Back કથા સરિતા
ડૉ. પારસ શાહ

ડૉ. પારસ શાહ

સેક્સોલોજી (પ્રકરણ - 60)
લેખક જાણીતા સેક્સોલોજિસ્ટ અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

સમાગમ કરવાથી પત્નિની યોનિમાં ચાંદી પડી જાય છે

  • પ્રકાશન તારીખ23 Jan 2019
  •  

સમસ્યા: મારી 31 વર્ષની ઉંમર છે. અમારે બાળક નથી. મારા વિર્યમાં શુક્રાણુની ટકાવારી ફક્ત 2થી 5 ટકા છે. વિર્ય પણ પાતળુ છે. બીજું મારા શિશ્નમાં સમાગમ વખતે જ બરાબર ઉત્થાન આવે છે. તો શું આને નંપુસક્તા કે નબળાઇ કહેવાય? સમાગમ કરવાથી પત્નિને યોનિમાં ચાંદી પડી જાય છે. શું મારા વિર્યમાં શુક્રાણુની ટકાવારી વધી શકે? મારા ફેમિલી ડોક્ટરે સોનોગ્રાફીની સલાહ આપી છે.


ઉકેલ: આપની તકલીફો ઓલિગોર્સ્પમીયાની તકલીફ કહેવાય છે. આ બિમારીના કારણો ઘણા છે. સારવાર પહેલા તેનું નિદાન જરૂરી છે સચોટ નિદાન અને યોગ્ય નિદાનથી શુક્રાણુની સંખ્યા તેમજ હલનચલન શક્તિ વધી શકે છે. એક શુક્રાણુ હોય તો એકના દસ હજાર અને દસ હજારના સો લાખ શુક્રાણુ થઇ શકે છે. આપના ફેમિલી ડોક્ટરે તમને સોનોગ્રાફીની બરાબર સલાહ આપી છે. ઘણીવાર વેરિકોસીલ નામની બિમારીમાં શુકાણુ બરાબર બનતા નથી. માટે સોનોગ્રાફી જરૂરી છે. વિર્ય પાતળુ, ઘટ્ટ કે પિળાશ પડતું હોય તો પણ બાળક થવાની શક્યતામાં કોઇ જ ફરક પડતો નથી. કોઇ વ્યક્તિની જાતીય શક્તિ સાથે વિર્યના રંગ અને જથ્થાને કોઇ નિસ્બત નથી. તેવી જ રીતે સમાગમમાં સાથીના સંતોષ સાથે પણ તેને કોઇ સંબંધ નથી. ઘણીવાર સંભોગ પહેલાની ક્રિયામાં પુરતો સમય પુરુષો આપતા નથી. અને સ્ત્રીને તૈયાર થતા વાર લાગતી હોય છે. આવા સંજોગોમાં જો યોનિમાર્ગમાં પૂરતી ચિકાશ ન થઇ હોય અને સમાગમ કરવાથી ઘર્ષણ થાય છે. અને કદાચ તેનાથી પણ ચાંદી પડી શકે છે. પણ પત્નીની આ તકલીફ નજર અંદાજ ન કરતા અને યોગ્ય સ્ત્રીરોગના નિષ્ણાતને બતાવી દેશો.

સમસ્યા: હું એક 21 વર્ષનો યુવાન છું. મને ટી.બી. ની અસર થઇ ગઇ છે. મને 16 વર્ષની ઉંમરથી હસ્તમૈથુનની આદત છે. મિત્રોનું કહેવું છે કે હસ્તમૈથુનથી નબળાઇ આવે છે અને દવાની અસર થતી નથી. શું આ વાત સાચી છે?


ઉકેલ: દુનિયાના નવ્વાણું ટકા પુરુષોએ તેમના જીવનમાં ક્યારેક તો હસ્તમૈથુન કરેલ જ હોય છે. બાકીના એક ટકા કાં તો જુઠ્ઠુ બોલે છે અથવા તેમને ખબર જ નથી હોતી કે હસ્તમૈથુન શું છે. હસ્તમૈથુન વખતે ઇન્દ્રિય જે ક્રિયા હાથમાં કરે છે તે જ સંભોગ વખતે યોનિમાર્ગમાં થાય છે. જો સંભોગ ખરાબ ન હોય તો હસ્તમૈથુન પણ ખરાબ નથી જ. જો તમે પાંચ કિલોમિટર ચાલશો તો પગમાં દુ:ખાવો થશે, થાક લાગશે. કારણ કે ત્યાં હાડકું છે, સ્નાયુ છે. ઇન્દ્રિયમાં હાડકું કે સ્નાયુ છે નહી.માટે નબળાઇ આવવાનો સવાલ જ ઉત્પન્ન થતો નથી. જેમ વધારે બોલવાથી જીભમાં કોઇ કમજોરી આવતી નથી. તેજ રીતે વધુ હસ્તમૈથુન કરવાથી કે સંભોગ કરવાથી ઇન્દ્રિયમાં પણ કોઇ જ નબળાઇ આવતી નથી યાદ રાખો વપરાશથી વૃધ્ધિ થાય છે. બિનવપરાશથી શિથિલતા આવે છે. હસ્તમૈથુનથી ટી.બી. ની સારવારમાં કોઇ જ રુકાવટ નહી આવે.

સમસ્યા: મારી ઉંમર 23 વર્ષની છે. હું દેખાવે સુંદર અને ભરાવદાર છું આવતા મહિને મારા લગ્ન છે. મારા પતિ એકવડિયા બાંધાના છે. દસ દિવસ પહેલા અમે સમાગમ કરવાની કોશિશ કરેલ. પરંતુ પ્રવેશ પહેલા જ એમને સ્ખલન થઇ ગયેલ આ કારણે મારી નજર તેમના શિશ્ન પર ગયેલ જે એકદમ નાના બાળક જેવું હતું. આ ઘટના પછી હું ઘેર જઇને ખૂબ જ રોઇ અને સંબંધ તોડી નાંખવાનો વિચાર કર્યો. પરંતુ શહેરના ખૂબ જ જાણીતા ખાનદાન ને કારણે આ શક્ય નથી. ઘરે પણ કોઇને વાત કરવી શક્ય નથી. મારી સહેલીઓનું કહેવું છે કે જાડી સ્ત્રીની કામેચ્છા પાતળો પુરુષ સંતોષી શકતો નથી.


ઉકેલ: સૌ પ્રથમ તો જાડી સ્ત્રીમાં કામેચ્છા વધારે હોય છે તે વાત ખોટી અને આવી સ્ત્રીની કામેચ્છા પાતળો પુરુષ ન સંતોષી શકે એ વાત પણ સાવ ખોટી છે. પ્રથમ સમાગમ વખતે શિઘ્રસ્ખલન થવું તે સામાન્ય બાબત છે. ઘણીવાર લાંબા સમય બાદ કરેલ સમાગમ વખતે પણ આવું બનતું હોય છે. પ્રથમ વખતના સમાગમ વખતે મન માં રહેલ ડર કે પત્નીને સંતોષ મળશે કે નહીં, કોઇ જોઇ જશે તો અથવા બાળક રહેવાના ડરના કારણો પણ ઘણીવાર સ્ખલન જલદી થઇ જતું હોય છે. જેની ચિંતા કરવાની જરૂર નથી. જેમ જેમ સમાગમ નિયમિત થતો જશે તેમ તેમ શિઘ્રસ્ખલનની તકલીફ દુર થતી જશે. અને જો તેમ ન થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આજના સમયમાં નવી આવેલ દવાથી શિઘ્રસ્ખલનમાં માત્ર સાતેક દિવસમાં જ ફરક પડી જતો હોય છે. બીજુ તમે પતિનું શિશ્ન સ્ખલન બાદ શિથિલ અવસ્થામાં જોયલ હશે એટલે તે બાળક જેવું લાગતું હશે સ્ખલન પછી દરેક પુરુષનું શિશ્ન શિથિલ જ થઇ જતું હોય છે. અને આ અવસ્થામાં તેની લંબાઇ એક ઇંચ હોય તો પણ ચિંતા કરવી ન જોઇએ. માટે સંબંધ તોડી નાંખવાનો વિચાર કરવાની જરૂર નથી.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP