેલ: આપની તકલીફનું કારણ પિરિડિનની ગંધ નથી, પરંતુ પુરુષત્વના હોર્મોન્સ ટેસ્ટોસ્ટિરોનની ઊણપ છે. મેં આપના બન્ને રિર્પોટ વાંચ્યા છે. જેમાં શુક્રાણુની સંખ્યા અને પુરુષત્વના હોર્મોન્સનું લેવલ ઘણું ઓછું છે. જેથી કરીને આપને યોનિપ્રવેશ થતો નથી. આજની તારીખમાં ટેસ્ટોસ્ટિરોન માટે દવા ઇન્જેક્શન, સ્પ્રે અને લોશન આપણા દેશમાં ઉપલબ્ધ છે. એકવાર હોર્મોન્સનું લેવલ બરાબર થઈ જશે એટલે આપની તકલીફ દૂર થઈ જશે. આપની ઇન્દ્રિયની લંબાઈમાં ફેરફાર કરવાની જરૂર નથી.


સમસ્યા: મારી ઉંમર 53 વર્ષની છે. આમ તો બીજી કોઈ જ તકલીફ નથી. માત્ર ચાર વર્ષથી બ્લડપ્રેશર રહે છે, પણ છેલ્લા એકાદ વર્ષથી ઇન્દ્રિયમાં ઉત્તેજના ઓછી આવે છે. તો શું આ તકલીફને અને બ્લડપ્રેશરને કોઈ સંબંધ ખરો? બ્લડપ્રેશરના દર્દીઓએ સેક્સમાં શું કાળજી લેવી?


ઉકેલ. બ્લડપ્રેશરથી પુરુષને સીધેસીધી રીતે ઉત્થાનમાં તકલીફ નથી અનુભવાતી, પરંતુ અમુક બ્લડપ્રેશરની દવાઓની આડઅસરને કારણે ઇન્દ્રિયમાં નપુંસકતા આવી શકે છે, પરંતુ આ નપુંસકતા દરેક પુરુષને આવતી નથી. આથી ગભરાઈ જવાની જરૂર નથી બ્લડપ્રેશરના દર્દીઓએ આટલી કાળજી રાખવાની જરૂર છે.


⚫ નિયમિત બ્લડપ્રેશર મપાવતા રહો અને એને કાબૂમાં રાખો.

⚫ જો બ્લડપ્રેશરની દવા લેતા હોવ અને ઇન્દ્રિયમાં ઉત્તેજનાની કમી અનુભવાતી હોય તો દવાની જાતીય જીવન પર પડતી આડઅસરની ચર્ચા ડોક્ટર સાથે કરો.
⚫ સામાન્ય રીતે બીટાબ્લોકર્સ, ડાઇયુરેટિક્સ ને થાયાઝાઇડ ગ્રૂપની દવાઓને કારણે નપુંસકતા આવી શકે છે. સામાન્ય રીતે દવાની આડઅસર થોડાક મહિનાઓ પછી અનુભવાતી હોય છે.

⚫ તમાકુ, સિગારેટ, બીડી, દારૂ, માંસાહાર અને ઈંડાંનું સેવન જો હોય તો તરત જ બંધ કરી દેશો.


સમસ્યા: મારાં લગ્ન થયાં થોડાક જ દિવસો થયા છે. મારી પત્નીના જમણા સ્તનમાં એક ગાંઠ જેવો કડક ભાગ છે. પત્નીને આ વિષે પૂછ્યું તો તે કહે છે કે આ ગાંઠ નથી. જો ગાંઠ હોય તો મને દુખે અથવા દર્દ થાય. તેને કશું દર્દ નથી. તે કહે છે કે આ ત્રણ-ચાર મહિનાથી જ છે. ડોક્ટર પાસે જવાની તે ના પાડે છે. તો શું આ ગાંઠ કેન્સરની હોઈ શકે?


ઉકેલ: તત્કાલ આપ સર્જનને બતાવી દો. સ્તનમાં સિસ્ટ, ફાઇબ્રોએડીનામાં ફાઇબ્રોએડીનોસિસ જેવા અસંખ્ય રોગ થઈ શકે છે. ડોક્ટરને જરૂર લાગશે તો ગાંઠમાંથી એક નાનો ટુકડો કાપી લેબોરેટરીમાં પણ તપાસ માટે મોકલી શકે છે. સ્તનનું કેન્સર પ્રાથમિક તબક્કામાં શોધી શકાય તે અત્યંત અગત્યનું છે, કારણ કે જો તેની વેળાસર સારવાર કરવામાં આવે તો તેનો સંપૂર્ણ ઇલાજ થઈ શકે છે. તમામ રસોળી અથવા અન્ય ફેરફાર કેન્સર હોતાં નથી. જોકે, સ્થિતિની યોગ્ય ચકાસણી માટે તબીબની સલાહ લેવી તે સલાહભર્યું છે. સ્તનના કેન્સરનો ઇલાજ છે અને વેળાસરનું નિદાન બહુ મોટો ફરક લાવી શકે છે. ખામીના વેળાસર નિદાન માટે સ્તનોના સ્વપરીક્ષણની એક તંદુરસ્ત ટેવ વિકસાવવી જોઈએ અને તે આજીવન ચાલુ રાખવી જોઈએ.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP